________________
નીચેની ૬ વસ્તુ શ્રેયાંસનાથ ભગવાનની સાથે નાંગલપર ગામને અનુકુળ આવે કે નહિ ? ૧. યોની, ૨, ગણ, ૩, રાશિમૈત્રી, ૪. વર્ગમૈત્રી, ૫. નાડીવેધ અને ૬. લેણાદેણી... ૧. હવે શ્રેયાંસનાથ ભગવાનના નક્ષત્રની યોનિ “વાનર'' છે અને ગામના નક્ષત્રની યોનિ ““હરણ'' છે એટલે વાનર
અને હરણને પરસ્પર વર નથી, માટે યોનિ અનુકુળ છે... ૨. હવે ભગવાનનું નક્ષત્ર પણ દેવગણ છે. માટે શ્રેષ્ઠ અને અનુકુળ છે... ૩. હવે રાશિમૈત્રી મેળવતાં ભગવાનની મકર રાશિથી ગામની વૃશ્ચિક રાશિ અગ્યારમી છે. અને ગામની રાશિથી ભગવાનની
રાશિ ૩ જી છે એટલે શુભ ત્રિ-એકાદશ થાય માટે રાશિમૈત્રી પણ અનુકુળ છે... ૪. હવે વર્ગમૈત્રી મેળવતાં ભગવાનના નામનો આદિ અશર “રા' વર્ગમાં એટલે ૮માં વર્ગમાં આવે છે અને ગામના નામનો
આદિ અક્ષર ‘ત' વર્ગમાં આવે એટલે પ માં વર્ગમાં આવે છે. પરસ્પર પાંચમો વર્ગ ન હોવાથી વર્ગવૈર નથી માટે વર્ગ અનુકુળ છે... ૫. હવે નાડી મેળવતાં ભગવાનનું નક્ષત્ર “અંત્ય' નાડીમાં છે અને ગામનુ નક્ષત્ર “મધ્યમ' નાડીમાં છે માટે નાડીવેધ થતો
નથી એટલે અનુકુળ છે... ૬. હવે લભ્ય મેળવતા ભગવાનના નામનો આદિ અક્ષર “૮” માં વર્ગમાં આવે છે અને ગામનો આદિ અક્ષર પાંચમો
વર્ગમાં આવે છે. માટે અનુક્રમે આંક સામે મૂકતાં “૮૫ થયા અને ‘૮' ભાગતાં શેષ “પ” રહ્યા, તેનું અધું કરતાં “રા' રહ્યા, એટલે ભગવાન નાંગલપર ગામને અઢી દેવાદાર થયા. હવે ઉત્ક્રમથી ગણતા ઉત્ક્રમનો આંક “પટ' થયો. એને “૮” ભાગતાં શેષ ૨' રહ્યાં. તેનું અધું કરતાં “૧' રહ્યો. એટલે કે ગામ ભગવાનનું ૧દેવાદાર થયું. હવે પરસ્પર લેણાદેણી બાદ કરતા ૧' વસો ભગવાન ગામના દેવાદાર રહ્યાં એટલે નક્કી થયું કે શ્રેયાંસનાથ ભગવાન સાથે છએ વસ્તુ નાંગલપર ગામને અનુકુળ છે. માટે નાંગલપર ગામને શ્રેયાંસનાથ ભગવાન અનુકુળ આવે છે...
આ રીતે દરેક ભગવાનને અને ગામને અથવા ભગવાનને અને વ્યક્તિને મેળવવું. હંમેશા પૂજ્ય-પૂજકના દેવાદાર હોય તે જ શ્રેષ્ઠ છે પણ જેમ ઓછું લેણું હોય તે વધારે સારું...