________________
૪૫
અનેકાંત અમૃત પદ્રવ્યપણે પણ છું, એ તો અજ્ઞાન છે. ઈ ક્યાં છે એવું સ્વરૂપ? સ્વદ્રવ્યપણે છું ને પરદ્રવ્યપણે નથી. અને સ્વક્ષેત્રપણે છું ને પરક્ષેત્રની મારામાં નાસ્તિ છે. સ્વકાળપર્યાયપણે હું છું અને પરકાળની મારામાં નાસ્તિ છે. આખું ચતુષ્ટય લઈ લીધું. નદ્રવ્ય ખંયામિ, ન ક્ષેત્રે ખંયામિ, ન કાળે ખંડ્યામિ, ન ભાવે ખંડ્યામિ. આખું દ્રવ્ય. સમજી ગયા બેન ! દ્રવ્ય દ્રવ્ય વચ્ચે ભેદજ્ઞાન કરી અનેકાંત જિવાડે છે. સ્વક્ષેત્રમાં પરક્ષેત્રની નાસ્તિ, અનેકાંત જિવાડે છે. અતિ નાસ્તિ છે ને!
સ્વકાળમાં પરકાળની નાસ્તિ. આ પર્યાયમાં પરની પર્યાયની નાસ્તિ. પર જણાય છે ભલે, પરનું પરિણમન હોય ભલે પણ પરનું પરિણમન આમાં નથી આવતું. જ્ઞાનરૂપે છે ને શેયરૂપે નથી. સ્વકાળમાં પર્યાય લેવી. ભાવમાં ગુણ લેવો. જ્ઞાનગુણ જ્ઞાનગુણરૂપે છે અને પુદ્ગલના ગુણરૂપે સ્પર્શ, ગંધ, રૂપરૂપે નથી. ગુણે ગુણનું ભેદજ્ઞાન. એક ગુણમાં બીજા ગુણની નાસ્તિ. એક પર્યાયમાં બીજા દ્રવ્યના પર્યાયની નાસ્તિ. સ્વક્ષેત્રમાં પરક્ષેત્રની નાસ્તિ. આ દ્રવ્ય કેવું છે? ખબર છે? એનું ક્ષેત્ર, એનો કાળ ને ભાવમય એક દ્રવ્ય છે. સ્વચતુષ્ટમય એક પદાર્થ છે. પરથી જુદું પાડવું છે ને. એના ચાર ભેદ પાડે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ.
હવે ક્ષેત્રનો બોલ આવે છે. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ પરક્ષેત્રગત (પર ક્ષેત્રે રહેલા) શેય પદાર્થોના પરિણમનને લીધે પરક્ષેત્રથી જ્ઞાનને સતુ માનીને-અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વક્ષેત્રથી અસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે. જેમકે આ મકાન છે. જેમકે આ મકાનનું ક્ષેત્ર છે તે મારું છે તો નાશ થઈ ગયો. કેમકે સ્વક્ષેત્રમાં પરક્ષેત્રની નાસ્તિ છે. અસ્તિનાસ્તિ ન કરતાં ખીચડો કર્યો. એમ ખાટી મીઠી પર્યાય પુગલની તેનું અહીંયા જ્ઞાન થયું તો પરકાળનો મારામાં અભાવ છે.
એમ ગુણ. આ જ્ઞાનમાત્ર ભાવ પરક્ષેત્રગત જ્ઞેય પદાર્થોના પરિણમનને લીધે, પરક્ષેત્રથી જ્ઞાનને સત્ માનીને, અંગીકાર કરીને નાશ પામે છે. પરક્ષેત્ર છે તો સ્વક્ષેત્ર છે. પરક્ષેત્ર નથી તો સ્વક્ષેત્ર પણ નથી, પોતાના સ્વક્ષેત્રનો નાશ કર્યો. જેમ હું પરને જાણનારો છું તો તેમાં સ્વજોયનો નાશ કર્યો. સ્વજોયને આહીંથી (આત્મામાંથી) ઉથાપ્યું ને ત્યાં (પરમાં) શેયને સ્થાપ્યું. આપણે ભિંડમાં વાત કરી હતી ને તે આ. બધા બહુ ખુશી થઈ ગયા. ન્યાય હતો એમાં. ત્યારે તે જ્ઞાનમાત્ર ભાવનું સ્વક્ષેત્રથી અસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે. સ્વક્ષેત્રમાં જ્યાં આવ્યો ત્યાં પરક્ષેત્રની એકતા તૂટી ગઈ. સ્વક્ષેત્રમાં પરક્ષેત્રની નાસ્તિ.
વળી જ્યારે જ્ઞાનમાત્રભાવ સ્વક્ષેત્ર હોવાને (રહેવાને પરિણમવાને) માટે, પરક્ષેત્રગત શેયોના આકારોના ત્યાગ વડે, વ્યંજન પર્યાય, આકારો લીધાને ક્ષેત્રમાં, આકારોના ત્યાગ