________________
૧૧ ૬
અનેકાંત અમૃત પછી સાધના કરશે. અસંખ્ય અબજ વર્ષ જતાં રહે છે એક સાગરમાં, તો એવા સાગરો જતાં રહેશે પછી એને મોક્ષ થશે. પણ એ અસંખ્ય અબજ વર્ષ પછી મોક્ષ થવાનો છે એનું જ્ઞાન અત્યારે થઈ જાય છે. (શ્રોતા :- કેમકે એનો પ્રતિભાસ છે, તો પ્રતિભાસ છે ને તો એનો આવિર્ભાવ થાય.) જે જ્ઞાનને જાણે છે તે જોયને જાણે છે જે જ્ઞાનને જાણતો નથી તે શેયને જાણતો નથી. અરે આ પ્રતિભાસનો આવિર્ભાવ થાય છે ને એટલું કોઈકને ખ્યાલમાં આવે ને તો જ્ઞાનના સામર્થ્યમાં આવી જાય. અને પ્રતિભાસનો પક્ષ આવી જાય અને હું પરને જાણુ છું એ પક્ષ છૂટી જાય. ભલે અંદર જતા વાર લાગે પણ એનો પક્ષ છૂટી જાય. હું પરને જાણું છું એ પક્ષ છૂટી જાય.
પણ હું પરને જાણતો નથી ત્યારે તો પરને જાણશે. (શ્રોતા :- બરાબર-પરને જાણતો નથી ત્યારે તો પરને જાણશે) પંકજ ! જૈનદર્શન અપૂર્વ છે. જૈન ધર્મની ટોચે કોઈ આવતું નથી. (શ્રોતા :- પરને જાણતો નથી ત્યારે તો પરને જાણશે) બધું જણાય જશે. તું એકને જાણતો નથી એમ તો કહે તો અનેક જણાય જશે. એવું આમાં છે લખેલું. (શ્રોતા :- એક પણ પરને હું જાણતો નથી એમ કહે તો બધું પર જણાય જશે) વગર પુરુષાર્થે હોં-પુરુષાર્થ તો અંદરમાં જવાનો છે. એને જાણવાનો ક્યાં પુરુષાર્થ છે-પુરુષાર્થ વગર મફતના ભાવે જણાય જાય છે.
પહેલાના કાળમાં શાકભાજી લેવા જઈને તો કોથમરી મરચા મફત આપી દેતા-૭૦ વર્ષ પહેલાની વાત કરું છું. સમજી ગયા. આ તો આત્માને જાણતાં બધું જણાય જાય છે મફતના ભાવ-તારે જાણવાનો પ્રયત્ન નહિ કરવો પડે ભાઈ ! તૃપ્ત-તૃપ્ત થઈ જાઈશ જણાય ગયું બધુ. આત્માને જાણ્યો, એણે બધું જાણ્યું, કાંઈ બાકી ન રહ્યું. જાણવાની ઇચ્છા મરી જાય. ઇચ્છા એટલે એકત્વબુદ્ધિની ઇચ્છા-વાંછા નથી રહેલી જાણવાની.
(શ્રોતા - આત્માને જાણે એ પર્યાય તો સ્વપરના પ્રતિભાસમય છે. તો આત્માને જાણે છે તો જ્ઞાનની પર્યાય ન જણાય? એવું તો બને નહિ. અને એ તો પ્રતિભાસમય છે તો લોકાલોક જણાય જાય છે, જે જાણવાની ક્રિયાની રીત સમજાવી ભૂલ થવાનો અવકાશ નથી.) ઘણાં વર્ષો પહેલાં-વર્ષો થઈ ગયા સોનગઢમાં એક ઉદેપુરવાળા ભાઈ હતા એને કહ્યું કે આત્મા પરને જાણતો નથી. જાણે છે ખરો પણ ડાયરેક્ટ નથી જાણતો-ઇનડાયરેક્ટ જાણે છે-આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શું? ઈનડાયરેક્ટ એટલે જ્ઞાનને જાણતાં જોયો જણાય જાય છે.
અખંડ એક પ્રતિભાસમય જો મહાસામાન્ય ઉસ સ્વભાવવાલે આત્માકો-વિશેષ આઠ પર્યાયવાળો આત્મા નથી. સામાન્યવાળો છે આત્મા-જો પ્રત્યક્ષ નહિ જાનતા આવા