________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો ચોથું પર્વ
૫૭૫ નીચું કર, જેથી અમને દેખાય, ઊંચું માથું શા માટે કરી રહી છો ? કોઈ કહે છે–તારા શિરના કેશ વિખરાઈ ગયા છે તેને સરખા કર. કોઈ કહે છે-હે ચંચળ ચિત્તવાળી! તું શા માટે અમારા પ્રાણોને પીડા ઉપજાવે છે? તું જતી નથી કે આ ગર્ભવતી સ્ત્રી ઊભી છે, પીડિત છે. કોઈ કહે છે-જરા આઘી જા, શું અચેતન થઈ ગઈ છે, કુમારોને જોવા દેતી નથી. આ બન્ને રામચંદ્રના પુત્રો રામદેવની પાસે બેઠા છે, તેમના લલાટ અષ્ટમીના ચંદ્ર સમાન છે. કોઈ પૂછે છે-આમાં લવણ કોણ અને અંકુશ કોણ? આ તો બન્ને સરખા લાગે છે. ત્યારે કોઈ કહે છે-આ લાલ વસ્ત્ર પહેર્યું છે તે લવણ છે અને આ લીલું વસ્ત્ર પહેર્યું છે તે અંકુશ છે. જેમણે આ પુત્રોને જન્મ આપ્યો તે મહાપુણ્યવતી સીતાને ધન્ય છે. કોઈ કહે છે ધન્ય છે તે સ્ત્રી, જેણે આવા પતિ મેળવ્યા છે. સ્ત્રીઓ એકાગ્રચિત્તથી આ પ્રમાણે વાતો કરે છે. સૌનું ચિત્ત કુમારોને જોવામાં છે. ખૂબ ભીડ થઈ ગઈ. તે ભીડમાં કોઈના ગાલ પર કોઈના કર્ણાભરણની અણી વાગી, પણ તેને ખબર ન પડી. કોઈની કાંચીદામ જતી રહી તેની ખબર ન પડી, કોઈના મોતીના હાર તૂટ્યા અને મોતી વિખરાઈ ગયાં, જાણે કુમાર આવ્યા તેથી આ પુષ્પ વરસે છે. કોઈની નેત્રોની પલક બિડાતી નથી, સવારી દૂર ચાલી ગઈ તો પણ તે તરફ જુએ છે. નગરની ઉત્તમ સ્ત્રીઓરૂપી વેલ પરથી પુષ્પવૃષ્ટિ થઈ અને પુષ્પોની મકરંદથી માર્ગ સુવાસિત બની ગયો છે. શ્રી રામ ખૂબ શોભા પામ્યા, પુત્રો સહિત વનનાં ચૈત્યાલયોના દર્શન કરી પોતાના મહેલમાં આવ્યા. પોતાના પ્યારા પુત્રોના આગમનના ઉત્સાહથી મહેલ સુખરૂપ બની ગયો છે તેનું વર્ણન
ક્યાં સુધી કરીએ ? પુણ્યરૂપી સૂર્યના પ્રકાશથી જેમના મનકમળ ખીલ્યાં છે એવા મનુષ્ય અદ્દભુત સુખ પામે છે.
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દોલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લવણાંકુશના મેળાપનું વર્ણન કરનાર એકસો ત્રીજું પર્વ પૂર્ણ થયું.
*
*
*
એકસો ચોથું પર્વ (સીતાના શીલની પરીક્ષા માટે તેને અગ્નિકુંડમાં પ્રવેશવાની રામની આજ્ઞા)
પછી વિભીષણ, સુગ્રીવ અને હનુમાને મળીને રામને વિનંતી કરી કે હે નાથ ! અમારા ઉપર કૃપા કરો, અમારી વિનંતી માનો, જાનકી દુઃખી રહે છે તેથી તેને અહીં લાવવાની આજ્ઞા કરો ત્યારે રામ દીર્ઘ ઉષ્ણ નિસાસો નાખીને ક્ષણમાત્ર વિચારીને બોલ્યા કે હું સીતાને દોષરહિત માનું છું, તેનું ચિત્ત ઉત્તમ છે. પરંતુ લોકાપવાદથી તેને ઘરમાંથી કાઢી છે, હવે તેને કેવી રીતે બોલાવું? તેથી લોકોને પ્રતીતિ ઉપજાવીને જાનકી આવે તો અમારો અને તેનો સહવાસ થઈ શકે, અન્યથા કેવી રીતે થાય? તેથી બધા દેશના રાજાઓને બોલાવો, બધા ભૂમિગોચરી અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com