________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮૦ એકસો પાંચમું પર્વ
પદ્મપુરાણ મુનિનું મન ડગ્યું નહિ અને તેમને કેવળજ્ઞાન ઉપર્યું. તે કેવળજ્ઞાનનો મહિમા કરી દર્શન માટે ઇન્દ્રાદિક દેવો, કલ્પવાસી, ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી મનોહર વાહનોમાં બેસીને આવ્યા. દેવોની અસવારીમાં તિર્યંચનું રૂપ દેવો જ લે છે. આકાશમાર્ગે મહાન વિભૂતિ સહિત સર્વ દિશામાં ઉદ્યોત્ કરતા તે આવ્યા. મુકુટ, હાર, કુંડળ આદિ અનેક આભૂષણોથી શોભિત સકળભૂષણ કેવળીના દર્શને આવ્યા. પવનથી જેમની ધજાઓ ફરફરે છે એવી અપ્સરાઓ અયોધ્યામાં આવી. મહેન્દ્રોદય ઉધાનમાં બિરાજતા સકળભૂષણ કેવળીના ચરણારવિંદમાં જેમનું મન લાગ્યું છે એવા તે સૌ પૃથ્વીની શોભા દેખતા આકાશમાંથી નીચે ઊતર્યા. ત્યાં સીતાના શપથ માટે તૈયાર થતો અગ્નિકુંડ જોઈ મેઘકેતુ નામના દેવે ઇન્દ્રને પૂછયું-હે દેવેન્દ્ર! મહાસતી સીતાને ઉપસર્ગ આવ્યો છે. આ મહાશ્રાવિકા પતિવ્રતા અતિનિર્મળ ચિત્તવાળી છે. એને આવો ઉપદ્રવ કેમ હોય? ત્યારે ઇન્દ્ર આજ્ઞા કરી કે હે મેઘકેતુ! હું સકળભૂષણ કેવળીના દર્શન કરવા જાઉં છું અને તું મહાસતીનો ઉપસર્ગ દૂર કરજે. આ પ્રમાણે આજ્ઞા કરી ઇન્દ્ર તો મહેન્દ્રોદય નામના ઉધાનમાં કેવળીનાં દર્શન માટે ગયા અને મેઘકેતુ સીતા માટે તૈયાર કરેલ અગ્નિકુંડ ઉપર આવી આકાશમાં વિમાનમાં રહ્યો. તે દેવ આકાશમાંથી સૂર્ય સરખા દેદીપ્યમાન શ્રી રામ તરફ જુએ છે. રામ અતિસુંદર સર્વ જીવોનાં મનને હરે છે.
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દોલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં સકળભૂષણ કેવળીના દર્શને આવતાં દેવોનું વર્ણન કરનાર એકસો ચારમું પર્વ પૂર્ણ થયું.
એકસો પાંચમું પર્વ (સીતાનો અગ્નિકુંડમાં પ્રવેશ અને શીલના માહાભ્યથી તેનું સરોવરરૂપ થવું)
પછી શ્રી રામ તે અગ્નિકુંડને જોઈને મનમાં વ્યાકુળ બની વિચારે છે કે હવે આ કાંતાને ક્યાં જોઈશ? એ ગુણોની ખાણ, અતિ લાવણ્યવતી, શીલરૂપ વસ્ત્રથી મંડિત, માલતીની માળા સમાન, સુગંધ સુકુમાર શરીરવાળી અગ્નિના સ્પર્શમાત્રથી જ ભસ્મ થઈ જશે. જો એ રાજા જનકને ત્યાં જન્મી ન હોત તો સારું હતું. આ લોકાપવાદ અને અગ્નિમાં મરણ તો ન થાત, એના વિના મને ક્ષણમાત્ર પણ સુખ નથી, એની સાથે વનમાં વાસ સારો અને એના વિના સ્વર્ગનો વાસ પણ સારો નથી. એ શીલવતી પરમ શ્રાવિકા છે, એને મરણનો ભય નથી. આ લોક, પરલોક, મરણ, વેદના, અકસ્માત, અશરણ, ચોરી આ સાત ભયથી રહિત સમ્યગ્દર્શન તેને દઢ છે, એ અગ્નિમાં પ્રવેશ કરશે, અને હું રોકું તો લોકમાં લજ્જા ઉપજે. આ લોકો બધા મને કહી રહ્યા છે કે એ મહાસતી છે, એને અગ્નિકુંડમાં પ્રવેશ ન કરાવો, પણ મેં માન્યું નહિ. સિદ્ધાર્થે હાથ ઊંચા કરી કરીને પોકાર કર્યો હતો, પણ મેં માન્યું નહિ તેથી તે પણ ચૂપ થઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com