________________
ANASANASTASTBASABASABanananaKaHaMaharanasarana SalaMRAMMDAMMSANI વૃષ, ધન, કર્ક, અને તુલા સંક્રાંતિમાં મધ્યરાત્રે વારની પ્રવૃત્તિ થાય છે, તથા મકર, મિથુન કન્યા અને સિંહ સંક્રાંતિમાં રાત્રિના અંતભાગમાં વાર બેસે છે.
વિવેચન–વારની શરૂઆત સૂર્યોદયથી થાય એવું હોતું નથી, પણ તે આ ગાથાના કહેવા પ્રમાણે સંક્રાંતિને આ શ્રીને જુદે જુદે વખતે બેસે છે. મેષ વિગેરે બાર રાશિ છે. તેમાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં બદલાય તેનું નામ સંક્રાંતિ કહેવાય છે. તે સંક્રાંતિઓ પણ બાર છે. જ્યારે સૂર્ય વૃશ્ચિક, કુંભ, મીન, અને મેષમાં હોય ત્યારે રાત્રિના આદિ ભાગથી વાર ગણાય છે. સૂર્ય, વૃષ, કર્ક, તુલા, અને ધન રાશિમાં હોય ત્યારે મધ્યરાત્રિથી વારની ગણના થાય છે, વળી મિથુન, સિંહ, કન્યા અને મકરરાશિમાં સૂર્ય હોય ત્યારે વાર રાત્રિના અંતભાગમાં સંક્રમે છે –-બદલાય છે. આ વખતના સપષ્ટીકરણ માટે દિનમાન અને રાત્રિમાનની આવશ્યકતા છે, તે દિનમાન જાણવા માટે સ્કૂલ ઉપાય આ પ્રમાણે છે
મકરથી માંડીને મિથુન સુધીની છ સંક્રાંતિમાં અનુક્રમે દિનમાન વૃદ્ધિ પામતું હોય છે. તેમાં મકર સંક્રાંતિમાં પહેલે દિવસે દિનમાન ૨૬ ઘડી ૧૨ પળ, કુંભમાં ૨૬ ઘડી ૪૮ પળ, મીનમાં ૨૮ ઘડી ૧૪ પળ, મેષમાં ૩૦ ઘડી વૃષમાં ૩૧ ઘડી ૪૬ પળ, અને મિથુન સંક્રાંતિમાં ૩૩ ઘડી અને ૧૨ પળનું દિનમાન હોય છે. કર્ક સંક્રાંતિમાં પહેલે દિવસે ૩૩ ઘડી અને ૪૮ પળનું ઉત્કૃષ્ટ દિનમાન હોય છે, ત્યારે પછીની કર્કથી ધન સુધીની છ સંક્રાંતિમાં દિનમાન ઘટતું જાય છે. જેથી સિંહ સંક્રાંતિમાં ૩૩ ઘડી ૧૨ પળ, કન્યામાં ૩૧ ઘડી અને ૪૬ પળ, તુલામાં ૩૦ ઘડી, વૃશ્ચિકમાં ૨૮ ઘડી ૧૪ પળ, ધન સંક્રાંતિને પહેલે દિવસે ૨૬ ઘડી ૪૮ પળ, દિનમાન હોય છે, અને તેના ત્રિશ દિવસો જતાં મકર સંક્રાંતિમાં વળી ર૬ ઘડી અને ૧૨ પળનું દિનમાન હોય છે. આ દિનમાનમાં હંમેશાં કેટલી વૃદ્ધિ- હાનિ થાય છે? તેને માટે માસમાં વધેલા કે ઘટેલા પળને વિશે ભાગ દેવાથી હંમેશના દિવસનું પ્રમાણ આવે છે–
१-१२ २-५२ ३-३२ ३-३२ २-५२ १-१२ "एकार्क पक्षद्विशराः त्रिदन्ताः, त्रिदन्तपक्षद्विशराः कुसूर्याः । मृगादिषट्केऽहनि वृद्धिरेवं, कर्कादिषट्केऽपचितिपलाद्याः ॥१॥"
અર્થ–મકર સંક્રાંતિમાં દરેક દિવસે ૧ પળ ૧૨ વિપળ, કુંભમાં ૨ પળ પર વિપળ, મીનમાં ૩ પળ ૩૨ વિપળ, મેષમાં ૩ પળ ૩૨ વિપળ, વૃષમાં ૨ પળ પર વિપળ, અને મિથુનમાં ૧ પળ ૧૨ વિપળની વૃદ્ધિ થાય છે. અને ત્યાર પછીની છએ સંક્રાંતિમાં પ્રત્યેક દિવસે આ છ સંક્રાંતિમાં દર્શાવેલ પળ અને વિપળની અનુક્રમે હાનિ થાય છે. એક અહેરાત્રિ