________________
અનેકાંત અમૃત
८७ જ્ઞાનનું લક્ષણ બાંધ્યું. સ્વપરને જાણે એ લક્ષણ ન બાંધ્યું. (શ્રોતા :- શેયાકાર જ્ઞાનનું લક્ષણ સ્વપરનો પ્રતિભાસ બાંધ્યો) કહ્યું ને. (શ્રોતા :- પણ સ્વપરને જાણે એ લક્ષણ ન બાંધ્યું. સ્વભાવ નથી એવો) સ્વભાવ હોય તો પરને જાણતાં આનંદ પણ આવવો જોઈએ. પણ પરને જાણતાં તો કોઈને આનંદ આવતો નથી. માટે પરને જાણવું એ છે નહિ, એ જ્ઞાનમાં છે નહિ. એ અજ્ઞાનમાં જાય છે. પરને જાણે છે ઈ ઈન્દ્રિયજ્ઞાન છે-પરસત્તાવલંબી જ્ઞાન છે. પરસમ્મુખ જ્ઞાન, એ આત્માનો સ્વભાવ નથી, અહીંયા તો આત્મા અને આત્માના પરિણામનો સ્વભાવ, આત્માનો સ્વભાવ શું અને આત્માના પરિણામનો સ્વભાવ શું? કેને કહેવાય આત્માના પરિણામ? કે ઉપયોગને આત્માના પરિણામ કહેવામાં આવે છે. નવ તત્ત્વને આત્માના પરિણામ કહેવામાં આવતા નથી. આ ઊંચા પ્રકારનો માલ છે.
કેમ કે નવતત્ત્વને તો પરદ્રવ્ય-પરભાવ કીધા અને પ્રગટ થાય છે તે તો પરદ્રવ્ય છે. નવતત્ત્વ પ્રગટ થાય છે માટે મને પરદ્રવ્ય છે અને જે પ્રગટ છે એ હું છું જ્ઞાયકભાવ. સ્વાંગ કહ્યો ને નવેય ને પરદ્રવ્ય, પરભાવ-કહ્યોને શાસ્ત્રમાં છે. શાસ્ત્રના આધારથી જ આપણે વાત કરીએ છીએ. સંતોએ કહ્યું છે, ગુરુદેવે એનું પ્રતિપાદન કર્યું છે દાંડી પીટીને-અને ગુરુદેવ પાસેથી આ વાત આપણે સાંભળી છે. ગુરુદેવ ન હોત તો આ વાત આપણા કાન સુધી આવત નહિ.
જ્ઞાન અર્થવિકલ્પાત્મક હોય છે. અનાદિ અનંત અર્થાત્ જ્ઞાન સ્વપર પદાર્થને વિષય કરે છે, એટલે પ્રતિભાસ થાય છે અને વિષય કરે છે એમ ઉપચારથી વ્યવહારથી કહેવામાં આવે છે, એથી જ્ઞાન સામાન્યની અપેક્ષાએ, વિશેષ નહિ એ સામાન્યની અપેક્ષાએ જ્ઞાન એક જ છે. બે નથી જ્ઞાન. એક સ્વને જાણે એવું જ્ઞાન અને એક પરને જાણે એવું જ્ઞાન. એવા જ્ઞાનના બે પ્રકાર જ નથી.
આહાહા ! સમયસાર ! કુંદકુંદ ભગવાન ! ખલાસ ! જ્ઞાન એક જ પ્રકારનું છે. એક પ્રકારનું કયું? કે જેમાં સ્વપરનો પ્રતિભાસ થાય. તો પણ બે પ્રકાર થતા નથી. (શ્રોતા:- એ પ્રકારે એક પ્રકારનું છે. અનેકાકાર હોવા છતાં પણ એક છે.) એક છે એકાકાર-બેનો પ્રતિભાસ થાય પણ એ જ્ઞાન બે પ્રકારનું નથી. પ્રતિભાસ બેનો અને જ્ઞાન તો એક જ પ્રકારનું, એનું નામ જોયાકાર જ્ઞાન છે. એ જોયાકાર જ્ઞાનમાં બે શેયો પ્રતિભાસે છે છતાં પણ જ્ઞાન તો એક જ છે. શેયાકાર જ્ઞાન એનું નામ છે. સ્વપર બેયનો પ્રતિભાસ થાય છે તો પણ જ્ઞાન તો એક જ છે. આ વસ્તુનું લક્ષણ છે. જ્ઞાનનું લક્ષણ બાંધ્યું ને ઉપયોગનું. લક્ષણ બાંધ્યું સ્વપરનો પ્રતિભાસ. એ લક્ષણ છે. સ્વપરને જાણે છે એ લક્ષણ નથી. તે લક્ષણ જ નથી. પરને જાણતું જ નથી જ્ઞાન. તો પછી પરને જાણે છે એ લક્ષણ ઉપયોગમાં સમાય ક્યાંથી ?