________________
૪૧
અનેકાંત અમૃત
બીજું હવે એકપણું અને અનેકપણું આવે છે ને, હવે એ આવશે. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ અનેક શેયાકા૨ો વડે (જ્ઞેયોના આકારો વડે) પોતાનો સકળ (આખો, અખંડ) એક જ્ઞાન આકાર ખંડિત થયો થકો માનીને નાશ પામે છે. અનેક શેયાકારોનું અહિં જ્ઞાન થતા, હું અનેકરૂપ થઈ ગયો, જ્ઞાન તો એકરૂપ રહે છે, કાંઈ અનેકરૂપે થતું નથી છતાં તેની નજર જ્ઞાન ઉપર નથી અને પર્યાયષ્ટિ છે એટલે જ્ઞેયો અનેક પ્રકારના પ્રતિભાસતા હું અનેકરૂપે થઈ ગયો એવી ભ્રાંતિ થાય છે એમ.
ત્યારે તે (જ્ઞાનમાત્ર ભાવનું) દ્રવ્યથી એકપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે. નાશ પામવા દેતો નથી. ભલે જ્ઞેયાકારો જ્ઞાનમાં જણાય પણ દ્રવ્ય અપેક્ષાએ તો એકપણું છે એમ. દ્રવ્ય અપેક્ષાએ એક અને પર્યાય અપેક્ષાએ અનેક એમ કહે છે.
વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ એક જ્ઞાન આકારનું ગ્રહણ કરવા માટે અનેક શેયાકારોના ત્યાગ વડે, પોતાનો નાશ કરે છે (અર્થાત્ જ્ઞાનમાં જે અનેક જ્ઞેયોના આકાર આવે છે તેમનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે) કેમકે અનંત જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિભાસે છે. તેઓ મારા જ્ઞાનમાં અનેકપણું પ્રતિભાસે છે, તે ખોટું છે તે કાઢી નાખવા માંગે છે. જ્ઞાનમાંથી એ શેયાકારોને કાઢવા માંગે છે, એ જ્ઞેયાકારો તો ભિન્ન છે. નિમિત્તભૂત જ્ઞેયાકા૨ો તો ભિન્ન છે પણ નૈમિત્તિકભૂત જ્ઞેયાકા૨ો છે તે તો જ્ઞાનની પર્યાય છે એ આત્માનું રૂપ છે. એનો જ ધર્મ છે અને એ તો વસ્તુનું સ્વરૂપ છે એમ.
જો કુછ ઝલકતા જ્ઞાનમેં વહ શેય નહીં બસ જ્ઞાન હૈ. શેયકૃત અશુદ્ધતા તેમાં નથી. એમાં બધું જણાય. રાગ જણાય, દ્વેષ જણાય, ક્રોધ જણાય, સિંહ જણાય, વીંછી જણાય, સર્પ જણાય, દુઃખ જણાય-જણાયને. ભલે જણાય. એટલે જ્ઞેયાકારોનો ત્યાગ કરે છે. જ્ઞેયના લક્ષનો ત્યાગ તો બરાબર છે પણ શેયાકારનો ત્યાગ થોડો થઈ શકે ? એ તો ન થઈ શકે. એ તો જીવની પર્યાય છે. એ પર્યાય સ્વઆશ્રિત છે. આત્માશ્રિત છે. ૫૨ જેમાં જણાય છે તે પર્યાય સ્વઆશ્રિત છે આત્માશ્રિત છે. સ્વ જણાય કે ૫૨ જણાય જ્ઞાનની પર્યાય તો આત્માશ્રિત જ હોય. સ્વપરપ્રકાશક એ પોતાનું સામર્થ્ય છે. એ પર્યાય પોતાના આશ્રયે પ્રગટ થાય છે. એટલે ઈ આ જ્ઞેયાકારોને હું કાઢી નાખું એ એની ભૂલ છે. શેયનું લક્ષ છોડી જ્ઞાયકનું લક્ષ કર, તો પર્યાયમાં એ પ્રતિભાસે તો કોઈ વાંધો નથી એમ. થોડીક અટપટી આ વાત છે. સમજી ગયા. જ્ઞેય જણાતું જ નથી એ વિષય જુદો, અને તેના લક્ષનો નિષેધ છે તેના પ્રતિભાસનો ક્યાં નિષેધ છે ? તેના પ્રતિબિંબનો નિષેધ ક્યાં છે?
બિંબનું લક્ષ કર્યા વિના આત્માના લક્ષે પ્રતિબિંબો છે એ જણાય છે. બિંબ નથી જણાતું. શેયાકાર જ્ઞાન જણાય છે. એ આવે છે કે એકવાર વિશેષ શેયાકાર જ્ઞાનનો તિરોભાવ કર,