________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૫૪
નવ્વાણુંમું પર્વ
પદ્મપુરાણ ઘરને જે પાપી દુર્વચનરૂપ અગ્નિથી બાળે છે તે પોતે જ દોષરૂપ દહનથી બળે છે. હે દેવી ! તું પતિવ્રતા મહાસતી છો. પ્રશંસાયોગ્ય છો. જેને ગર્ભધાન થતાં ચૈત્યાલયોનાં દર્શનની વાંછા ઉપજી. હવે તારા પુણ્યનો ઉદય છે. તું શીલવતી જિનમત છે. તારા શીલના પ્રસાદથી મારે આ નિર્જન વનમાં હાથીના નિમિત્તે આવવાનું થયું. હું પુંડરિકપુરનો રાજા વજંઘ છું. મારા પિતા સોમવંશી દ્વિદવાહ અને માતા માહિષી છે. તું મારી ધર્મના વિધાનથી મોટી બહેન છે. તું પુંડરિકપુર ચાલ, શોક તજ. હૈ બહેન! શોકથી કાંઈ જ કાર્યસિદ્ધિ નથી. પુંડરિકપુરમાંથી ૨ામ તને શોધીને કૃપા કરીને બોલાવશે. ૨ામ પણ તારા વિયોગથી પશ્ચાત્તાપથી ખૂબ વ્યાકુળ છે, પોતાના પ્રમાદથી અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે તેને વિવેકી આદરપૂર્વક ગોતશે જ. માટે હું પતિવ્રતે ! નિસંદેહપણે રામ તને આદરથી બોલાવશે. આ પ્રમાણે તે ધર્માત્માએ સીતાને શાંતિ ઉપજાવી. સીતાને ધી૨જ આવી, જાણે કે ભાઈ ભામંડળ જ મળ્યો. તેની ખૂબ પ્રશંસા કરી કે તું મારો ઉત્કૃષ્ટ ભાઈ છે, સાધર્મી ૫૨ વાત્સલ્ય કરનાર ઉત્તમ જીવ છે. ગૌતમ સ્વામી કહે છે કે હૈ શ્રેણિક! રાજા વજંઘ સમ્યગ્દષ્ટિ, સાધુ સમાન છે, તેનો આત્મા પવિત્ર છે. જે વ્રત ગુણ-શીલથી યુક્ત હોય, મોક્ષમાર્ગનો ઉદ્યમી હોય એવા સત્પુરુષનાં ચરિત્ર પરોપકારી કોનો શોક ન મટાડે? સત્પુરુષનું ચિત્ત જિનમતમાં અતિનિશ્ચળ છે. સીતા કહે છે-હે વજંઘ! તું મારા પૂર્વભવનો સહોદર છે તેથી આ ભવમાં તેં સાચું ભાઈપણું બતાવ્યું, મારા શોકસંતાપરૂપ અંધકારને દૂર કર્યો, તું સૂર્ય સમાન પવિત્ર આત્મા છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવનિકાના ગુજરાતી અનુવાદમાં સીતાનો વજ્રાંઘ દ્વારા ધૈર્ય આપવાનું વર્ણન કરનાર અઠ્ઠાણુંમું પર્વ પૂર્ણ થયું.
* * *
નવ્વાણુંમું પર્વ
(સીતાનું વજજંઘ સાથે જવું અને માર્ગમાં સર્વત્ર સન્માન મેળવવું)
પછી વજંઘે સીતાને બેસવા માટે ક્ષણમાત્રમાં અદ્દભુત પાલખી મંગાવી. પાલખી વિમાન જેવી મનોજ્ઞ, યોગ્ય પ્રમાણવાળી, સુંદર થાંભલા, પોતાની ઝાલર, જેમાં ઉજ્જવળ ચામર ઝૂલે છે, ચિત્રોથી શોભે છે, સુંદર ઝરૃખા છે એવી સુખપાલ પર બેસીને સેનાની વચ્ચે સીતા ચાલી જાય છે, કર્મોની વિચિત્રતા પર વિચાર કરે છે. ત્રણ દિવસ ભયંકર વનમાં મુસાફરી કરીને પુંડરિક દેશમાં તેં આવી. દેશના બધા લોકો આવીને માતાજીને મળ્યા, ગામેગામ ભેટ આપવા લાગ્યા. વજંઘના રાજ્યમાં સમસ્ત જાતિના અનાજથી ધરતી આચ્છાદિત છે, ગામની પાસે રત્નોની ખાણો છે, રૂપાની ખાણો છે, દેવનગર જેવાં નગરો જોઈ સીતા આનંદ પામી. વનઉપવનની શોભા દેખતી ચાલી જાય છે, ગામના અગ્રણી ભેટ આપીને અનેક પ્રકારે સ્તુતિ કરે છે. હું ભગવતી! હું માતા! આપના દર્શનથી અમે પાપરહિત થયા, કૃતાર્થ થયા. વંદન કરે છે, અર્ધપાદ્ય કરે છે. અનેક રાજાઓ પણ આવીને મળ્યા, જાતજાતની ભેટ લાવ્યા અને વંદન કરતા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com