________________
યમભૂલ રવિવારે વિષકુંભ તજી શશી ચુલા ભૂમ ગંડ બુધવારે અતિગંજનું વજને ગુરૂ કંડ ૯૪ ભૂગુ વ્યાધાત શનિ વૈકૃત એહ ગ સ વાર હીર કહે વરછ કરી કામ કરે શુભકાર ૯૫
ઉપર બતાવેલાં ૨૮ અઠ્ઠાવીસ નક્ષત્ર અને તેમના ચરણ મુજબના અક્ષરે નામ પાડવા માટે ઉપયોગમાં લેવાય છે. નશાત્રના ચાર ચરણ અથવા પાયા હોય છે. અને તે દરેક (લગભગ) પંદર પંદર ઘડીને થાય છે. જે પાયામાં જન્મ થાય તે પાયાનાં અક્ષર ઉપર કે તેની આસપાસના તેજ અક્ષરની બારાક્ષરીમાંના કેઈ અક્ષર ઉપર નામ પાડવું. જો તેમ અક્ષર ઉપરથી આપણને રૂચે તેવું બંધ બેસતું નામ ન આવે તો નક્ષત્રના ચરણે ઉપરથી રાશિ કલ્પવામાં આવી છે. તેમાંના કોઈ અક્ષર ઉપરથી નામ પાડવું. બને ત્યાં સુધી નક્ષત્રના ચરણું ઉપરથી જ નામ પાડવું. કારણ શુભ કામમાં જન્મનક્ષત્ર લેવાતું નથી. તેથી જે નામ નક્ષત્ર ઉપરથી હાય તો તરત જ જન્મનક્ષત્રની સમજ પડે. અને ચરણ ઉપર જ નામ પાડવું તે આગ્રહ એટલા માટે છે કે નક્ષત્ર ચરણની પણુ મહાદશામાં ભૂતકાળ ગણતાં અથવા પંચશલાકા, સસશકાલા આદિચક્રોમાં વેધ જેવા માટે જરૂર પડે છે. માટે બનતા સુધી નક્ષત્ર ચરણ ઉપર જ નામ પાડવું.
રાશિ ઉપરથી નામ પાડવા માટે અક્ષરે નીચે મુજબ છે.
આ લા ઈ મેષ, બે વઉ વૃષભ, ક છ ઘ મિથુન, ડહ કર્ક, મ ટ સિંહ, ૫ ઠ ણ કન્યા, રા તા તુલા, ના યા વૃશ્ચિક, ભા ધા ફા ઢા ધન, ખા જા મકર, ગો સી કુંભ, દા ચા ઝા થા ક્ષા મીન.
સવાબે નક્ષત્રની એક રાશિ બને તેથી એક રાશિમાં ચરણ મુજબ નીચે પ્રમાણ અક્ષર આવે છે.