SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અઠ્ઠાણુંમું પર્વ ૫૫૧ અને સમ્યગ્દર્શનરૂપ રત્નભૂષણથી શોભિત છે, જેના સમાન બીજું રત્ન નથી, તે અવિનાશી છે, અમૂલ્ય છે, કોઈથી હરી શકાતું નથી, અત્યંત સુખદાયક શંકાદિ મળરહિત સુમેરુ સરખું નિશ્ચળ છે. હે માતા! જેને સમ્યગ્દર્શન હોય તેના ગુણોનું અમે ક્યાં સુધી વર્ણન કરીએ? આ રાજા જિનમાર્ગના રહસ્યનો જ્ઞાતા શરણાગત પ્રતિપાળ છે. તે પરોપકારમાં પ્રવીણ, દયાળુ, જીવોની રક્ષામાં સાવધાન, નિર્મળ પવિત્રાત્મા છે. તે નિંધ કર્મથી નિવૃત્ત, લોકોનો પિતા સમાન રક્ષક, દીન-અનાથ-દુર્બળ દેહધારીઓને માતા સમાન પાળે છે. તે શત્રુરૂપ પર્વતને વજ સમાન છે, શસ્ત્રવિધાનો અભ્યાસી છે. પરધનનો ત્યાગી, પરસ્ત્રીને માતા-બહેન પુત્રી સમાન ગણે છે, અન્યાયમાર્ગને અજગર સહિતના અંધકૂપ સમાન જાણે છે, ધર્મમાં તત્પર, અનુરાગી, સંસારભ્રમણથી ભયભીત, સત્યવાદી, જિતેન્દ્રિય છે, જે તેના ગુણોનું કથન મુખથી કરવા ચાહે છે તે ભુજાઓથી સમુદ્ર તરવા ચાહે છે. વજજંઘનો સેવક આમ વાત કરી રહ્યો છે ત્યાં રાજા વજજંઘ પોતે આવ્યો. તે હાથી પરથી ઊતરી, બહુ વિનયથી સીતાને કહેવા લાગ્યો છે બહેન, જેણે તને આવા વનમાં તજી દીધી છે તે વજ સમાન કઠોર અને અત્યંત અણસમજણો છે, તને તજતાં તેનું હૃદય કેમ ન ફાટી ગયું? હું પુષ્પરૂપિણી ! તારી આ હાલતનું કારણ કર્યું, વિશ્વાસ રાખ, બી નહિ, ગર્ભનો ખેદ પણ ન કર. તેથી સીતા શોકથી પીડાયેલ ચિત્તથી ખૂબ રોવા લાગી. રાજાએ ઘણું ધૈર્ય આપ્યું પછી તે ગદગદ વાણીથી બોલી હે રાજન! મારી કથા ઘણી લાંબી છે. હું રાજા જનકની પુત્રી, ભામંડળની બહેન, રાજા દશરથની પુત્રવધૂ, સીતા મારું નામ છે. હું રામની પત્ની છું. રાજા દશરથે કૈકેયીને વરદાન આપ્યું હતું તેથી તેમણે ભરતને રાજ્ય આપ્યું અને મુનિ થઈ ગયા. રામ-લક્ષ્મણ વનમાં ગયા. હું મારા પતિ સાથે વનમાં રહી. રાવણ કપટથી મને હરી ગયો. અગિયારમા દિવસે મેં પતિના સમાચાર સાંભળ્યા પછી ભોજનપાન કર્યું. પતિ સુગ્રીવના ઘેર રહ્યા. પછી અનેક વિધાધરોને ભેગા કરી આકાશમાર્ગે થઈ સમુદ્ર ઓળંગી લંકા ગયા. રાવણને જીતી મને લાવ્યા. પછી રાજ્યરૂપ કાદવનો ત્યાગ કરી ભરત વૈરાગી થયા અને કર્મકલંકરહિત પરમધામ પામ્યા. કૈકેયી શોકરૂપ અગ્નિથી જલતી છેવટે વીતરાગનો માર્ગ સારરૂપ જાણી આર્થિકા થઈ, સ્ત્રીલિંગ છેદી સ્વર્ગમાં દેવ થઈ. ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ મોક્ષ પામશે. રામ-લક્ષ્મણ અયોધ્યામાં ઇન્દ્ર સમાન રાજ્ય કરે છે. દુષ્ટ સ્વભાવવાળા લોકો નિઃશંક થઈ અપવાદ કરવા લાગ્યા કે રાવણ સીતાનું હરણ કરી ગયો હતો છતાં રામે તેને લાવી ઘરમાં રાખી. રામ અતિવિવેકી, ધર્મશાસ્ત્રના જાણનાર, ન્યાયતંત આવી રીત કેમ આચરે? જે રીતે રાજા પ્રવર્તે છે તે રીતે પ્રજા પ્રવર્તશે. આ પ્રમાણે લોકો મર્યાદા છોડી બોલવા લાગ્યા કે રામના ઘરમાં જ આ રીત હોય તો અમને શો દોષ છે? હું ગર્ભસહિત દુર્બળ શરીરવાળી એવું વિચારતી હતી કે જિનેન્દ્રનાં ચૈત્યાલયોની અર્ચના કરીશ, અને પતિ પણ મારી સાથે જિનેન્દ્રના નિર્વાણ સ્થાન અને અતિશય સ્થાનોની વંદના કરવા ભાવ સહિત તૈયાર થયા હતા અને મને એમ કહેતા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy