________________
ત્રાસ આવતો નથી. પણ વિરૂદ્ધ વર્તનારાના ગમે તેટલા ગ્રહ સારા હોય તો પણ એકલો શનિ એને ખરાબ કરે જ છે. મંગળ રાશિનો શનિ શારિરીક પરિસ્થિતી બનાવે છે. શુક્ર રાશિનો શનિ અ૫યત્નમાં પણ યશ સંપાદન કરાવે છે. ગુરૂ રાશિના શનિ અધિકારની જગા આપી બીજાપર સત્તા ચલાવે છે ને બીજા પાસેથી માન સન્માન મેળવે છે. બધ રાશિના શનિ વ્યાપાર, વાહતુક, છાયા, વનસ્પતિશાસ્ત્રમાં પ્રગતિ કરે છે. રવિ રાશિના શનિ સરકારસંબંધી ઉદ્યોગ બનાવે છે એ તો ગુરૂ દષ્ટ હોયતો રાજકારણમાં માન્ય બને છે. ચંદ્ર રાશીના શનિ દ્રવપદાર્થ સાથે સંબંધ ધરાવે ચે. બલવાન શુક્ર શનિના દ્વિતીયમાં હોય તો લગ્ન પછી ઉત્કર્ષ થાય છે. બલવાન મુર શનિના દ્વિતીયમાં હોય તો ઉચ્ચપદથી ધંધો શરૂ કરે છે. ગુરૂ અને શનિના વચમાં કોઈ ગ્રહ ન હોય તો જાતક સરળમાર્ગી હોય છે શનિના દ્વિતીયમાં બલવાન રાહુ હોય તો નીચી કક્ષાના ધંધા કરીને આગળ વધે છે. શનિના દ્વિતીયમાં કેતુ હોય તો પ્રજ્યા યોગ બને છે. દશમું સ્થાન ગમે તેવું સારૂ હોય પણ શનિ જો અશુભ હોય તો ઉદ્યોગમાં યશ ન મળે, પણ શનિ જે સારો હોય તો દશમ સ્થાનની વિચાર કરવાની જરૂર નથી.
શનિ મંગળ કે શનિ રાહુ ૧, ૨, ૭ માં સ્થાને હોય તો પૂર્વાવસ્થામાં કષ્ટ ભોગવે. નોકરીમાં યશ ન મળે આવા જાતકોએ સ્વમનનો નિશ્ચય જો ન કરે તો યશ ન મળે. નિરાશા વધે અને કજીયાની વૃત્તિ થાય. શનિ સારો હોય એટલે શ્રેષ્ઠ કોટીની મનોવૃત્તિ પ્રાપ્ત થાય. શીસ્તબદ્ધતા હોય, શીસ્તબદ્ધ મન અને બુદ્ધિ બીજાના મદદની અપેક્ષા ન કરે પણ સામેથી મદદ મળી જાય છે તેથી શુભ શનિ સ્વાવલંબી હોય છે. તાત્પર્ય શનિ માનસ્નમાન આપીને ઉચ્ચ સ્થાને પોહંચાડે છે જ્યારે દુર્બળ શનિ અપયશ અને દુઃખ આપે છે. શનિની બ્લેક સાઇડ: અક્ષમાશીલ, ખુનશી, ઉદ્ધત, ક્રૂર, નિર્દય માણસને દરિદ્રતા, દુઃખ અને સંકટ આપે. આળસી, નિરૂદ્યોગી માણસને ઘડપણમાં ખાવાની ચિંતા કરાવે છે. અસત્યવાદીને પગલે પગલે અપમાન કરી પતન કરાવે છે. સ્થિરતા આપતો નથી. કામી માણસને યમસદન પોહંચાડે છે. અશુદ્ધ, ગલીચ્છને લાચાર કરે છે. શનિને ત્રયોદશી પ્રિય છે. શનિપ્રધાન માણસને ત્રયોદશીએ કાર્ય સફળ કરે છે. અમલ દાત, નખ, વાળ, પાંસળી. રોગ : સાથીના રોગ, સંધિવાત, લકવા, ક્ષય, ખાંસી, કબજીયાત, પથરી, પેટમાં ગાંઠ, મલેરીયા, શનિ, કબજીયાત, ગુરૂ, અપચન રોગ કરે છે. શનિ આ શુદ્ધિકરણ કરીને મોક્ષ પ્રાપ્તિ કરાવે છે.
