________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૭૦ એકસો બીજું પર્વ
પદ્મપુરાણ સાથે અયોધ્યા આવ્યા. ભામંડળ પણ આવ્યો. ભામંડળને અત્યંત વ્યાકુળ જોઈ તરત જ સિદ્ધાર્થ અને નારદે જઈને કહ્યું કે આ સીતાના પુત્ર છે, સીતા પુંડરિકપુરમાં છે. ત્યારે આ વાત સાંભળીને તે બહુ દુ:ખી થયો, કુમારો અયોધ્યા પર ચડ્યા તેથી આશ્ચર્ય પામ્યો અને એમનો પ્રતાપ સાંભળી હર્ષ પામ્યો. મનના વેગ સમાન વિમાનમાં બેસી પરિવાર સહિત તે પુંડરિકપુર ગયો અને બહેનને મળ્યો. સીતા ભામંડળને જોઈ અત્યંત મોહ પામી, આંસુ સારતી વિલાપ કરતી રહી અને પોતાને ઘરમાંથી કાઢવાનો તથા પુંડરિકપુર આવવાનો બધો વૃત્તાંત કહ્યો. ભામંડળે બહેનને ધૈર્ય બંધાવી કહ્યું, હે બહેન! તારા પુણ્યના પ્રભાવથી બધું સારું થશે. કુમાર અયોધ્યા ગયા તે સારું નથી કર્યું, કારણ કે જઈને તેમણે બળભદ્ર નારાયણને ક્રોધ ઉપજાવ્યો છે. રામ-લક્ષ્મણ બન્ને ભાઈ પુરુષોત્તમ દેવોથી પણ ન જિતાય એવા મહાન યોદ્ધા છે અને કુમારો તથા તેમની વચ્ચે યુદ્ધ ન થાય એવા ઉપાય કરીએ, માટે તમે પણ ચાલો.
પછી સીતા પુત્રોની પત્નીઓ સાથે ભામંડળના વિમાનમાં બેસીને નીકળી. રામલક્ષ્મણ ક્રોધથી રથ, ઘોડા, હાથી, પાયદળ, દેવ, વિધાધરોથી મંડિત, સમુદ્ર સમાન સેના લઈને બહાર નીકળ્યા અને અશ્વ જોડેલા રથમાં બેઠા. મહાપ્રતાપી શત્રુઘ્ન મોતીના હારથી જેની છાતી શોભે છે તે રામની સાથે આવ્યા. કૃતાંતવક આખી સેનાનો નાયક થયો. - જેમ ઇન્દ્રની સેનાનો અગ્રણી હૃદયકેશી નામનો દેવ હોય છે. તેનો રથ ખૂબ શોભતો હતો. દેવોના વિમાન જેવા રથમાં બેસી સેનાપતિ ચતુરંગ સેના લઈ ચાલ્યો જાય છે, જેની
શ્યામ ધજા શત્રુઓથી જોઈ શકાતી નથી. તેની પાછળ ત્રિમૂર્ન, વહ્મિશીખ, સિંહવિક્રમ, દિર્ઘભુજ, સિહોદર, સુમેરુ, બાલખિલ્ય, રૌદ્રભૂત, વજકર્ણ, પૃથુ, મારદમન, મૃગેન્દ્રદેવ ઈત્યાદિ પાંચ હજાર નૃપતિ કૃતાંતવક્રની સાથે અગ્રેસર થયા. બંદીજનો તેનાં બિરૂદ ગાય છે. એ ઉપરાંત અનેક રઘુવંશી કુમારો, જેમણે અનેક યુદ્ધ જોયાં છે, જેમની દષ્ટિ શસ્ત્રો પર છે, જેમને યુદ્ધનો ઉત્સાહુ છે, જે સ્વામીભક્તિમાં તત્પર છે તે ધરતીને કંપાવતા શીધ્ર નીકળ્યા. કેટલાક નાના પ્રકારના રથોમા બેઠા, કેટલાક પર્વત સમાન ઊંચા કાળી ઘટા સમાન હાથી પર બેઠા, કેટલાક સમુદ્રના તરંગ જેવા ચંચળ અશ્વો પર બેઠા ઈત્યાદિ અનેક વાહનો પર બેસી યુદ્ધ માટે નીકળ્યા. વાજિંત્રોના અવાજથી દશે દિશા વ્યાપ્ત થઈ છે. બખ્તર પહેરી, ટોપ ધારણ કરી, ક્રોધથી ભરેલાં તેમનાં ચિત્ત છે. લવ-અંકુશ પરસેનાનો અવાજ સાંભળી યુદ્ધ માટે તૈયાર થયા. વજજંઘને આજ્ઞા કરી. કુમારની સેનાના માણસો યુદ્ધ માટે તૈયાર હતા જ. પ્રલયકાળના અગ્નિ સમાન મહાપ્રચંડ અંગ, બંગ, નેપાળ, બર્બર, પોં, માગધ, પારસેલ, સિંહલ કલિંગ ઈત્યાદિ અનેક દેશોના રાજા રત્નાકને મુખ્ય કરી અગિયાર હજાર ઉત્તમ તેજના ધારક યુદ્ધ માટે તૈયાર થયા. બન્ને સેનાઓનો સંઘર્ષ થયો. બન્ને સેનાઓના સંગ્રામમાં દેવો તથા અસુરોને આશ્ચર્ય ઉપજે એવો ભયંકર પ્રલયકાળનો સમુદ્ર ગાજે તેવો ધ્વનિ થયો. પરસ્પર અવાજ આવતા હતા- શું જોઈ રહ્યો છે? પ્રથમ પ્રહાર કેમ નથી કરતો? મારી ઈચ્છા તારા ઉપર પ્રથમ પ્રહાર કરવાની નથી તેથી તું જ પ્રથમ પ્રહાર કર. કોઈ કહે છે-એક ડગલું આગળ આવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com