________________
૫૧
અનેકાંત અમૃત
શ્લોકાર્થ :- બાહ્ય પદાર્થો વડે સમસ્તપણે પી જવામાં આવેલું પોતાની વ્યક્તિને, પ્રગટતાને છોડી દેવાથી ખાલી (શૂન્ય) થઈ ગયેલું, સમસ્તપણે પરરૂપમાં જ વિશ્રાંત અર્થાત્ પરરૂપ ઉપર જ આધાર રાખતું એવું પશુનું જ્ઞાન (તિર્યંચ જેવા એકાંતવાદીનું જ્ઞાન) નાશ પામે છે.
શું કહે છે? કે બાહ્ય પદાર્થો વડે જ્યારે બાહ્ય પદાર્થો જણાય છે, ત્યારે પોતાનો આત્મા એને બિલકુલ જણાતો જ નથી. એટલું બધું થઈ ગયું છે કે આ બાહ્ય પદાર્થોનું જ અસ્તિત્વ છે પોતાના અસ્તિત્વને ભૂલી જાય છે. એ જ્ઞાનમાં પદાર્થો જણાય છે, તેવા જ્ઞાનનાં અસ્તિત્વને ભૂલી અને પર પદાર્થો એમાં જ આખી અર્પણતાની બુદ્ધિ થાય છે. અને પોતાની વ્યક્તિને છોડી, પોતાના દ્રવ્યને તો છોડ્યું પણ પોતાની જ્ઞાનની વ્યક્તિ જે છે પ્રગટતા, જેમાં પર પદાર્થ જણાય છે, એને છોડી દે છે. સહજ ઉદાસીન અવસ્થા જ્ઞાતાદૃષ્ટાની એનો ત્યાગ કરે છે. એટલે દ્રવ્યનો તો ત્યાગ થઈ ગયો, કેમકે દ્રવ્યને આશ્રયે તો જ્ઞાન થાય ને જ્ઞાન જણાય છે તો દ્રવ્ય જણાય. પણ તેને પર પદાર્થો જ જણાય છે. એટલે પોતાની વ્યક્તિને છોડી દેવાથી ઉદાસીન અવસ્થાનો ત્યાગ કર્યો. ત્યાગ કરવાથી જાણે ખાલી શૂન્ય થઈ ગયું જ્ઞાન. હવે ખાલી ખોખું જ્ઞાનમાં, જ્ઞાનમાં જાણે કાંઈ છે જ નહીં.
પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે દ્રવ્ય ગુણ પર્યાયનું. પરને અર્પણતા થઈ જાય છે. બીજી રીતે કહીએ તો, શેય જ્ઞાયક સંકરદોષ સમસ્તપણે પરરૂપમાં જ વિશ્રાંત, આખે આખો હું જાણે આ પરણેયોરૂપ જ છું. એવું એમાં વિશ્રામ લ્ય છે અર્થાત્ પર ઉપર જ આધાર રાખતું. જ્ઞાન આત્માને આધારે થાય છે એ ભૂલી ગયો અને જ્ઞાન પરના આધારે, તો જ્ઞાનને ભૂલી ગયો અને પર આધાર છે નિમિત્તરૂપ અને એ રૂપે હું થઈ ગયો તો જ્ઞાનની વ્યાપ્તિનો તિરસ્કાર નાશ થઈ ગયો. પશુનું જ્ઞાન તિર્યંચ જેવા એકાંતવાદીનું જ્ઞાન નાશ પામે છે. જ્ઞાન નાશ પામે છે. શક્તિની વ્યક્તિ જ્ઞાન પ્રગટ થવું જોઈએ એ ન થયું. જ્ઞાન નાશ પામે છે.
અને સાદ્વાદીનું જ્ઞાન તો જે તત્વ છે તે સ્વરૂપથી તપણું છે અર્થાતુ દરેક તત્વને વસ્તુને સ્વરૂપથી તત્પણું છે. એવી માન્યતાને લીધે દ્રવ્ય, ગુણ ને પર્યાય એ તત્ છે. એમાં શેયોનો અભાવ છે એ અત છે. પણ એકાંતવાદી તો) જોયોને જ જ્ઞાન માને છે, શયોને જ આત્મા માને છે અને આખો આત્માને ભૂલી ગયો છે. સ્યાદ્વાદીનું જ્ઞાન તો જે તત્ છે, તે સ્વરૂપથી તત્ છે એમ. સ્વરૂપથી તત્ છે એટલે કે પરરૂપથી અતત્ છે એમ ઈ જાણે છે સ્યાદ્વાદી. એવી માન્યતાને લીધે અત્યંત પ્રગટ થયેલા, જો અત્યંત પ્રગટ થયેલાં જ્ઞાનધનરૂપ સ્વભાવના ભારથી સામર્થ્યથી જ્ઞાન પ્રગટ થયું. શેય ભલે જણાય પણ અહીંયા (અંદર)