________________
૯૧
અનેકાંત અમૃત જ પ્રત્યેકને અતીત, અનાગત અને વર્તમાન એવા (ત્રણ) ભેદોથી ભેટવાળા નિરવધિ ૨વૃત્તિપ્રવાહની અંદર પડતા (-સમાઈ જતા) અનંત પર્યાયો છે. એ રીતે આ બધોય (દ્રવ્યોને પર્યાયોનો) સમુદાય જોય છે. તેમાં જ એક કોઈ પણ (ગમે તે) જીવદ્રવ્ય જ્ઞાતા છે. હવે અહીં, જેમ સમસ્ત દાહ્યને દહતો અગ્નિ સમસ્તદાહ્યહેતુક (-સમસ્ત દાહ્ય જેનું નિમિત્ત છે એવા) સમસ્તદાહ્યાકારપર્યાયે પરિણમેલું સકળ એક દહન જેનો આકાર છે એવા પોતારૂપે (-અગ્નિરૂપે) પરિણમે છે, તેમ સમસ્ત શેયને જાણતો જ્ઞાતા (-આત્મા) સમસ્તશેયહેતુક સમસ્તત્તેયાકારપર્યાયે પરિણમેલું સકળ એક જ્ઞાન જેનો આકાર છે એવા પોતારૂપે-જે ચેતનપણાને લીધે સ્વાનુભવપ્રત્યક્ષ છે તે રૂપે-પરિણમે છે. આ પ્રમાણે ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે. પરંતુ જે સમસ્ત શેયને નથી જાણતો તે (આત્મા), જેમ સમસ્ત દાહ્યને નહિ દહતો અગ્નિ સમસ્તદાહ્યહેતુક સમસ્તદાહ્યાકારપર્યાયે પરિણમેલું સકળ એકદહન જેનો આકાર છે એવા પોતારૂપ પરિણમતો નથી તેમ, સમસ્તøયuતક સમસ્તøયાકારપર્યાયે પરિણમેલું સકળ એક જ્ઞાન જેનો આકાર છે એવા પોતારૂપે-પોતે ચેતનપણાને લીધે સ્વાનુભવ-પ્રત્યક્ષ હોવા છતાં પણ-પરિણમતો નથી (અર્થાત્ પોતાને પરિપૂર્ણપણે અનુભવતો નથી જાણતો નથી). આ રીતે એમ ફલિત થાય છે કે જે સર્વને જાણતો નથી તે પોતાને (-આત્માને) જાણતો નથી.
ભાવાર્થ:- જે અગ્નિ કાષ્ટ, તૃણ, પર્ણ વગેરે સમસ્ત દાહ્યને દહતો (-બાળતો) નથી, તેનો દહનસ્વભાવ (કાષ્ટાદિ સમસ્ત દાહ્ય જેનું નિમિત્ત છે એવા) સમસ્તદાહ્યાકારપર્યાયે નહિ પરિણમતો હોવાથી અધૂરારૂપે પરિણમે છે-પરિપૂર્ણરૂપે પરિણમતો નથી, તેથી પરિપૂર્ણ એકદહન જેનું સ્વરૂપ છે એવો તે અગ્નિ પોતાપણે જ પૂર્ણ રીતે પરિણમતો નથી, તેવી જ રીતે જે આત્મા સમસ્ત દ્રવ્ય-પર્યાયરૂપ સમસ્તયને જાણતો નથી, તેનું જ્ઞાન (સમસ્ત જોય જેનું નિમિત્ત છે એવા) સમસ્તન્નયાકાર પર્યાયે નહિ પરિણમતું હોવાથી અધૂરારૂપે પરિણમે છેપરિપૂર્ણરૂપે પરિણમતું નથી, તેથી પરિપૂર્ણ એક જ્ઞાન જેનું સ્વરૂપ છે એવો તે આત્મા પોતારૂપે જ પૂર્ણ રીતે પરિણમતો નથી અર્થાત્ પોતાને જ પૂર્ણ રીતે અનુભવતો-જાણતો નથી. આ રીતે સિદ્ધ થયું છે કે જે સર્વને જાણતો નથી તે એકને-પોતાને-(પૂર્ણ રીતે) જાણતો નથી. ૪૮
૧. નિરવધિ = અવધિ-ઉદ-મર્યાદા-અંત વગરનું. ૨. વૃત્તિ = વર્તવું તે; ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય; અસ્તિત્વનું પરિણતિ. ૩. દહન = દહવું-બાળવું તે. ૪. આકાર = સ્વરૂપ. ૫. સકળ = આખું: પરિપર્ણ. ૬. પોતારૂપે = નિજરૂપે; આત્મારૂપે.