________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૧૨ એકસો નવમું પર્વ
પદ્મપુરાણ ભૂખ્યો, પામર નામનો બ્રાહ્મણ હતો. તે ખેતરમાંથી સૂર્યાસ્ત સમયે સુધાથી પીડાઈને આવ્યો. તે વખતે અંજનગિરિ સમાન કાળા ડિબાંગ વાદળાં ચડ્યાં અને સાત દિવસ અને રાત હેલી થઈ. તેથી પામર ઘરમાંથી બહાર નીકળી ન શક્યો. પેલા બન્ને શિયાળ ભૂખથી પીડાઈને અંધારી રાતે આહાર શોધવા નીકળ્યા. તે પામરના ખેતરમાં ભીંજાયેલી ભાજી કાદવથી ખરડાયેલી પડી હતી તે તેમણે ખાધી, તેનાથી તેમને પેટમાં ભયંકર પીડા થઈ, તે મરણ પામ્યા અને તમે સોમદેવના પુત્ર થયા. પેલો પામર સાત દિવસ પછી ખેતરમાં આવ્યો. તે બન્ને શિયાળને મરેલા જોઈને અને ઘાસના ભારાનું દોરડું કપાયેલું જોઈને શિયાળનું ચામડું લઈ જઈ તેની દોરી કરી તે હુજી પામરના ઘરમાં ટીંગાય છે. પામર મરીને પુત્રના ઘેર પુત્ર થયો. તેને જાતિસ્મરણ થયું હોવાથી તેણે મૌન લીધું કે હું શું કહ્યું ? પિતા તો મારો પૂર્વભવનો પુત્ર અને માતા પૂર્વભવની પુત્રવધૂ છે, તેથી ન બોલવું જ સારું છે. આ પામરનો જીવ મૌન બનીને અહીં જ બેઠો છે. આમ કહી મુનિએ પામરના જીવને કહ્યું-અરે, તું પુત્રનો પુત્ર થયો એમાં આશ્ચર્ય નથી, સંસારનું એવું જ ચરિત્ર છે. જેમ નૃત્યના અખાડામાં બહુરૂપી અનેક રૂપ બનાવીને નાચે તેમ આ જીવ નાના પર્યાયરૂપ વેશ બનાવીને નાચે છે, રાજામાંથી રંક થઈ જાય, રંકમાંથી રાજા થાય, સ્વામીમાંથી સેવક અને સેવકમાંથી સ્વામી, પિતાથી પુત્ર અને પુત્રમાંથી પિતા, માતા હોય તે પત્ની અને પત્નીની માતા થઈ જાય છે. આ સંસાર રેંટના ઘડા જેવો છે, ઉપરનો ઘડો નીચે આવે અને નીચેનો ઘડો ઉપર જાય. સંસારનું આવું સ્વરૂપ જાણી હે વત્સ! હવે તું મૌન છોડી વાર્તાલાપ કર. આ જન્મના જે પિતા છે તેને પિતા કહે, માતાને માતા કહે, પૂર્વભવનો વ્યવહાર ક્યાં રહ્યો છે? આ વચન સાંભળી તે વિપ્ર આનંદથી રોમાંચિત થઈ, ખીલેલી આંખોથી જોતો મુનિને ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કાર કરી જેમ વૃક્ષનું મૂળિયું ઊખડી જાય ને જમીન પર પડે તેમ તેમના પગમાં પડ્યો અને મુનિને કહ્યું- હે પ્રભો! તમે સર્વજ્ઞ છો, સકળ લોકની વ્યવસ્થા જાણો છો, આ ભયાનક સંસારસાગરમાં હું ડૂબતો હતો.. તમે દયા કરીને મને બહાર કાઢયો, આત્મબોધ આપ્યો, મારા મનની બધી વાત જાણી લીધી, હવે મને દીક્ષા આપો. આમ કહીને સમસ્ત કુટુંબનો ત્યાગ કરી મુનિ થયો.
આ પામરનું ચરિત્ર સાંભળી અનેક મુનિ થયા, અનેક શ્રાવક થયા અને આ બન્ને ભાઈઓની પૂર્વભવની ખાલ લોકો લઈ આવ્યા તે તેમણે જોઈ, લોકોએ મશ્કરી કરી કે આ માંસભક્ષક શિયાળ હતા અને આ બન્ને બ્રાહ્મણ ભાઈઓ મૂર્ખ છે કે મુનિઓ સાથે વાદ કરવા આવ્યા. આ મુનિ તપોધન શુદ્ધભાવવાળા બધાના ગુરુ, અહિંસાના મહાવ્રતધારી. એમના જેવા બીજા નથી. આ મહામુનિ દીક્ષાના ધારક ક્ષમારૂપ યજ્ઞોપવિતના ધારી, ધ્યાનરૂપ અગ્નિહોત્રના કર્તા, અતિ શાંત મુક્તિના સાધનમાં તત્પર છે. અને જે સર્વ આરંભમાં પ્રવર્તે છે, બ્રહ્મચર્ય રહિત છે તે મુખથી કહે છે કે અમે બ્રિજ છીએ, પરંતુ ક્રિયા કરતા નથી. જેમ કોઈ મનુષ્ય આ લોકમાં સિંહ કહેવરાવે, દેવ કહેવરાવે, પરંતુ તે સિંહ નથી, તેમ આ નામમાત્ર બ્રાહ્મણ કહેવાય, પરંતુ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com