________________
વર્ષ દિનની સંખ્યા ઉપરથી ફલ દિન પંચાવન તિનસઈ અધમ સમે તે જોઈ મધ્યમ સામે સત્તાવન અધિકે અધિકે હાઈ ૯૦૮
વર્ષના દિવસની સંખ્યા ઉપરથી વર્ષનું શુભાશુભ દર્શાવ્યું છે. ૩૫૪ દિવસનું વર્ષ ખરાબ છે. ૩૫૪ થી ૩પ૭ નું મધ્યમ છે. જ્યારે તેની ઉપરના દિવસોવાળું વર્ષ શ્રેષ્ઠ છે.
નાનાં મંડલ-અગ્નિમંડલ કત્તિક પૂ.ભદ પુષ્ય મધા અને વિશાહા રિખ
ભરણી પૂર્વાફાગુની હીર કહેતે રિસી સાતે શીખ ૯૦૯ જીમ અગનિ મંડલ ઇમિસાતરિસી વાઈવપિતિમસાત ઈમ વારૂણુઈ સાત રિસી તિમ માહેન્દ્ર વિખ્યાત ૯૧૦
તે માંહે જે ગ્રહણ હવઈ ભૂમિકં૫ દિગદાહ રિગત પાંસુ પહાણ પડણ વાજે પવન અમાહ ૯૧૧ કેતુ ક્રિસણુ તારા પણ શશી સૂર પરિવેષ ઉલકાપાત હાઇ અંબરે તસ ફલ સુણે વિશેષ ૯૧૨ ત્રિતું વરણે પીડા કરે નેત્રરેખ અતિસાર અ૫ ફલને અહપફલ નીર ન દિસે ધાર ૯૧૩ અંગ ક્ષધા વાધે પ્રમલ ભારી એતા દેશ ઉત્તરપથિ વાહિકા સિંધુ મંડલ સુવિશેષ ૯૧૪ ચનાને જાલંધરી કાંજે કાશમીર એ વિણસે દુખ પાવતી બેલે જોતિષ હીર ૯૧૫
વાયુમંડલ ઉ. કા અશ્વિનિ ચિત્રા કર મૃગ પુનર્વસુ ને સ્વાતિ વાઇવ મંડલ એ હિસી હીર કહે વિખ્યાતિ ૯૧૬ ધરમહીણ હવઈ વરણ સહુ વાજૈ વાયુ અલેખ મહ મઠ મંદિર માલીયાં પુરવી પડે વિશેષ ૯૧૭