________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર
છઠ્ઠું પર્વ
પદ્મપુરાણ ઉત્પન્ન થયેલ દીપ્તિથી દેદીપ્યમાન હતી. તેમને જોઈને નેત્રકમળ ખૂલી ગયાં. મહાવિનયવાન થઈને દેવ અને વિધાધરે તેમને ધર્મનું સ્વરૂપ પૂછ્યું.
જે મુનિનું મન પ્રાણીઓના હિતમાં સાવધાન છે અને સંસારના કારણરૂપ રાગાદિના પ્રસંગથી દૂર છે એવા મુનિરાજે જેમ મેધ ગંભીર ધ્વનિથી ગર્જે અને વ૨સે તેમ મહાગંભી૨ ધ્વનિથી જગતના કલ્યાણ નિમિત્તે ૫૨મ ધર્મરૂપ અમૃત વરસાવ્યું. જ્યારે મુનિ જ્ઞાનનું વ્યાખ્યાન કરવા લાગ્યા ત્યારે મેઘગર્જના જેવો અવાજ સાંભળીને લતાઓના માંડવામાં બેઠેલા મયૂરો નૃત્ય કરવા લાગ્યા. મુનિ કહેવા લાગ્યા-અહો દેવ વિદ્યાધરો! તમે મન દઈને સાંભળો. ત્રણ લોકને આનંદ આપનાર શ્રી જિનરાજે ધર્મનું જે સ્વરૂપ કહ્યું છે તે હું તમને કહું છું. કેટલાક જીવો નીચબુદ્ધિ હોય છે, વિચારરહિત જચિત્ત છે તે અધર્મને જ ધર્મ માનીને સેવે છે. જે માર્ગને જાણતા નથી તે ઘણા કાળે પણ મનવાંછિત સ્થાન ૫૨ પહોંચતા નથી. મંદમતિ, મિથ્યાદષ્ટિ, વિષયભિલાષી જીવો હિંસાથી ઊપજેલા અધર્મને ધર્મ જાણી સેવે છે. તે નરક નિગોદનાં દુઃખ ભોગવે છે. જે અજ્ઞાની જૂઠાં દષ્ટાંતોથી ભરેલા મહાપાપના પુંજ એવા મિથ્યા ગ્રંથોના અર્થને ધર્મ જાણી પ્રાણીવાત કરે છે તે અનંત સંસારમાં ભ્રમણ કરે છે. જે અધર્મની ચર્ચા કરીને નકામો બકવાસ કરે છે, તે લાકડીથી આકાશ ઉપર પ્રહાર કરે છે. જો કદાચિત્ મિથ્યાદષ્ટિઓને કાયક્લેશાદિ તપ હોય અને શબ્દજ્ઞાન પણ હોય તો પણ મુક્તિનું કારણ નથી. સમ્યગ્દર્શન વિના જે જાણપણું હોય છે તે જ્ઞાન નથી અને જે આચરણ હોય છે તે કુચારિત્ર છે. મિથ્યાદષ્ટિઓને જે વ્રત તપ છે તે પોષણ બરાબર છે. અને જ્ઞાની પુરુષોને જે તપ છે તે સૂર્યમણિ સમાન છે. ધર્મનું મૂળ જીવદયા છે અને દયાનું મૂળ કોમળ પરિણામ છે. તે કોમળ પરિણામ દુષ્ટોને કેવી રીતે હોય ? પરિગ્રહધારી પુરુષોને આરંભથી હિંસા અવશ્ય થાય છે. માટે દયાના નિમિત્તે પરિગ્રહ આરંભ ત્યજવો જોઈએ. સત્ય વચન ધર્મ છે. પરંતુ જે સત્યથી પરજીવને પીડા થાય તે સત્ય નથી, જજૂઠ જ છે. ચોરીનો ત્યાગ કરવો, પ૨ના૨ી છોડવી, પરિગ્રહનું પરિમાણ કરવું, સંતોષવ્રત ધારણ કરવું. ઈન્દ્રિયના વિષયો ટાળવા, કષાયો ક્ષીણ કરવા, દેવ-ગુરુ-ધર્મનો વિનય કરવો, નિરંતર જ્ઞાનનો ઉપયોગ રાખવો, આ સમ્યગ્દષ્ટિ શ્રાવકનાં વ્રતો તમને કહ્યાં. હવે ગૃહત્યાગી મુનિઓનો ધર્મ સાંભળો. સર્વ આરંભનો પરિત્યાગ, દશલક્ષણધર્મનું ધારણ, સમ્યગ્દર્શનયુક્ત મહાજ્ઞાન વૈરાગ્યરૂપ યતિનો માર્ગ છે. મહામુનિ પંચ મહાવ્રતરૂપ હાથીના સ્કંધ ઉપર બેઠા છે, ત્રણ ગુપ્તિરૂપ દૃઢ બખ્તર પહેરે છે અને પાંચ સમિતિરૂપ પ્યાદાઓથી સહિત છે, નાના પ્રકારના તપરૂપ તીક્ષ્ણ શસ્ત્રોથી મંડિત છે, ચિત્તને આનંદ આપનાર છે, આવા દિગંબર મુનિરાજ કાળરૂપ વેરીને જીતે છે. તે કાળરૂપ વેરી મોહરૂપ મસ્ત હાથી ઉ૫૨ બેઠો છે અને કષાયરૂપ સામંતોથી મંડિત છે. યતિનો ધર્મ પરમનિર્વાણનું કારણ છે, મહામંગળરૂપ છે, ઉત્તમ પુરુષો વડે સેવવા યોગ્ય છે. શ્રાવકનો ધર્મ તો સાક્ષાત્ સ્વર્ગનું કારણ છે અને પરંપરાએ મોક્ષનું કારણ છે. સ્વર્ગમાં દેવોના સમૂહમાં રહીને મનવાંછિત ઇન્દ્રિયોનાં સુખ ભોગવે છે અને મુનિના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com