________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો અઢારમું પર્વ
૬૩૯ પિતા, પુત્ર, પૌત્ર બધાની દમ્પક્રિયા કરો, મારા ભાઈની દમ્પક્રિયા શા માટે થાય? તમારા પાપીઓના મિત્ર, બંધુ, કુટુંબ તે સૌ નાશ પામે, મારો ભાઈ શા માટે મરે? ઊઠો લક્ષ્મણ, આ દુષ્ટોના સંયોગથી બીજી જગ્યાએ જઈએ, જ્યાં આ પાપીઓનાં કડવાં વચન સાંભળવા ન મળે. આમ કહી ભાઈને છાતીએ વળગાડી, ખભા ઉપર લઈ ઊઠીને ચાલ્યા ગયા. વિભીષણ, સુગ્રીવાદિક અનેક રાજાઓ એમની સાથે પાછળ પાછળ ચાલ્યા. રામ કોઈનો વિશ્વાસ કરતા નથી, ભાઈને ખભે ઉપાડીને ફરે છે. જેમ બાળકના હાથમાં વિષફળ આવ્યું હોય અને તેના હિતકર્તા તે છોડાવવા ચાહે અને તે બાળક ન છોડે તેમ રામ લક્ષ્મણના શરીરને છોડતા નથી. આંસુથી જેમનાં નેત્રો ભીંજાઈ ગયાં છે તે ભાઈને કહેવા લાગ્યા, હે ભ્રાતા ! હુવે ઊઠો. ઘણી વાર થઈ. આવી રીતે કેમ સઓ છો. હુવે સ્નાનની વેળા થઈ ગઈ છે, સ્નાનના સિંહાસન પર બિરાજો. આમ કહી મૃતક શરીરને સ્નાનના સિંહાસન પર બેસાડયું અને મોથી ભરેલા રામ મણિ સ્વર્ણના કળશોથી સ્નાન કરાવવા લાગ્યા અને મુગટાદિ સર્વ આભૂષણ પહેરાવ્યાં અને ભોજનની તૈયારી કરાવી. સેવકોને કહ્યું, નાના પ્રકારના રત્નસુવર્ણના પાત્રોમાં નાના પ્રકારનાં ભોજન લાવો, જેથી ભાઈનું શરીર પુષ્ટ થાય. સુંદર ભાત, દાળ, રોટલી, જુદા જુદા પ્રકારના શાક, જાતજાતના રસ જલદી લાવો. આ આજ્ઞા થતાં સેવકો બધી સામગ્રી લઈ આવ્યા, તેઓ તો નાથના આજ્ઞાકારી હતા. ત્યારે રઘુનાથ પોતે લક્ષ્મણના મુખમાં કોળિયા મૂકતા, પણ તે ખાતા નહિ, જેમ અભવ્યને જિનરાજનો ઉપદેશ ગ્રહતો નથી. ત્યારે તેઓ બોલ્યા કે તે મારા ઉપર ગુસ્સો કર્યો છે, પણ આહાર ઉપર શા માટે ગુસ્સો કરે છે? આહાર તો કરો, મારી સાથે ભલે ન બોલતા. જેમ જિનવાણી અમૃતરૂપ છે, પરંતુ દીર્ઘ સંસારીને રુચતી નથી તેમ તે અમૃતમય આહાર લક્ષ્મણના મૃત શરીરને ન રુચ્યો. પછી રામચંદ્ર કહે છે- લક્ષ્મીધર ! આ જાતજાતની દૂધ વગેરે પીવાયોગ્ય વસ્તુ તો પીઓ, એમ કહી ભાઈને દૂધાદિ પિવડાવવા ઈચ્છે છે તે કેવી રીતે પીએ? ગૌતમ સ્વામી શ્રેણિકને કહે છે; આ વિવેકી રામ સ્નેહથી જેમ જીવતાની સેવા કરીએ તેમ મૃતક ભાઈની કરતા હતા. જુદા જુદા મનોહર ગીત, વીણા, બંસરી આદિના મધુર નાદ કરતા હતા, પણ તે બધું મૃતકને શું રુચે? જાણે મરેલા લક્ષ્મણ રામનો સંગ તજતા નહોતા. ભાઈને ચંદનનો લેપ કર્યો, હાથોથી ઉપાડી, હૃદય સાથે ચાંપી, શિર ચૂમતા હતા, મુખ ચૂમતા હતા, હાથ ચૂમતા હતા અને કહે છે-હે લક્ષ્મણ ! આ શું થયું? તું તો આટલું કદી ન સૂતો, હવે તો વિશેષ સૂવા લાગ્યો, હવે નિદ્રા તજો. આ પ્રમાણે સ્નેહરૂપ ગ્રહથી ગ્રહાયેલા બળદેવ નાના પ્રકારની ચેષ્ટા કરે છે. આ વૃત્તાંત આખી પૃથ્વી પર પ્રગટ થયા કે લક્ષ્મણનું મૃત્યુ થયું છે, લવ-અંકુશ મુનિ થયા છે અને રામ મોહના માર્યા મૂઢ થઈ ગયા છે ત્યારે વેરી ખળભળાટ કરવા લાગ્યા, જેમ વર્ષઋતુનો સમય પામીને મેઘ ગર્જના કરવા લાગે છે. શંબૂકના ભાઈ સુંદરનો પુત્ર, જેનું ચિત્ત વિરોધવાળું છે, તે ઇન્દ્રજિતના પુત્ર વજમાલી પાસે આવ્યો અને કહ્યું કે મારા પિતાના મોટા ભાઈ અને દાદા એ બન્નેને લક્ષ્મણે માર્યા છે તેથી મારે રઘુવંશીઓ સાથે વેર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com