________________
યુતી અથવા પરસ્પર દષ્ટિયોગ માણસને સ્થાયી સ્વરૂપનો રોગ બતાવે છે અને આ યોગ જે પાપગ્રહથી દષ્ટ હોય તો રોગ ત્રાસદાયી બને છે. જ્યારે મંગળ જે ૮-૧૨ નો સ્વામી હોય અને રવિને દૂષિત કરતો હોય તો અપઘાતી મરણની સંભાવના વધુ હોય. રવિ + શનિ યુતિ યોગ અત્યંત અશુભ હોય છે. પિતૃસુખ ન હોય, જીવનમાં દુઃખ વધું, અપકીર્તિ થાય. કદાચ જેલમાં જવું પડે. રવિના ચતુર્થમાં કે ૧૦ માં શનિ ધંધામાં બાધા પેદા કરે છે.
કન્યાનો રવિ લગ્નમાં મીનનો શનિ ૭ માં દ્વિભાયયોગ કરે છે. ૪ થા માં રવિ અને ૭ માં શનિ જાતકને ચિંતા ગ્રસ્ત બનાવે છે. ૪ થા માં રવિ અને ૧૦ માં શનિ પરેશાનયોગ કે શસ્ત્રઘાત સૂચવે છે. ૬ માં રવિ અને જો એ શનિથી દષ્ટ હોય તો પેટના રોગો.
સ્ત્રી કુંડલીમાં ૮ માં નો રવિ શનિથી દષ્ટ કે યુક્ત હોય તો વૈધવ્ય યોગ. રવિના દ્વિતીયમાં શનિ હોય તો તો સાંપત્તિક વિMો અને રવિના વ્યયમાં શનિ હોય તો દેવાળું સૂચવે છે. બળવાન રવિ ૧૦ માં હોય તો ઉદ્યોગ-ધંધા માટે સારો. મંગળ + રવિ યુતિ ૧૦ માં હોય તો પ્રશાસન કડક હોય છે.
વિથી થનારા ૫ યોગ ૧) વેશી યોગ : રવિના દ્વિતીયમાં ચંદ્રસિવાયના ઈતર ચહ હોય તે એને વેશી યોગ કહેવાય. જાતક ભાગ્યશાળી સૂચવે
છે. પાપગ્રહોથી થનારો વેશીયોગ કળ ઓછુ આપે છે. ૨) વાસી યોગ : રવિના ૧૨ માં સ્થાને ચંદ્ર શિવાયના કોઈ ગ્રહ હોય ત્યારે બને. આનું ફળ ઉપર પ્રમાણે જાણવું. ૩) ઉભયચારી યોગ : રવિના ૨ જા અને ૧૨ માં સ્થાને ચંદ્ર શિવાયના ગ્રહ હોય ત્યારે જાતક ઉત્તમ વક્તા અને સુભગ
દેહ, ધનવાન, કીર્તિમાન અને લોકપ્રિય બને છે પણ બીજી બાજુ એ પાપ ગ્રહ હોય તો વિરૂદ્ધ ફળ મળે છે. ૪) બુધાદિત્ય યોગ : રવિ અને બુધની યુતી પણ બુધ ૫ અંશ કરતા રવિથી વધુ હોય ત્યારે આ યોગ બને છે. આ
યોગથી ગણિત અને ભાષારીલી સુંદર હોય છે. આ યોગ ૨-૫ અને ૯ લગ્નમાં સારો હોય છે અથવા રવિ + બુધ
યુતિ ૧-૪-૮ ભાવમાં સારા ફળ આપે છે. ૫) સ્વયંસિદ્ધ યોગ : રવિ + શુક્ર યુતી ૫ અંશના ફેરી હોય છે. આ રાજયોગ છે. આ યુતિ ૩, ૬, ૯, ૧૦ અને ૧૧ આ સ્થાન છોડીને બીજે હોય તો જાતક અત્યંત સદ્દગુણી બને છે. રવિ + શુક્ર યુતિ ઉપર ગુરૂની દૃષ્ટિ શ્રેષ્ઠ સ્વયં સિદ્ધ યોગ બનાવે છે. લાભસ્થાને રહેલ રવિ કુંડલીના ધણો દોષ હણે છે અથવા રાત્રે લાભમાં ચંદ્ર હોય તો પણ કુંડલીના ઘણા દોષ હણે છે.
