________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો ત્રીજું પર્વ
૫૭૩ અંકુશે વજદંડથી લક્ષ્મણનાં આયુધો નિષ્ફળ કર્યા અને રામે ચલાવેલાં આયુધોને લવણે નિષ્ફળ કર્યા. પછી લવણ રામ તરફ શેલ ફેંકી અને અંકુશે લક્ષ્મણ પર. તે એવી નિપુણતાથી પ્રહાર કર્યો હતો કે બન્નેને મર્મસ્થાન પર ન વાગે, સામાન્ય ચોટ લાગી. લક્ષ્મણના નેત્ર ફરવા લાગ્યાં તેથી વિરાધિત રથ અયોધ્યા તરફ ફેરવ્યો. પછી લક્ષ્મણે સચેત થઈને ક્રોધથી વિરાતિને કહ્યું કે હું વિરાધિત ! તે શું કર્યું? મારો રથ પાછો વાળ્યો? હવે ફરીથી રથને શત્રુની સામે લ્યો, રણમાં પીઠ ન બતાવાય. શૂરવીરોને શત્રુની સામે મરણ સારું, પણ પીઠ બતાવવી એ મહાનિંધ છે. એવું કર્મ શૂરવીરોને યોગ્ય નથી. જે દેવ અને મનુષ્યોથી પ્રશંસાયોગ્ય હોય તે કાયરતાને કેમ ભજે? હું દશરથનો પુત્ર રામનો ભાઈ, વાસુદેવ, પૃથ્વી પર પ્રસિદ્ધ, સંગ્રામમાં પીઠ કેમ બતાવું? આથી વિરાધિત રથને યુદ્ધ સન્મુખ કર્યો. લક્ષ્મણ અને મદનાંકુશ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. લક્ષ્મણે ક્રોધથી મહાભયંકર ચક્ર હાથમાં લીધું, તે વાળારૂપ દેખી ન શકાય તેવું ગ્રીષ્મના સૂર્ય જેવું અંકુશ પર ચલાવ્યું. તે અંકુશ સમીપે પહોંચતાં પ્રભાવરહિત થઈ ગયું અને પાછું ફરીને લક્ષ્મણના હાથમાં આવ્યું. લક્ષ્મણે ફરીવાર ચક્ર ચલાવ્યું તે પણ પાછું આવ્યું. આ પ્રમાણે વારંવાર પાછું આવ્યું. પછી અંકુશે હાથમાં ધનુષ લીધું. તે વખતે અંકુશને અત્યંત તેજસ્વી જોઈને લક્ષ્મણના પક્ષના બધા સામંતો આશ્ચર્ય પામ્યા. આ મહાપરાક્રમી અર્ધચક્રવર્તી જભ્યો; લક્ષ્મણે કોટિશિલા ઉપાડી હતી; તેમને એવો વિચાર આવ્યો કે મુનિનાં વચન, જિનશાસનનું કથન, બીજી રીતે કેમ થાય? લક્ષ્મણે પણ મનમાં માની લીધું કે આ બળભદ્ર નારાયણ જન્મ્યા છે, આથી પોતે લજિત થઈ યુદ્ધની ક્રિયાથી શિથિલ થયા.
પછી લક્ષ્મણને શિથિલ જોઈ નારદના કહેવાથી સિદ્ધાર્થે લક્ષ્મણની પાસે જઈને કહ્યું કે વાસુદેવ તમે જ છો, જિનશાસનનાં વચન સુમેરુથી પણ અતિ નિશ્ચળ હોય છે. આ કુમાર જાનકીના પુત્ર છે. એ ગર્ભમાં હતા ત્યારે જાનકીને વનમાં તજી હતી. તે તમારાં અંગ છે, તેથી એમના ઉપર ચકાદિક શસ્ત્ર ચાલે નહિ. પછી લક્ષ્મણે બન્ને કુમારોના વૃત્તાંત સાંભળી, હર્ષિત થઈ હાથમાંથી હથિયાર હેઠા મૂકી દીધાં., બખ્તર દૂર કર્યું, સીતાના દુઃખથી આંસુ પાડવા લાગ્યાં અને તેમનાં નેત્ર ફરવા લાગ્યા. રામ શસ્ત્ર ફેંકી બખ્તર ઉતારી મોહથી મૂચ્છિત થયા, તેમને ચંદન છાંટી સચેત કર્યા. પછી સ્નેહથી ભર્યા પુત્રો પાસે ચાલ્યા. પુત્ર રથમાંથી ઉતરી હાથ જોડી, શિર નમાવી પિતાના પગમાં પડ્યા. શ્રી રામ સ્નેહથી દ્રવીભૂત થયા, પુત્રોને હૃદય સાથે ચાંપી વિલાપ કરવા લાગ્યા. રામ કહે છેઅરેરે, પુત્રો! મંદબુદ્ધિવાળા મેં ગર્ભમાં રહેલા તમને સીતા સહિત ભયંકર વનમાં તજ્યા, તમારી માતા નિર્દોષ છે. અરેરે પુત્રો! કોઈ મહાન પુણ્યથી મને તમારા જેવા પુત્રો મળ્યા, તે ઉદરમાં હતા ત્યારે ભયંકર વનમાં કષ્ટ પામ્યા. હે વત્સ ! આ વજજંઘ વનમાં ન આવત તો હું તમારા મુખરૂપ ચંદ્રમાને કેમ જોઈ શકત? હે બાળકો ! આ દિવ્ય અમોધ શસ્ત્રોથી તમે ન હણાયા તે પુણ્યના ઉદયથી દેવોએ સહાય કરી. અરેરે, મારા અંગમાંથી ઉત્પન્ન થનાર! મારાં બાણથી વીંધાઈને તમે રણક્ષેત્રમાં પડયા હોત તો જાનકી શું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com