________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨૨ એકસો બારમું પર્વ
પદ્મપુરાણ છોડી પરલોક સુધારવા માટે જિનશાસનમાં શ્રદ્ધા કરો. ભામંડળ મરીને પાત્રદાનના પ્રભાવથી ઉત્તમ ભોગભૂમિમાં ગયો.
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપાપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં ભામંડળના મરણનું વર્ણન કરનાર એકસો અગિયારમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકસો બારમું પર્વ (હનુમાનનું સંસારદેહ અને ભોગોથી વિરક્ત થવું.) રામ-લક્ષ્મણ પરસ્પર ખૂબ સ્નેહથી પ્રજાના પિતા સમાન, પરમ હિતકારી, રાજ્યમાં સુખથી સમય વ્યતીત કરતા હતા. પરમ ઐશ્વર્યરૂપ સુંદર રાજ્યમાં કમળવનમાં ક્રિીડા કરતા હોય તેમ તે પુરુષોત્તમ પૃથ્વીને પ્રમોદ ઉપજાવતા. તેમનાં સુખનું વર્ણન ક્યાં સુધી કરીએ? ઋતુરાજ વસંતમાં સુગંધી વાયુ વહે, કોયલ બોલે, ભમરા ગુંજારવ કરે, સમસ્ત વનસ્પતિ ખીલી ઊઠે, મદોન્મત્ત થઈ સર્વ જનો હર્ષથી ભરેલા શૃંગારક્રીડા કરે, મુનિરાજ વિષમ વનમાં બિરાજે, આત્મસ્વરૂપનું ધ્યાન કરે, તે ઋતુમાં રામ-લક્ષ્મણ રણવાસ સહિત અને સમસ્ત લોકો સહિત રમણીય વનમાં તથા ઉપવનમાં નાના પ્રકારની રંગક્રીડા, રાગક્રીડા, જળક્રીડા, વનક્રીડા કરતા હતા. ગ્રીષ્મઋતુમાં નદી સુકાઈ જાય, દાવાનળ સમાન જ્વાળા વરસે, મહામુનિ ગિરિશિખર પર સૂર્યની સન્મુખ કાયોત્સર્ગ ધારણ કરીને બેસે તે ઋતુમાં રામ-લક્ષ્મણ ધારામંડપ મહેલમાં અથવા રમણીક વનમાં,
જ્યાં અનેક ફુવારા, ચંદન, કપૂર, આદિ શીતલ સુગંધી સામગ્રી હોય ત્યાં સુખમાં બિરાજે છે, ચમર ઢોળાય છે, તાડના પંખા ચાલે છે, નિર્મળ સ્ફટિકની શિલા પર બેઠા છે, અગરચંદનથી ચર્ચિત જળ વડે ભીંજાયેલ કમળનાં દળ તથા પુષ્પોની શય્યા પર બેસે છે. મહામનોહર નિર્મળ જળમાં લવિંગ, એલચી, કપૂરાદિ સુગંધી દ્રવ્યો મેળવી તેનું પાન કરે છે, લતાઓના મંડપમાં બિરાજે છે, જાતજાતની સુંદર કથા કરે છે, સારંગ આદિ રાગ સાંભળે છે, સુંદર સ્ત્રીઓ સહિત ઉષ્ણ તુને પરાણે શીતકાળ જેવી કરીને સુખેથી કાળ નિર્ગમન કરે છે. વર્ષાઋતુમાં યોગીશ્વરો વૃક્ષ નીચે બેસી તપ વડે અશુભ કર્મનો ક્ષય કરે છે, વીજળી ચમકે છે, મેઘથી અંધકાર થઈ રહ્યો છે, મોર બોલે છે, વૃક્ષો ઉખાડી નાખતી ભયંકર અવાજ કરતી નદી વહે છે. તે ઋતુમાં બન્ને ભાઈ સુમેરુના શિખર સમાન ઊંચા મણિમય મહેલોમાં રંગીન વસ્ત્રો પહેરી, શરીરે કેસરનો લેપ કરી, કૃષ્ણાગુરુનો ધૂપ અગ્નિમાં નાખે છે, સુંદર સ્ત્રીઓનાં નેત્રરૂપ ભ્રમરોના કમળ સમાન ઇન્દ્ર સમાન ક્રીડા કરતા સુખમાં રહે છે, શરદઋતુમાં જળ નિર્મળ થઈ જાય, ચંદ્રમાનાં કિરણો ઉજ્જવળ હોય, કમળ ખીલે, હંસ મનોહર શબ્દો બોલે, મુનિરાજ વન, પર્વત, સરોવર, નદીના તીરે બેસી ચિતૂપનું ધ્યાન કરે તે ઋતુમાં રામ-લક્ષ્મણ રાજ્યપરિવાર સાથે ચાંદની જેવાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com