________________
૩૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચોથું પર્વ
પદ્મપુરાણ ત્રણ યુદ્ધની યોજના કરી. ૧ દૃષ્ટિયુદ્ધ, ર જળયુદ્ધ અને ૩ મલ્લયુદ્ધ. ત્રણેય યુદ્ધોમાં બાહુબલી જીત્યા અને ભરત હાર્યા ત્યારે ભારતે બાહુબલી ઉપર ચક્ર છોડ્યું, પણ તે તેમના ચરમ શરીરનો ઘાત ન કરી શક્યું, પાછું ફરીને ભારતના હાથમાં આવ્યું. ભરત શરમાઈ ગયા. બાહુબલી સર્વ ભોગોનો ત્યાગ કરીને વિરક્ત થયા. એક વર્ષ સુધી કાયોત્સર્ગ કરીને સ્થિર રહ્યા. શરીર ઉપર વેલડીઓ વીંટળાઈ વળી, સર્પોએ રાફડા બનાવ્યા. એક વર્ષ પછી તેમને કેવળજ્ઞાન થયું. ભરત ચક્રવર્તીએ આવીને કેવળીની પૂજા કરી. બાહુબલી કેવળી થોડા સમય પછી નિર્વાણ પામ્યા. અવસર્પિણી કાળમાં પ્રથમ મોક્ષ પામનાર તે હતા. ભરત ચક્રવર્તીએ નિષ્ફટકપણે છ ખંડનું રાજ્ય કર્યું. તેમના રાજ્યમાં વિદ્યાધરો સમાન સર્વ સંપત્તિવાન અને દેવલોક સમાન મહાવિભૂતિથી મંડિત રાજાઓ હતા, ત્યાં મનુષ્યો દેવ સમાન નાના પ્રકારના વસ્ત્રાભરણથી શોભતા અનેક પ્રકારની શુભ ચેષ્ટાથી આનંદ પામતા હતા. લોક ભોગભૂમિ સમાન સુખી, રાજા લોકપાલ સમાન, સ્ત્રીઓ કામના નિવાસની ભૂમિરૂપ અપ્સરા સમાન હતી. જેમ સ્વર્ગમાં ઇન્દ્ર રાજ કરે તેવી રીતે ભારતે પૃથ્વી ઉપર એકછત્ર રાજ્ય કર્યું. ભારતની સુભદ્રા રાણી ઇન્દ્રાણી સમાન હતી, એક હજાર દેવ તેની સેવા કરતા હતા. ચક્રવર્તીને અનેક પુત્રો થયા. તેમણે પૃથ્વી ઉપર રાજ્ય કર્યું. આ પ્રમાણે ગૌતમ સ્વામીએ ભરતનું ચરિત્ર શ્રેણિક રાજાને કહ્યું.
(વિપ્રોની ઉત્પત્તિનું વર્ણન) હવે શ્રેણિકે પૂછયું - હે પ્રભો ! આપે ત્રણ વર્ણની ઉત્પત્તિ કહી તે મેં સાંભળી હવે બ્રાહ્મણોની ઉત્પત્તિ કેમ થઈ તે હું સાંભળવા ઈચ્છું છું તો તે કૃપા કરીને કહો. જેમનું હૃદય જીવદયાથી કોમળ છે અને મદ-મત્સરરહિત છે. એવા ગણધરદેવે કહ્યું કે એક દિવસ ભરતે અયોધ્યાની સમીપમાં ભગવાનનું આગમન થયું છે એમ જાણીને, સમોસરણમાં જઈ, વંદના કરીને ભગવાનને મુનિઓના આહારની વિધિ પૂછી. ત્યારે ભગવાનની આજ્ઞા થઈ કે મુનિ તૃષ્ણારહિત, જિતેન્દ્રિય અનેક માસોપવાસ કરે અને બીજાના ઘેર જઈને નિર્દોષ આહાર લે અને જે અંતરાય પડે તો આહાર ન લે, પ્રાણરક્ષા નિમિત્તે નિર્દોષ આહાર કરે અને ધર્મના હેતુથી જ પ્રાણનું રક્ષણ કરે તથા મોક્ષના હેતુથી તે ધર્મનું આચરણ કરે કે જેમાં કોઈપણ પ્રાણીને બાધા ન પહોંચે. આવો મુનિનો ધર્મ સાંભળીને ચક્રવર્તી વિચારે છે કે અહો! આ જૈનના વ્રત મહાદુર્ધર છે, મુનિઓ શરીર પ્રત્યે પણ નિઃસ્પૃહ રહે છે તો પછી બીજી વસ્તુઓમાં તેમને વાંછા કેવી રીતે રહે? મુનિ મહાનિર્ચથ, નિર્લોભી અને સર્વ જીવોની દયામાં તત્પર હોય છે. મારે વૈભવ ઘણો છે. હું અણુવ્રતી શ્રાવકને ભક્તિથી દાન દઉં અને દીન લોકોને દયાદાન દઉં. આ શ્રાવક પણ મુનિના લઘુભ્રાતા છે. આમ વિચારીને તેણે લોકોને ભોજન માટે બોલાવ્યા. વતીઓની પરીક્ષા માટે આંગણામાં ચાવલ, અડદ, મગ વગેરે વાવ્યા હતા, તેના અંકુરા ઊગી નીકળ્યા હતા, ત્યાં થઈને તેમને બોલાવ્યા. તેમાં જે અવિવેકી હતા તે તો લીલોતરીને કચરીને આવ્યા અને જે વિવેકી હતા તે અંકુર જોઈને એક તરફ ઊભા રહી ગયા, તેમને ભરતે અંકુરરહિત માર્ગ પરથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com