________________
બુધા બુધ સર્વથી નાનો ગ્રહ છે. રવિથી નજીક છે. કન્યા રાશિનો બુધ ૧ થી ૧૫ અંશ સુધી ઉચ્ચ અંશી. આગળ ૨૦૦ અંશ સુધી મુલ ત્રિકોણી ર૦" તી ૩૦ સુધી સ્વગૃહી હોય છે. બુધને પોષકરાશિ ૩, ૬, ૭, ૧૧ છે. ફલિત : શાસ્ત્રજ્ઞાન, પાઠાંતર, સ્મરણશકિત વકત્વ, ગ્રંથકર્તત્વ આપે છે. મતિ સર્વ વિદ્યામાં ચાલે. તારતમ્યભાવ અધિક હોય, કોઈ પણ બાબત સહજ જાણી લે છે. કુંભનો બુધ ઓછું બોલનાર બનાવે છે. જે બોલે તે મુઘાસર બોલે, ઉપર્યુક્ત રાશિનો બુથ ઇંજીનીઅર, ડૉક્ટર, તત્વજ્ઞાન અને ધર્મશારી બનાવે છે. કોઈ પણ પ્રશ્ન સહસા હલ કરે છે.
બુધ ચઢતા ક્રમે મીન, કર્ક, વૃશ્ચિક, મેષ, ધન, કુંભ, સિંહ, તુલા, વૃષભ, મિથુન અને કન્યામાં હોય તો શુભફળ વધુ આપે છે.
મેષસિંહ, ધનુ રાશિમાં બુધ હોય તો અત્યંત માર્મિક અને ચપળ છે. આ જાતકની પ્રતિભા, વિચારશક્તિ જલદ હોય છે તેથી ગુસ્સો જલ્દી આવે. ગણિત સારૂ, ધનુનો બુધ અવિચારી, ઉદ્ધત બનાવે છે. વૃષભ, મકરનો બુધ જલદી ગુસ્સો લાવી સ્વમનનું પ્રદર્શન કરનાર ખાઉધરો અને કપટી બનાવે છે. વૃશ્ચિકનો બુધ રોગકારક હોય છે. વૈદ્યક જાણકાર, નિર્ણય તરત કરાવે છે. કર્ક, મીન રાશિનો બુધ બોલ બોલ કરનાર, સ્વમન બદલનાર, જાતને વિશેષ સમજદાર માને. બીજી રાશિઓ બુધ માટે સારી છે. ભાવઃ ચઢતે ક્રમે ૭, ૮, ૧૨, ૬, ૨, ૯, ૫, ૪, ૩, ૧૦, ૧૧, ૧ માં વધુને વધુ સારૂ ફળ આપે. કારકત્વ: શિક્ષણ, ગણિત, ચાતુર્ય, શાહપણ, વકૃત્વ, લેખન, નવા વરવો, ભવ્ય મકાન, લીલો વર્ણ, શીલ્પશાસ્ત્ર,
જ્યોતિષ, ધાર્મિક સ્થળ, વ્યાપાર, મીઠુવચન, ધર્મશાસ્ત્ર, માતામહ, નપુંસકત્વ, ત્વચા, દીક્ષા, ડોક, ડર, હેમંત ઋતુ, ઈશ્વર ભક્તિ, વાયવ્યદિશા, નિઃપક્ષપાતી, વ્યાકરણતજ્ઞ, વિદ્વાન, રત્નપારખી, સ્મરણશક્તિ, ટાપટીપ, પદ્ધતિસર, ભૂલવિના કાર્યકરવાનો શોખીન,
બુધ આનંદી પણ અસ્થિર બુદ્ધિવાળો, બીજા પર અવલંબી રહેનાર પણ ચતુર છે. આના સર્વગુણ મંગળ અને રવિથી વિરૂદ્ધ છે. તે પારા જેવો છે. જોવામાં ચાંદી જેવો પણ ઝેરી છે. પારો જડ છે તેવો જ બુધનો ગુણધર્મ છે. પારાની જેમ બુધને પકડવા બુદ્ધિ જોઈએ તેથી બુધ પાસેથી કાર્ય કરવા યોગ્ય ગ્રહો જોઈએ. બુધનો ઉપયોગ બુદ્ધિ માટે પારાની જેમ કરાય છે. બુધ ઉપરથી સ્વભાવ ઓળખાય છે.
