________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮
છઠ્ઠું પર્વ
પદ્મપુરાણ થયેલાં વૃક્ષો ઉખાડી નાખ્યાં જે વૃક્ષો ફળ, ફૂલથી લચેલાં હતાં. કેટલાકે થાંભલા ઉખાડી નાખ્યા અને કેટલાક સામંતોના શરી૨ ઉપ૨ના અગાઉ પડેલા ઘા પણ ક્રોધને કારણે ફાટી ગયા, તેમાંથી લોહીની ધારા નીકળવા લાગી, જાણે કે ઉત્પાતનો મેઘ જ વરસી રહ્યો હોય. કેટલાક ગર્જના કરવા લાગ્યા તે કારણે દશે દિશાઓ શબ્દથી ભરાઈ ગઈ. કેટલાક યોદ્ધા માથાના વાળ ઉછાળવા લાગ્યા, જાણે રાત્રિ જ પડી ગઈ હોય! આવી અપૂર્વ ચેષ્ટાઓથી વાનરવંશી વિધાધરોની સેના અન્ય વિધાધરોને મારવા તૈયાર થઈ ગઈ. હાથી સાથે હાથી, ઘોડા સાથે ઘોડા અને ૨થ સાથે રથ યુદ્ધ કરવા લાગ્યા. બન્ને સેનાઓ વચ્ચે મહાયુદ્ધ થયું, આકાશમાં દેવો કૌતુકથી જોવા લાગ્યા. આ યુદ્ધની વાત સાંભળીને રાક્ષસવંશી વિધાધરોનો અધિપતિ લંકાનો સ્વામી રાજા સુકેશ વાનરવંશીઓની સહાય કરવા આવ્યો. રાજા સુકેશ હિકંધ અને અંધકનો પરમ મિત્ર હતો. જેમ ભરત ચક્રવર્તીના સમયમાં રાજા અકંપનની
પુત્રી સુલોચનાના નિમિત્તે અર્કકીર્તિ અને જયકુમારનું યુદ્ધ થયું હતું તેવું આ યુદ્ધ થયું. આ સ્ત્રી જ યુદ્ધનું મૂળ કારણ છે. વિજયસિંહ અને રાક્ષસવંશી, વાનરવંશીઓ વચ્ચે મહાયુદ્ધ ચાલતું હતું ત્યારે હ્રિબંધ કન્યાને લઈ ચાલ્યો ગયો અને તેના નાના ભાઈ અંકે ખડ્ગથી વિજયસિંહનું મસ્તક કાપી નાખ્યું. વિજયસિંહ વિના તેની બધી સેના વેરણછેરણ થઈ ગઈ, જેમ એક આત્મા વિના સર્વ ઇન્દ્રિયો વિખરાઈ જાય છે તેમ. ત્યારે વિજયસિંહના પિતા અનિવેગ પોતાના પુત્રનું મરણ થયું તેમ સાંભળીને શોકથી મૂર્છિત થઈ ગયા. જેની છાતી પોતાની સ્ત્રીઓના આંસુથી ભીંજાઈ ગઈ છે એવો તે ઘણા લાંબા સમય પછી મૂર્છામાંથી જાગ્યો અને પુત્રના વેરથી શત્રુઓ ઉપર ભયંકર આક્રમણ કર્યું. લોકો તેનું આક્રમણ જોઈ ન શક્યા. જાણે કે પ્રલયકાળના ઉત્પાતના સૂર્યે તેનું રૂપ ધારણ કર્યું હતું. તેણે સર્વ વિધાધરોને સાથે લઈ કિકુંપુરને ઘેરો ઘાલ્યો. પોતાના નગરને ઘેરાયેલું જોઈને બન્ને ભાઈઓ વાનર અંકિત ધ્વજ લઈ સુકેશ સાથે અનિવેગ સાથે યુદ્ધ કરવા નીકળ્યા. ત્યાં પરસ્પર ભયંકર યુદ્ધ થયું. ગદા, શક્તિ, બાણ, પાશ, કુહાડા, ખડ્ગ આદિ શસ્ત્રોથી મહાન યુદ્ધ થયું. તેમાં પુત્રના વધથી ઊપજેલી ક્રોધાગ્નિની જ્વાળાથી પ્રજ્વલિત અશનિવેગ અંધકની સામે આવ્યો. ત્યારે મોટાભાઈ કહકંધે વિચાર્યું કે મારો ભાઈ અંધક તો હજી નવયુવાન છે અને આ પાપી અશિનવેગ મહાબળવાન છે માટે હું ભાઈને મદદ કરું. ત્યાં કિઠકંધ આવ્યો અને અશનિવેગનો પુત્ર વિધુહ્વાહન કિહબંધની સામે આવ્યો. કિંધ અને વિધુહાન વચ્ચે ભયંકર યુદ્ધ થયું તે વખતે અનિવેગે અંધકને મારી નાખ્યો. અંધક પૃથ્વી ઉપર પડી ગયો. જેમ પ્રભાતનો ચંદ્ર કાંતિ રહિત થઈ જાય તેમ અંકનું શરીર કાંતિરહિત થઈ ગયું. આ તરફ કિંધે વિધુાહનની છાતી ઉ૫૨ શિલા ફેંકી તેથી તે મૂર્છિત થઈને પડયો, થોડી વારે સચેત થઈ તેણે તે જ શિલા કિઠુકંધ ઉ૫૨ ફેંકી. હ્રિબંધ મૂર્છા ખાઈને ચક્કર ખાવા લાગ્યો. લંકાના સ્વામીએ તેને સચેત કર્યો અને હિબંધને વ્હિકુંપર લઈ આવ્યા. કિધે આંખો ઉઘાડીને જોયું તો ભાઈ નહોતો. એટલે પાસે રહેલાઓને પૂછવા લાગ્યો કે મારો ભાઈ ક્યાં છે? લોકો નીચું જોઈ ગયા. રાજ્યમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com