________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સત્તાણુંમું પર્વ
૫૪૫ કરી કે તરતજ કૃતાંતવક સેનાપતિને બોલાવો. જોકે સીતા બે બાળકોના ગર્ભસહિત છે તો પણ તેને મારા ઘરમાંથી તત્કાળ કાઢી મૂકો. આવી આજ્ઞા કરી ત્યારે લક્ષ્મણે હાથ જોડી, નમસ્કાર કરી કહ્યું હે દેવ! સીતાને તજવી યોગ્ય નથી. આ રાજા જનકની પુત્રી, મહાશીલવતી પુત્રી, જિનધર્મિણી, કોમળ ચરણોવાળી, અતિ સુકુમાર, ભોળી, સદા સુખમાં રહેલી એકલી ક્યાં જશે? ગર્ભના ભારવાળી, અત્યંત ખેદ પામતી આ રાજપુત્રીને તમે ત્યજશો તો કોના શરણે જશે? અને આપે જોવાની વાત કરી તો જોવાથી શો દોષ થયો? જેમ જિનરાજની આગળ ચડાવેલાં દ્રવ્ય નિર્માલ્ય થાય છે, તેને આપણે જોઈએ છીએ, પરંતુ એમાં કંઈ દોષ નથી. અયોગ્ય અભક્ષ્ય વસ્તુને આંખોથી જોઈએ છીએ, પરંતુ જવાથી દોષ નથી, અંગીકાર કરવાથી દોષ થાય છે. માટે હે નાથ! મારા પર પ્રસન્ન થાવ, મારી વિનંતી સાંભળો, તમારામાં જેનું ચિત્ત એકાગ્ર છે એવી નિર્દોષ સતી સીતાને ન ત્યજો. પછી રામ અત્યંત વિરક્ત થઈ ક્રોધે ભરાયા અને નારાજ થઈને કહ્યું છે લક્ષ્મણ ! હવે કાંઈ ન કહીશ, મેં પાકો નિર્ણય કર્યો છે. શુભ થાય કે અશુભ થાય, સીતાને નિર્જન વનમાં અસહાય એકલી છોડી દો. પોતાના કર્મનો ઉદય પ્રમાણે તે જીવે કે મરે, પણ હવે તે એક ક્ષણમાત્ર પણ મારા દેશમાં, નગરમાં, કોઈના ઘરમાં ન રહે. તે અપકીર્તિ કરનાર છે, કૃતાંતવક્રને બોલાવ્યો. તે ચાર ઘોડાના રથમાં બેસી મોટી સેના સાથે રાજમાર્ગ થઈને આવ્યો. જેના શિર પર છત્ર ફરતું, ખંભે ધનુષ્ય ચડાવી, બખ્તર પહેરી, કુંડળ પહેરી આવતો જોઈને નગરનાં સ્ત્રીપુરુષો અનેક જાતની વાતો કરવા લાગ્યા. આજે આ સેનાપતિ દોડતો જાય છે તે કોના ઉપર ચડાઈ કરવાની હશે? તે કોના ઉપર ગુસ્સે થયો છે? આજે કોઈનું કાંઈક નુકસાન થવાનું છે. જેઠ મહિનાના સૂર્ય જેવો જેનો તાપ છે તે કાળ સમાન ભયંકર શસ્ત્રોના સમૂહુ સાથે ચાલ્યો જાય છે તે ખબર નથી પડતી કે આજે કોના ઉપર કોપ્યો છે. આમ નગરમાં ચર્ચા ચાલે છે. સેનાપતિ રામની સમીપે આવ્યા, સ્વામીને મસ્તક નમાવી નમસ્કાર કરી બોલ્યો દેવ! આજ્ઞા કરો.
રામે કહ્યું શીધ્ર સીતાને લઈ જાવ, માર્ગમાં જિનમંદિરોના દર્શન કરાવી સમ્મદશિખર અને નિર્વાણભૂમિ તથા માર્ગના ચેત્યાલયોનાં દર્શન કરાવી તેની ઈચ્છા પૂર્ણ કરી, સિંહનાદ નામની, જ્યાં મનુષ્યનું નામનિશાન નથી, તે અટવીમાં એકલી છોડી આવો. તેણે કહ્યું કે જેવી આશા. પછી જાનકી પાસે જઈને કહ્યું કે હું માતા! રથમાં બેસો. તમારી ચૈત્યાલયોનાં દર્શનની વાંછા પૂરી કરો. આ પ્રમાણે સેનાપતિએ મધુર સ્વરથી તેના આનંદની વાત કરી. પછી સીતા રથમાં બેઠી, બેસતી વખતે ભગવાનને નમસ્કાર કર્યા અને ચતુર્વિધ સંઘનો જય થાવ' એવા શબ્દો કહ્યા મહાન જિનધર્મી, ઉત્તમ આચરણમાં તત્પર શ્રી રામચંદ્ર જયવંત વર્તો, અને મારા પ્રમાદથી કોઈ અસુંદર ચેષ્ટા થઈ હોય તો જિનધર્મના અધિષ્ઠાતા દેવ ક્ષમા કરો. સખીઓ સાથે આવવા લાગી. તેમને કહ્યું કે તમે સુખેથી અહીં રહો, હું તરત જ જિન ચૈત્યાલયોનાં દર્શન કરીને આવું છું. આમ તેણે કહ્યું. પછી સિદ્ધોને નમસ્કાર કરી સીતા આનંદથી રથમાં બેઠી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com