રવિ અને ચંદ્ર પછી આત્મા અને મન ઉપર બુધની સત્તા હોય છે. કારણ કે બુદ્ધિ ઉપર બુધનું પ્રભુત્વ છે. રવિ, ચંદ્રથી વ્યક્તિમત્વ અને મન સમજાય છે. બુધથી બુદ્ધિમત્તા જણાતી હોવાથી બુધનું મુલ્ય આંકવામાં મહત્વ છે. બદલતી પરિસ્થિતિ અનુસાર વર્તવાની કલા બુથમાં છે.
રાશિ અને સ્થાનબળી બુધ ઉત્તમ બુદ્ધિ આપે છે. ૬, ૮, ૧૨ નો બુધ બુદ્ધિ ઓછી આપે છે. બુધ અને ચંદ્ર બંન્ને ને બળહીન હોય તો જાતક પાગલ બને છે. બુધ એ દૂત હોવાથી રાજકારણમાં મહત્વ છે. બુધ પરાવલંબી હોવા છતાં ઘણી બાબતમાં તે સ્વતંત્ર છે. બુધ થી જ પ્રાણિ અને મનુષ્યમાં ફરક પડ્યો છે.
બુદ્ધિના પ્રભાવથી માનવે વાઘ, સિંહ ઉપર કાબુ મેળવ્યો છે.
અશ્લેષા, ઝા, રેવતી આ ત્રણેય બુધના જલરાશિના નક્ષત્ર છે અને કર્ક, વૃશ્ચિક, મીન આ ત્રણેય જલરાશિ છે. રેવતી નક્ષત્રમાં મીન રાશિમાં બુધ નીચ બને છે. બુધ આ યુવરાજ હોવાથી ક્રીડાપ્રીય છે. જનાબદારીના કામ બુધને ન સોંપાય, બુધ, ધૂર્ત છે તો મંગળ શૂર છે. શૂર અને પૂર્તના એક સ્થાને જોવા ન મળવાથી મંગળ, બુધ અન્યોન્ય શત્ર છે. મંગળ બુધ યુતિ કે સમ સમકયોગ હોય તો જાતક ચાલક હોય પણ એનો દુરપયોગ કરે છે. યુકિત શોધવામાં બુધ કુશળ છે. ચંદ્ર એ મન, એથી ચંદ્રાપત્ય બુધ છે. મનનો અપત્ય બુદ્ધિ છે. મન પાસે બુદ્ધિ નકામી બને છે.
બળવાન બુધ હોય તો નિરક્ષણ, પરીક્ષણ શક્તિ સુંદર હોય છે અને બળહીન બુધ હોય તો વિસ્મરણશીલ. બુધ, શનિની યુતી હોય તો પણ ભુલકણો બને છે.
ચંદ્ર અને બુધનો નવપંચમ યોગ હોય કે ચંદ્ર, બુધની યુતી હોય તો રાજકારણ અને વિદ્વાન બને છે. આ યોગનો ચંદ્ર કે બુધન રાશિમાં હોય તો ઉત્તમ બને છે. આવા જાતકો કુશળતાથી પોતાના કાર્યો કરે છે.
મિથુન રાશિનો બુધ બૌદ્ધિક કક્ષા વધારે છે. કન્યા રાશિનો બુધ ઉત્પાદક શક્તિ વધારે છે. બુધ રવિનો ૪, ૮, ૧ માં સુદર ફળ આપે છે. ૧, ૪, ૮ માં એકલો બુધ પણ સારૂ ફળ આપે છે. મોરાજી દેસાઈની કુંડળી મિથુન લગ્નની છે એ બુધ અજમમાં છે તેથી રાજયોગ થયો. બુધ ઉચ્ચ ગ્રહની યુતીમાં ઉચ્ચ ળ આપે છે. ગુરૂ દઝ બુધ ઉત્તમ બુદ્ધિ આપે છે. બુધ-શુક્ર યુતિ કલા કૌશલ્ય આપે છે. ગાયન, ચિત્રકાર બનાવે છે. અભિનય સુંદર કરે છે. અશુભ બંધ : બીજાની નિંદા કરવી, ખોટી સહી, દસ્તાવેજ કરવાં, એક બીજાનો ઝગડો કરાવે છે.