કુંડલીમાં શનિ અને ગુરૂ બંન્ને સારા, શુભ હોવા જોઈએ. ગુરૂનો અશુભ કે દુર્બળ હોય તો હજી ચાલે પણ શનિ જે સારો ન હોય તો કુંડલીને ૦ કરતા પણ નુકસાન કારક બનાવ છે.
કોઈપણ સ્થાને જો શનિ શુભ હોય તો તે સ્થાનને સ્થિરતા આપે છે. સપ્તમ ભાવનો શુભ શનિ લગ્ન વિલંબ કરાવે પણ પત્ની સુખ સારૂ મળે. ગુરૂના ઘરનો શનિ કે ગુરૂથી દષ્ટ શનિ કુંડલીના ઘણે અંશે દોષ દૂર કરે છે. વિલંબ કરવો એ શનિનો પ્રધાન ગુણ છે. શનિ એ ૮, ૧૨ સ્થાનનો કારક હોવાથી ત્યાં શુભ શનિ સારા ફળ આપે છે. શનિ સ્વગૃહી, ઉચ્ચગૃહી, ગુરૂ ગૃહી કે ગુરૂથી દષ્ટ હોય તોજ શુભ, સારો બીજા સ્થાને તે તે પ્રમાણમાં અશુભ જાણવો અર્થાત્ ધનુ, મકર, કુંભ, મીન અને તુલા રાશિમાં શુભ હોય છે. બીજી રાશિમાં અશુભ હોય છે. આ રાશિમાં શનિ જો પાપ ગ્રહ સંબંધિત હોય તો પણ જાતકને એકદમ નુકસાન કરતો નથી પણ તારવાનું કામ કરે છે. સ્તંભી શનિમાં જો જાતકનો જન્મ હોય તો કોઈ કાર્ય બદલવામાં એ નકાર કરે છે.
જ્યારે શનિ વક્રી હોય ત્યારે અસુરક્ષિતા નિર્માણ બને છે. જેની કુંડલીમાં શનિ અશુભ કે અથવા જાતકથી ૪, ૮, ૧૨ માં હોય ત્યારે અનિષ્ટ ફળ આપે છે એના પરિણામ દીર્ઘકાલીન હોય છે.
શનિ અને શુક્ર અસ્તગત હોય તો પણ નિર્બળી બનતાં નથી જ્યારે શનિ નિર્બળ હોય ત્યારે એને સમાજમાં કમિત હોતી નથી. શ્રેષ્ઠ શનિ ઉત્તર આયુષ્યમાં ફળ આપે છે. શ્રેષ્ઠ ગુરૂ પૂર્વ આયુષ્યમાં ફળ આપે છે. બંન્ને શ્રેષ્ઠ હોય તો સંપૂર્ણ આયુષ્ય સારૂ જાય છે. જેનો શનિ સારો એ જાતક તીવ્ર તપ, નૈષ્ઠિક બ્રહ્મચર્ય સહજ કરી શકે છે. જે જાતક નમ્ર છે એનો શનિ સારો હોય એમ સમજવું. નમ્રતા એક ગુણથી જ શનિ જાતકને મહાન બનાવે છે. શનિ એ લોકશાહી છે. સમતાવાદી અને પ્રયત્નવૃતિ ઉપર વિશ્વાસ કરાવે છે. લગ્નનો શનિ ૭, ૧૦, ૧૧, ૯, ૧૨ આ રાશિમાં શ્રેષ્ઠ ફળ આપે છે. આવો જાતક સદા એક વિચારમાં દઢ રહી ખૂબ પ્રગતિ કરે છે. ધનનો શનિ મંગળથી દર : શિક્ષણ ખંડિત થાય અને કૌટુંબિક સુખ ન મળે. તૃતીયનો દુષિત શનિ : બંધુ સુખ અભાવ અને નિરાશાવાદી કરે પણ, તૃતીયનો શુભ શનિ : જાતક મુત્સદી અને દીર્ધદષ્ટિ બને છે. ચતુર્થનો દુષિત શનિ : માતૃ સુખ ન મળે (શનિ ચંદ્ર સાથેનો સૌથી વધુ દૂષિત બને છે) શનિ એ રાહ કે મંગળ સાથે