________________
ફલિત : નમ્ર, વિશ્વાસુ, ઐહિક સુખઘણુ, અધ્યાત્મિક, શ્રીમંત, દીર્ધાયુ. વસુમતી યોગ : આ દુર્લભ યોગ કે લગ્ન કે ચંદ્રથી ૩, ૬, ૧૦, ૧૧ આ સ્થાને સર્વ શુભ ગ્રહ હોય ત્યારે આવો જાતક કરોડોપતિ હોય છે. પુષ્કલયોગ : ચંદ્ર કે લગ્નના સ્વામી યુતીમાં કે કેંદ્ર અને મિત્રગતું હોય ત્યારે આ યોગ બને છે. ઉચ્ચપુષ્કલયોગ : ઉપરના યોગ ઉપર ગુરૂ, શુક્રની દષ્ટિ હોય તો. ફલિત : જાતક શ્રીમંત, રાજમાન્ય, લોકમાન્ય બને છે. ચંદ્ર મંગળ યુતિ યોગ : બે નંબરનુ ધન ઘણું મેળવે પણ માતા સુખ ઓછું. આવો જાતક પ્રાય: નિતિમાન નથી હોતો. ચંદ્ર વર્ગોત્તમ કે બળવાન ગ્રહથી દષ્ટ હોય ત્યારે, રાજયોગ કરે છે. આ યોગ રાજગોપાલાચાર્યની કુંડલીમાં હતો. સોમવારે ચંદ્ર હોરા પ્રભાવી અથવા વૃષભ કર્કનો ચંદ્ર કે રોહિણી હસ્ત, શ્રવણ આ નક્ષત્રમાં ચંદ્ર હોય તો વધુ બળવાન બને છે. ઉપયોગ : જમીનમાં પાક કો, કુવા ખોદવા, નેહરા કાઢવી, મોતી, રત્ન, અલંકારની ખરેટી કરવી, પ્રવાસ કરવો, નર્સની સર્વિસ મેળવવાં શુભ છે.
મંગળ સર્વ ગ્રહોના સ્તંભીપણામાં મંગળનું સાંભીપણું પ્રખ્યાત છે. એ અનિષ્ટ છે તેનાથી દેશમાં અરાજકતા, તોફાનો બને છે. મેષ રાશિમાં ૧૨૦ અંશ સુધી મૂળત્રિકોણી પછી સ્વગૃહી બને છે. મકરમાં ૨૮ અંશે પરમોચ્ચ બને છે. દશમ ભાવમાં મંગળ અતિશય દિબળી બને છે. મેષ, સિંહ, ધનુ આ અગ્નિતત્વના રાશિમાં મંગળ અનુકૂળ બને છે તેથી જાતક ધાડસી, નિશ્ચયી, ઉદાર, ક્રોધી અને ઉતાવળો બને છે. વૃષભ, કન્યા, મકર, આ રાશિમાં લોભી, પેટભરે, મત્સરી, બીજા ઉપર શ્રદ્ધાળુ, કલહપ્રિય અને રવીરત હોય છે. બૌદ્ધિક, મિથુન, તુલા અને કુંભનો હોય તો પ્રવાસશોખીન, અદલાબદલ કરનાર પણ કમનશીબી હોય છે. કર્ક વૃશ્ચિક મીન આ રાશિનો મંગળ જલ વિષયક ધંધો કરી શકે છે. અને ઉત્તમ ડૉક્ટર બને છે. મંગળ સેનાપતિ હોવાથી ધાડશી. કોઈનું ન માનનાર, સ્વતંત્ર વૃત્તિવાળો, જીદ્દી અને મહત્વાકાંક્ષી હોય છે. મંગળમાં ઈન્દ્રિયજન્ય ચૈિતન્ય છે. મંગળ શુભ હોય તો ઉત્તમ ગુણ, દેશપ્રેમી, ધેર્ય, સ્વાર્થત્યાગ, પરદુઃખ ભંજક, સ્વાર્થ ત્યાગી, મનોનિગ્રહી અને આત્મવિશ્વાસુ હોય છે. ઐહિક સુખની ઇચ્છા અભાવ, રાજકારણ અને સમાજમાં આગેવાન બને છે. અશુભ મંગળ:
તોફાની, રાજદ્રોહી, ખુની, મારપીટ કરનાર, લુંટનાર, અત્યાચાર, શૂર, બેશરમપણા કરનારો બને છે.
લગ્ન મંગળ હોય તો અત્યંત તાપટ સ્વભાવ, વિચારશક્તિ ઓછી અને એ જો દોષિત હોય તો પાશવીવૃત્તિ બને છે. મંગળનો પ્રભાવ રક્ત બહાર કાઢવાનો અને શનિનો પ્રભાવ રક્ત અંદર ખેંચવાનો છે તેથી ગુસ્સે થયેલ જાતક લાલ બને છે અને ડરેલ સફેદ બને છે.
મંગળ કાર્ય તુરત કરે છે. શનિ કાર્ય વિલંબથી કરે છે. મંગળની પ્રવૃત્તિ નાશ કરવાની છે. શનિની પ્રવૃત્તિ અપહરણ કરવાની છે.
મંગળ અવિચારી છે. શનિ વિચારી છે. તેથી મંગળ શનિની યુતિ જે સ્થાનમાં હોય તે સ્થાનનો નાશ કરે છે. જો સામ સામે હોય તો બન્ને સ્થાનનો નાશ કરે છે. મંગળ થી શનિ ૪ થો અને શનિ થી મંગળ ૧૦ મે આ પરસ્પર દૃષ્ટિ કે યુતિ યોગ અકુલ દેવતાનો દોષ સૂચિત કરે છે. ચતુર્થમાં રહેલ મંગળ માતાથી મતભેદ સૂચવે છે. સપ્તમનો મંગળ વૈવાહિક સુખ ન આપે. દશમભાવમાં રહેલ મંગળ જાતકને યશ અપાર આપે, કુળદિપક બનાવે, સર્વ જનમાન્ય બનાવે પણ વડિલોપાર્જિત ધનનો અભાવ અને ત્રાસ થાય છે. પિતાસુખ અ૫.
મંગળ સાથે શુક્રનો સંબંધ કે યુતિ હોય તો વિવાહ વૈચિત્ર્ય બને છે. ધનસ્થાનિય મંગળ ધન સારૂ આપે છે પણ કરકસીયો બનાવે છે. પંચમ સ્થાનીય શુભ મંગળ આરોગ્ય સારૂ આપે છે. અષ્ટમસ્થાનીય અશુભ મંગળ અપઘાતાદિ સૂચવે છે. સ્ત્રીઓનો અષ્ટમ મંગળ સ્વગૃહી ઉચ્ચસ્થાનીય કે અખંડ સૌભાગ્ય આપે છે. મંગળને ૬ કે સ્થાન ન ગમે તેથી
ત્યાં હોય તો શત્રુ પરાજય કરે છે. તૃતીય સ્થાનીય મંગળ સાહસી પણ ભાઈ-બહેનનું સુખ ન મળે. કપાળ, સ્નાયુ, નાક, ડાબો કાન, જનનેંદ્રિય, મૂત્રાશય, રક્તવાહિની ઉપર મંગળની અસર છે. મંગળથી થતા રોગ : સાથી રોગ, બળવુ, સૂજવું, જખમ, મેંદુવિકાર, રક્તરાવ, ટાયફોડ, ન્યૂમોનીયા, પથરી, ગર્ભપાત, નાકનું હાડકું વધવું ઝેરી ધુમાડાથી મરણ અને તડકો લાગવો.