________________
MMMMARNA ananananananananaRMANNANEMISARANAN
Saranasanasana
श्रीवर्धमानस्वामिने नमो नमः। लब्धिनिधये गणधराय श्रीगौतमस्वामिने नमः।
श्री रत्नशेखरसूरि विरचिता.
દિન શુદ્ધિ
-- SUGA— विश्वप्रभा-विवेचन सहित
પ્રણમું વીર જીણુંદને પ્રીતિ ધરી, માંગલ્ય દાતારને શ્રીમદ્ ગૌતમ સ્વામિને મન થકી, ને શ્રુતને જ્ઞાનને શ્રીચારિત્ર મુનીંદ સદ્ગુરૂ નમી સન્મિત્ર ચાહી સદા; દિનશુદ્ધિ દીપિકાનું તેજ લઈને, વિસ્તારું વિશ્વપ્રભા ૧
जोइमय जोइगुरूं, वीरं नमिऊण जोइदीवाउ । दिनसुद्धिदीविअमिण, पयडत्थं चेद पयडेमि ॥१॥
અર્થ - જતિષમય અને જતિષના ગુરૂરૂપ શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરીને જતિષ દીપથી આ પ્રગટ અર્થવાળી દિનશુદ્ધિ નામની દીપિકાને પ્રગટાવું છું
વિવેચન-ગ્રન્થર્તા શ્રીરત્નશેખર સૂરીશ્વરજી દિનશુદ્ધિ નામના તિષના ગ્રન્થને બનાવતાં પ્રારંભમાં જોઈમયં ઈત્યાદિ શબ્દોથી મંગલાચરણ કરે છે. જોકે મંગલાચરણ કરવામાં અનેક ધ્યેય પદાર્થો હોય છે, પણ ગ્રન્થકારને જે ક્રિયા કરવાની છે તે ક્રિયાની પૂર્ણતાની ટોચે પહોંચેલા મહાપુરૂષનું મંગલાચરણ કરવાથી કાર્યસિદ્ધિ શીધ્ર થાય છે. એ જ કારણથી પ્રસ્તુત ગ્રન્થકાર મહાત્મા પણું, સચરાચર જગતના ભાવથી ઉત્પતિ સ્થિતિ અને લયને જાણનારા સર્વજ્ઞ ભગવંતને તે કોટિમાં સ્થાપી સંપૂર્ણ હદે પહોંચેલા તે પરમાત્માની પ્રથમ સ્તુતિ કરે છે. વળી અંતિમ તીર્થંકર