________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮૪ એકસો પાંચમું પર્વ
પદ્મપુરાણ કેવળીરૂપ રવિનાં કિરણો જ છે અને રાજાઓના રાજા શ્રી રામચંદ્ર કેવળીની નિકટ સુમેરુના શિખરની પાસે કલ્પવૃક્ષ જેવા શોભે છે. લક્ષ્મણ નરેન્દ્ર, મુકુટ, હાર, કુંડળાદિથી વીજળી સહિત શ્યામ ઘટા જેવા શોભે છે. શત્રુને જીતનારા શત્રુઘ્ન બીજા કુબેર જેવા શોભે છે. લવણ-અંકુશ બને વીર મહાધીર, ગુણ સૌભાગ્યના સ્થાનરૂપ ચંદ્ર-સૂર્ય જેવા શોભે છે. સીતા આર્થિકા આભૂષણાદિ રહિત એક વસ્ત્રમાત્રના પરિગ્રહથી એવી શોભે છે જાણે કે સૂર્યની મૂર્તિ શાંતિ પામી છે. મનુષ્ય અને દેવ બધા જ વિનયસહિત ભૂમિ પર બેસી ધર્મશ્રવણની અભિલાષા રાખે છે. ત્યાં બધા મુનિઓમાં શ્રેષ્ઠ અભયઘોષ નામના મુનિએ સંદેહરૂપ આતાપની શાંતિ અર્થે કેવળીને વિનંતી કરી કે હે સર્વોત્કૃષ્ટ સર્વશદેવ! જ્ઞાનરૂપ શુદ્ધ આત્મતત્ત્વનું સ્વરૂપ સારી રીતે જાણવાથી મુનિઓને કેવળબોધ થાય તેનું વર્ણન કરો. ત્યારે સકળભૂષણ કેવળી યોગીશ્વરોના ઈશ્વર કર્મોનો ક્ષયનું કારણ એવા તત્ત્વનો ઉપદેશ દિવ્ય ધ્વનિમાં કહેવા લાગ્યા. ગૌતમ સ્વામી કહે છે કે હું શ્રેણિક! કેવળીએ જે ઉપદેશ આપ્યો તેનું રહસ્ય હું તને કહું છું. જેમ સમુદ્રમાંથી કોઈ એક ટીપું લે તેમ કેવળીની વાણી તો અથાણું હોય છે તેના અનુસારે હું સંક્ષેપમાં વ્યાખ્યાન કરું છું. હે ભવ્ય જીવો! આત્મતત્ત્વ જે પોતાનું સ્વરૂપ છે તે સમ્યગ્દર્શન જ્ઞાન આનંદરૂપ અને અમૂર્તિક, ચિતૂપ, લોકપ્રમાણ અસંખ્ય પ્રદેશી, અતિન્દ્રિય, અખંડ, અવ્યાબાધ, નિરાકાર, નિર્મળ, નિરંજન, પરવસ્તુથી રહિત, નિજગુણપર્યાય, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ સ્વભાવથી અસ્તિત્વરૂપ છે. તેનું જ્ઞાન નિકટ ભવ્યને થાય છે. શરીરાદિક પરવસ્તુ અસાર છે, આત્મતત્ત્વ સાર છે તે અધ્યાત્મવિદ્યાથી પ્રાપ્ત થાય છે. તે બધાને જોનાર, જાણનાર અનુભવદષ્ટિથી જોઈએ, આત્મજ્ઞાનથી જાણીએ. અને જડ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ, આકાશ યરૂપ છે, જ્ઞાતા નથી. આ લોક અનંત અલોકાકાશની મધ્યમાં, અનંતમાં ભાગે રહે છે. અધોલોક, મધ્યલોક, ઊર્ધ્વલોક આ ત્રણ લોક છે. તેમાં સુમેરુ પર્વતની જડ એક હજાર યોજન છે. તેની નીચે પાતાળ લોક છે. તેમાં સૂક્ષ્મ સ્થાવર તો સર્વત્ર છે અને બાદર સ્થાવર આધાર હોય ત્યાં છે. વિકળત્રય અને પંચેન્દ્રિય તિર્યંચ નથી, મનુષ્ય નથી. ખરભાગ, પંકભાગમાં ભવનવાસી દેવ તથા વ્યંતરોના નિવાસ છે, તેની નીચે સાત નરક છે તેમના નામ-રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને મહતમ પ્રભા. આ સાતેય નરકની ભૂમિ અત્યંત દુઃખ આપનારી સદા અંધકારરૂપ છે. ચાર નરકમાં તે ઉષ્ણની બાધા છે. પાંચમા નરકના ઉપલા ત્રણ ભાગમાં ઉષ્ણ અને નીચલા ચોથા ભાગમાં શીત છે, છઠ્ઠી નરકમાં શીત અને સાતમા નરકમાં મહાશીત છે. ઉપલા નરકમાં ઉષ્ણતા છે તે માવિષમ અને નીચલા નરકમાં શીત છે તે અતિવિષમ છે. નરકની ભૂમિ અત્યંત દુસ્સ અને પરમદુર્ગમ છે, જ્યાં પરુ અને રુધિરનો કાદવ હોય છે, અત્યંત દુર્ગધ છે. થાન, સર્પ, માર્જર, મનુષ્ય, ખર, તુરંગ, ઊંટના મૃત શરીર સડી જાય તેની દુર્ગધ કરતા અસંખ્યાત ગુણી દુર્ગધ છે. ભિન્ન ભિન્ન પ્રકારનાં દુઃખોના બધાં કારણો છે. અતિપ્રચંડ વિકરાળ પવન વાય છે જેનો ભયંકર અવાજ થાય છે. જે જીવ વિષયકષાય સંયુક્ત છે, કામી છે, ક્રોધી છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com