________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
પદ્મપુરાણ
એકસો તેવીસમું પર્વ
૫૫
ચોમાસામાં મુનિઓનો વિહા૨ થાય નહિ. હવે એ આહાર કેવી રીતે કરશે ? તેથી વિધાની પ્રબળ શક્તિથી નજીકમાં એક નગર બનાવ્યું, જ્યાં બધી સામગ્રી પૂર્ણ હતી, બહાર જાતજાતના બગીચા, સરોવર, અનાજનાં ખેતરો અને નગરમાં મોટી જનસંખ્યા, ખૂબ સંપત્તિ ચાર મહિના પોતે પણ પરિવાર સહિત તે નગરમાં રહ્યો અને મુનિઓની વૈયાવૃત્ય કરી. તે વન એવું હતું કે જેમાં જળ નહોતું તેથી અદ્ભુત નગર વસાવ્યું, જ્યાં અન્નજળની બાહુલ્યતા હતી. તે નગરમાં મુનિઓનો આહાર થયો. બીજાં પણ દુઃખી અને ભૂખ્યા પ્રાણીઓને જાતજાતનાં દાન આપ્યાં. સુંદ૨માલિની રાણી સહિત પોતે મુનિઓને અનેક વાર નિરંતરાય આહાર આપ્યો. ચાતુર્માસ પૂર્ણ થયું. મુનિઓએ વિહાર કર્યો અને ભામંડળ અયોધ્યા આવી ફરી પોતાના સ્થાનકે ગયો. એક દિવસ સુંદરમાલિની રાણીસહિત તે સુખમાં સૂતો હતો તે મહેલ ઉપર વિજળી પડી. રાજા-રાણી બન્ને મરીને મુનિદાનના પ્રભાવથી સુમેરુ પર્વતની જમણી તરફ દેવકુરુ ભોગભૂમિમાં ત્રણ પલ્યનાં આયુષ્યના ભોક્તા યુગલ ઉપજ્યાં. તે દાનના પ્રભાવથી સુખ ભોગવે છે. જે સમ્યક્ત્વરહિત છે અને દાન કરે છે તે સુપાત્રદાનના પ્રભાવથી ઉત્તમતિના સુખ પામે છે તેથી આ પાત્રદાન મહાસુખનો દાતા છે. આ વાત સાંભળી ફરીથી પ્રતીન્દ્રે પૂછ્યું-હું નાથ! રાવણ ત્રીજી નરકમાંથી નીકળી ક્યાં ઉત્પન્ન થશે અને હું સ્વર્ગમાંથી ચ્યવીને ક્યાં ઉપજીશ. મારા, લક્ષ્મણના અને રાવણના કેટલા ભવ બાકી છે તે કહો.
ત્યારે સર્વજ્ઞદેવે કહ્યું-હું પ્રતીન્દ્ર સાંભળ. તે બન્ને વિજયાવતી નગરીમાં સુનંદ નામના સમ્યગ્દષ્ટિ ગૃહસ્થની ભાર્યા રોહિણીના ગર્ભમાં અરદાસ અને ઋષિદાસ નામના પુત્ર થશે. બન્ને ભાઈ ગુણવાન, નિર્મળ મનવાળા, ઉત્તમ ક્રિયાના રક્ષક શ્રાવકનાં વ્રત આરાધી સમાધિમરણ કરી જિનરાજનું ધ્યાન ધરી સ્વર્ગમાં દેવ થશે. ત્યાં સાગ૨ો પર્યંત સુખ ભોગવી સ્વર્ગમાંથી ચ્યવી તે જ નગરમાં મોટા કુળમાં જન્મ લેશે. તે મુનિઓને દાન આપી મધ્યમ ભોગભૂમિ હરિક્ષેત્રમાં યુગલિયા થઈ બે પલ્યનું આયુષ્ય ભોગવી સ્વર્ગમાં જશે. પછી તે જ નગરીમાં રાજા કુમારકીર્તિ અને રાણી લક્ષ્મીના જયકાંત અને જયપ્રભ નામના પરાક્રમી પુત્રો થશે. પછી તપથી સાતમા સ્વર્ગમાં ઉત્કૃષ્ટ દેવ થશે. દેવલોકનાં સુખ ભોગવશે અને તું સોળમાં અચૂત સ્વર્ગમાંથી ચ્યવીને આ ભરતક્ષેત્રમાં રત્નસ્થળપુર નગરમાં ચૌદ રત્નનો સ્વામી, છ ખંડ પૃથ્વીનો સ્વામી, ચક્ર નામનો ચક્રવર્તી થઈશ ત્યારે તે સાતમા સ્વર્ગમાંથી ચ્યવીને તારા પુત્રો થશે. રાવણના જીવનું નામ ઇન્દ્રસ્થ અને વાસુદેવના જીવનું નામ મેઘરથ. બન્ને મહાન ધર્માત્મા થશે. તેમના વચ્ચે પરસ્પર ગાઢ સ્નેહ થશે. અને તારો તેમના પ્રત્યે ઊંડો સ્નેહ થશે. રાવણે નીતિથી ત્રણ ખંડ પૃથ્વીનું અખંડ રાજ્ય કર્યું હતું અને જન્મપર્યંત એ પ્રતિજ્ઞા નિભાવી હતી કે જે ૫૨સ્ત્રી મને નહિ ઈચ્છે તેને નહિ સેવું તેથી રાવણનો જીવ ઇન્દ્રરથ ધર્માત્મા કેટલાક શ્રેષ્ઠ ભવ ધરી તીર્થંકર દેવ થશે, ત્રણ લોક તેને પૂજશે એ તું ચક્રવર્તી રાજ્યપદ તજી મુનિવ્રતધારી થઈ પંચોત્તરમાં વૈજયંત નામના વિમાનમાં તપના પ્રભાવથી અમિન્દ્ર થઈશ. ત્યાંથી ચ્યવી રાવણના જીવ તીર્થંકરના પ્રથમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com