________________
અનેકાંત અમૃત
૨૫
પહેલા તો આચાર્ય થાય જ ને. આચાર્ય થયા પછી એક સ્વાંગ આવશે. (શ્રોતા :- પર્યાય તો નામ છે બાકી પરદ્રવ્ય છે. ઉસકા અભિપ્રાય તો પરદ્રવ્ય સે હી એકત્વ કા રહા ના ? પર્યાય સે એકત્વબુદ્ધિ હૈ તો પર્યાય તો પણ ૫૨ દ્રવ્ય છે ને)
પરદ્રવ્ય એની હારે એકત્વ. (શ્રોતા :- તો પરદ્રવ્યકી જાતસે એકત્વ હૈ તો પછી પરદ્રવ્યસે એકત્વ હી હુઆ ના !) એકત્વ હો ગયા ના ! એટલે હાથ હલાવી શકું છું, બોલી શકું છું, રોટલીના કટકા કરી શકું છું એટલે પરની કર્તૃત્વબુદ્ધિ એકત્વબુદ્ધિ છે માટે કર્તૃત્વબુદ્ધિ છે. અને એક રાગની એકત્વબુદ્ધિ છે માટે પરની એકત્વબુદ્ધિ લંબાઈ જાય છે. અહીંથી (અંદરથી) તૂટે તો ઓલી લંબાઈ નહીં. (શ્રોતા ઃ- બરાબર ! એકદમ બહુ સરસ ! મૂળ તો અહીંથી (અંદરથી) તૂટવું જોઈએ.) મૂળ અહીંથી તૂટે છે. મૂળ અહીંથી તૂટે છે. ખરેખર ભેદજ્ઞાન તો અંદર જ છે ને બહાર તો પદાર્થ ભિન્ન જ છે.
(શ્રોતા :- આપ કહો છો ને ! હેય-ઉપાદેય તો અંદર જ છે !) અંદર જ છે ! (શ્રોતા ઃબહાર તો બધું જ્ઞેય છે) અને ૩૮ મી ગાથામાં અંદર જ લીધું. ૫૦ મી ગાથામાં અંદર બહારની વાત જ નહીં. નવ તત્ત્વ જે પર્યાય છે એનાથી આત્મા ભિન્ન છે. અજીવ પણ પર્યાય છે. અજીવનો વિકલ્પ એ અજીવ છે પોતે. સ્વચતુષ્ટયમાં આખું પ્રમાણનું દ્રવ્ય લીધું અને પ્રમાણના દ્રવ્યમાં પરદ્રવ્યની નાસ્તિ લીધી. (શ્રોતા :- પ્રમાણ કે દ્રવ્ય મેં પર દ્રવ્યની નાસ્તિ) હાં. પ્રમાણનું દ્રવ્ય લીધું છે.
હવે આગળ, નિત્ય-અનિત્યનો બોલ આવે છે. નિત્યમાં જોવો જો. નિત્યનો બોલ આવે છે. વાંચો ! અનાદિનિધન અવિભાગ, જેમ ઓલા સહવર્તી ને ક્રમવર્તીમાં અવિભાગ આવ્યું તું ને ! એમ નિત્યમાં પણ એકલું સામાન્ય નથી, સામાન્ય વિશેષાત્મક આખો નિત્ય છે. ધીમે ધીમે વાંચો.
અનાદિ નિધન, બરાબર, છે. અનાદિ અનંત અવિભાગ એકવૃત્તિરૂપે પરિણતપણા વડે પરિણામી દ્રવ્ય. અનાદિ નિધન અવિભાગ એકવૃત્તિરૂપે એટલે નિત્યવૃત્તિ પરિણતપણા વડે, જો તમે ઓલું નિત્ય લ્યો તો એ પરિણામી ના હોય. સામાન્ય જે સ્વભાવ કુટસ્થ અપરિણામી એ નિત્ય નથી. તેનું તે, તેનું તે, પરિણમે છે તો પણ નિત્ય નિત્ય નિત્ય નિત્ય નિત્ય રહ્યા કરે છે. એમ ! જેવી રીતે એક ને અનેકમાં આપણે લીધું તું તેમ. (શ્રોતા :- જૈસે પરિણામીમેં એક અનેક ઘટાયા થા) હાં. એવો એક પરિણામી છે.
(શ્રોતા :- પરિણામીમાં નિત્ય-અનિત્ય ?) દ્રવ્ય નિત્ય પર્યાય અનિત્ય એમ નથી. દ્રવ્ય જ નિત્ય છે ને આખું દ્રવ્ય અનિત્ય છે. (શ્રોતા :- અચ્છા !) હાં. નિત્ય-અનિત્ય ધર્મ એક દ્રવ્યનો છે. (શ્રોતા :- એક દ્રવ્યનું છે એક પરિણામનું નહીં !) એક દ્રવ્યનો ને એક પર્યાયનો