રવિથી અમે જેટલા દૂર એટલા બળવાન અને જેટલા પાસે એટલા બળહીન પણ આ નિયમ બુધ અને શુક્રને લાગે નહી. જે દિવસ જન્મ હોય તો રવિ પિતૃકારક બને છે. રાત્રે જન્મ હોય તો શનિ પિતૃકારક બને છે.
રવિહોશ રવિ ઉચ્ચ કે સ્વગ્રહ હોય અથવા કનિકા ઉ.કા., ઉ.ષાઢા કે રવિવારે રવિનો હોરા બળવાન હોય છે. આ હોરામાં માંદગીમાં દવા લેવા, ઑપરેશન કરવા સરકારી અધિકારીને મળવા, સરકારી કાર્યો કરવા, ફરીયાદ નોંધાવવામાં યશસ્વી બને છે.
ચંદ્ર
પૃથ્વીની પ્રદક્ષિણા ર૭'' દિવસ તિથિ પૂરી થવામાં ૨૯'' દિવસ સામાન્યતઃ ગતિ ૧૧ - ૧૦'' કલા છે. ૧, ૪, ૭, ૧૦ આ રાશિમાં વિચારો ગતિમાન હોય છે. પ્રવાસશોખીન, ઉતાવળ, સિંહ રાશીનો ચંદ્ર માન-સન્માનની ઈચ્છા કરાવે છે. કન્યાનો ચંદ્ર સ્વાર્થી, મતલબી ચિકિત્સક અને વ્યવહારી બનાવે છે. વૃષભનો ચંદ્ર શાંત અને સહનશીલ, દયાળુ બનાવે છે. કર્કનો ચંદ્ર સમાજ પ્રિય, કર્તબગાર પણ સમય અનુસાર વર્તાવ છે. તુલાનો ચંદ્ર સભ્ય, પરદુઃખ જાણનાર, વિદ્યમાન અને સમતોલવૃત્તિ. વૃશ્ચિકનો ચંદ્ર પરાક્રમી. ખુન્નસ અને અભિમાની હોય છે. ધનરાશિનો ચંદ્ર મહત્વાકાંક્ષી બનાવે છે. મકરચંદ્ર, લોભી, મત્સરી, સંશયી અને વ્યવહારી હોય છે. કુંભનો ચંદ્ર સારો હોય છે. કલ્પનાશક્તિ, સહનશીલ અને શોધકવૃત્તિ બનાવે છે. મીન ચંદ્ર આળસી, તરંગી બનાવે છે. અસંભવી વિચારી પણ આદર સકાર કરનારો બનાવે
ચતૂર્થમાં રહેલો ચંદ્ર કિમ્બળી અને સારા ફળ આપે છે. અમાવસ્યના આજુબાજુનો ચંદ્ર એ પાપગ્રહ બને છે. વૃષભનો ચંદ્ર તે ૩ ઉચ્ચ આગળ મૂળ ત્રિકોણી બને છે. ચંદ્ર શત્રુ = રાહુ છે. ચંદ્ર બુધને મિત્ર માને છે પણ બુધ ચંદ્રને શત્રુ માને છે. ચંદ્ર શનિને સમ માને છે પણ શનિ ચંદ્રને શત્રુ માને છે. મંગળ, ગુરૂ ચંદ્રને મિત્ર માને છે પણ ચંદ્ર, મંગળ અને ગુરૂને સમ માને છે. આવુ વૈચિત્ર્ય ચંદ્ર વિષે અધિક છે. ચંદ્રનો ઉદયવર્ષ ર૪ છે. સુદ ૧૦ થી વદ ૫ સુધી ચંદ્ર અતિ