________________
७४
અનેકાંત અમૃત જ્ઞાન જ્યારે અંતરમાં વળે છે ત્યારે એ પ્રતિભાસ અને પ્રતિભાસના વિષયને દૂર નથી કરતુંપ્રતિભાસનો વિષય તો દૂર જ છે પણ જે પ્રતિભાસ થાય છે પર્યાયમાં, એ તો જ્ઞાન છે એને દૂર કોણ કરે? અને એ પ્રતિભાસમય જ્ઞાન છે. એ જ્ઞાન આત્મામય હોવાથી આત્માને જાણતા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ, અંશે વર્તમાનમાં દેડકા ને હરણીયાને પ્રગટ થઈ જાય છે. ચોથા ગુણસ્થાને અંશે પ્રગટ થઈ જાય છે. સર્વને જાણે છે તે એક આત્માને જાણે છે, એ આ સર્વને જાણે છે ચોથા ગુણસ્થાનવાળો. પણ એ પ્રતિભાસ અને પ્રતિભાસ તરફનો પર્યાય એના તરફ લક્ષ નથી. એ જેમાં પ્રતિભાસ થાય છે એ પ્રતિભાસમય જે જ્ઞાન છે એ જ્ઞાન તો જ્ઞાયકમાં અભેદ થઈને અનુભવ કરી લે છે. પ્રતિભાસ રહી ગયો અને અનુભવ થઈ ગયો. આ પ્રક્રિયા છે. એ જ્ઞાયક જ છે એ જોય થઈ ગયું-પર્યાય ન રહી હવે-એ આત્મા થઈ ગયો.
પહેલો પારો ધ્યેયનો છે, બીજો પારો શેયનો છે. છઠ્ઠી ગાથામાં ૪૧૫ ગાથાનો સરવાળો છે. આહાહા ! નિર્વિકલ્પ ધ્યાનમાં એણે બધું જાણી લીધું. જેણે આત્માને જાણ્યો એણે સર્વને જાણ્યું અને સર્વને જાણ્યું એણે આત્માને જાણ્યો. (શ્રોતા :- કેમકે આત્મજ્ઞાનમયી સર્વજ્ઞ શક્તિ છે) એ આધાર જોવો હોય તો પ્રવચનસારની ગાથા ૪૮-૪૯, માં આ વાત છે. એકને જાણે તે સર્વને જાણે અને સર્વને જાણે છે તે એકને જાણે છે. જે સર્વને જાણતો નથી તે એકને જાણતો નથી. એટલે પ્રતિભાસને ઉડાડે છે એમ કહેવું છે. પ્રતિભાસ ઉડી શકતો નથી. (શ્રોતા :- પ્રતિભાસનો નિષેધ ન થઈ શકે) આ ડોલી ઉઠે એવી વાત છે
(શ્રોતા :- પ્રતિભાસનો નિષેધ નહિ, અને જાણવાનો અવકાશ નહિ) અવકાશ નહિ, બિલકુલ નહિ એની તરફ લક્ષ ક્યાં છે. એટલે સોગાનીજીએ એક શબ્દ એવો વાપર્યો કે જણિત જાતા હે, જણિત જાતા હૈ. પર પદાર્થ જણિત જાતા હૈ-જણિત જાતા હૈ એટલે પ્રતિભાસ થઈ રહ્યો છે એમ કહેવું છે-અને જણિત જાતા હૈ- જણાય જાય છે. આપણી ગુજરાતી ભાષામાં જણાય જાય છે એટલે એ પ્રતિભાસ છે. (શ્રોતા :- એ પ્રતિભાનો જ ધ્વનિ છે) એટલે ઉપયોગ મૂક્યા સિવાય પુરુષાર્થ કર્યા સિવાય એ જણાય જાય છે. (શ્રોતા :- એટલે એ પ્રતિભાસ જ થયો. બરોબર છે).
એનો વિષય શું છે. સામાન્યનો વિષય તો કાંઈ છે જ નહિ. એ તો એમાં પ્રતિભાસ થાય છે એમાં, બીજાં કાંઈ છે નહિ. અલૌકિક ચીજ છે. ઓહોહો ! સમજાણું? વિશેષ વિષયોની અપેક્ષાએ, પેલું તો સામાન્ય હતું-એમાં કાંઈ આને જાણે ને આને ન જાણે એવું ન હતું. જાણવું જાણવું એ તો સામાન્ય હતું-હવે વિશેષ આવ્યું. વિશેષ વિષયોની અપેક્ષાએ એ જ જ્ઞાન, જ્ઞાન તો એક જ છે. એ જ જ્ઞાન, એકમ્ કહ્યું ને. તે જ જ્ઞાનના બે ભેદ થઈ જાય