________________
૫
અનેકાંત અમૃત
નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) દ્રવ્યથી એકપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી. ૩. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ એક જ્ઞાન-આકારનું ગ્રહણ કરવા માટે અનેક શેયાકારોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે (અર્થાત્ જ્ઞાનમાં જે અનેક શેયોના આકાર આવે છે તેમનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પર્યાયોથી અનેકપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૪. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ, જાણવામાં આવતાં એવા પરદ્રવ્યોના પરિણમનને લીધે જ્ઞાતૃદ્રવ્યપણે માનીને-અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વદ્રવ્યથી સત્યણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી. ૫. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ ‘સર્વ’ દ્રવ્યો હું જ છું (અર્થાત્ સર્વ દ્રવ્યો આત્મા જ છે)’ એમ પરદ્રવ્યને જ્ઞાતૃદ્રવ્યપણે માનીને-અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરદ્રવ્યથી અસત્પણું પ્રકાશતો થકો (અર્થાત્ પરદ્રવ્યરૂપે આત્મા નથી એમ પ્રગટ કરતો થકો) અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૬.
જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ પરક્ષેત્રગત (-પરક્ષેત્રે રહેલા) જ્ઞેય પદાર્થોના પરિણમનને લીધે પરક્ષેત્રથી જ્ઞાનને સત્ માનીને-અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વક્ષેત્રથી અસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી. ૭. વળી જ્યારે તે જ્ઞાનમાત્રભાવ સ્વક્ષેત્રે હોવાને (-રહેવાને, પરિણમવાને) માટે, પરક્ષેત્રગત શેયોના આકારોના ત્યાગ વડે (અર્થાત્ જ્ઞાનમાં જે પરક્ષેત્રે રહેલ શેયોના આકાર આવે છે તેમનો ત્યાગ કરીને) જ્ઞાનને તુચ્છ કરતો થકો પોતાનો નાશ કરે છે, ત્યારે સ્વક્ષેત્રે રહીને જ પરક્ષેત્રગત શેયોના આકારોરૂપે પરિણમવાનો જ્ઞાનનો સ્વભાવ હોવાથી (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરક્ષેત્રથી નાસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૮. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ પૂર્વાલંબિત પદાર્થોના વિનાશકાળે (-પૂર્વે જેમનું આલંબન કર્યું હતું એવા શેય પદાર્થોના વિનાશ વખતે) જ્ઞાનનું અસત્પણું માનીને-અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વકાળથી (-જ્ઞાનના કાળથી) સત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી. ૯. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ પદાર્થોના આલંબનકાળે જ (-માત્ર જ્ઞેય પદાર્થોને જાણવા વખતે જ) જ્ઞાનનું સ૫ણું માનીને-અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરકાળથી (શેયના કાળથી) અસત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૧૦. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ, જાણવામાં આવતા એવા પરભાવોના પરિણમનને લીધે