________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૩૬ ચોરાણુંમું પર્વ
પદ્મપુરાણ જેની શક્તિ છે તે શ્રી રામ, સુગ્રીવ, હનુમાન ઇત્યાદિ બધા જ યુદ્ધમાં પ્રવર્યા. આ યોદ્ધાઓથી વિધાધરોની સેના પવનથી મેઘપટલ વિલય પામે તેમ ભાગી ગઈ. તે વખતે રત્નરથ અને રત્નરથના પુત્રોને ભાગતા જોઈ નારદે અત્યંત હર્ષ પામી તાળી દઈને હસીને કહ્યું. અરે રત્નરથના પુત્રો! અત્યંત ચપળ, દુરાચારી, મંદબુદ્ધિ તમે લક્ષ્મણના ગુણોની ઉચ્ચતા સહન ન કરી શક્યા તો હવે અપમાનિત થઈને કેમ ભાગો છો? તેમણે કાંઈ જવાબ ન આપ્યો. તે જ સમયે કન્યા મનોરમા અનેક સખીઓ સહિત રથમાં બેસી પ્રેમથી ભરેલી લક્ષ્મણની પાસે આવી, જેમ ઇન્દ્રાણી ઇન્દ્રની સમીપ આવે. તેને જોઈને લક્ષ્મણ ક્રોધરહિત થયા, ભૃકુટિ ચડી ગઈ હતી તે વદન શાંત થયું. કન્યા આનંદ ઉપજાવનારી હતી. પછી રાજા રત્નરથ પોતાના પુત્રો સહિત માન ત્યજીને નાના પ્રકારની ભેટસોગાદો લઈને શ્રી રામ-લક્ષ્મણ સમીપે આવ્યા. રાજા દેશકાળની વિધિ જાણે છે, વળી તેણે પોતાનો અને આમનો પ્રભાવ પણ જોઈ લીધો છે. પછી નારદે બધાની વચ્ચે રત્નરથને કહ્યું હે રત્નરથ! હવે તારી શી વાત છે? તુ રત્નરથ છે કે રજરથ છે? વૃથા અભિમાન કરતો હતો તો નારાયણ–બળદેવ સામે માન કરવાથી શો લાભ થયો? પછી તાળી વગાડીને રત્નરથના પુત્રોને હસીને કહ્યું, હું રત્નરથના પુત્રો! આ વાસુદેવ છે. તેમને તમે પોતાના ઘરમાં રહી ઉદ્ધત ચેષ્ટા કરી મનમાં આવ્યું તે કહ્યું હતું, હવે કેમ પગમાં પડો છો? ત્યારે તેમણે જવાબ આપ્યો-હે નારદ ! તમારો કોપ પણ ફાયદો જ કરે છે. જો તમે અમારા ઉપર ક્રોધ કર્યો તો અમારે મોટા પુરુષોનો સંબંધ થયો, એમનો સંબંધ થવો દુર્લભ છે. આ પ્રમાણે થોડીવાર વાતો કરી બધા નગરમાં ગયા. શ્રી રામને શ્રીદામા પરણાવવામાં આવી. જેનું રૂપ રતિસમાન હતું. તેને પ્રાપ્ત કરવાથી રામ આનંદથી રમવા લાગ્યા. મનોરમા લક્ષ્મણને પરણાવવામાં આવી તે સાક્ષાત્ મનોરમા જ છે. આ પ્રમાણે પુણ્યના પ્રભાવથી પણ અધિક પ્રકાશરૂપ વીતરાગનો માર્ગ જાણીને દયાધર્મની આરાધના કરો.
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામને શ્રીદામા અને લક્ષ્મણને મનોરમાના લાભનું વર્ણન કરનાર ત્રાણુનું પર્વ પૂર્ણ થયું.
* * *
ચોરાણુંમું પર્વ (રામ લક્ષ્મણના વૈભવ પરિવાર આદિનું વર્ણન) પછી વિજ્યાઈની દક્ષિણ શ્રેણીમાં બીજા વિધાધરો પણ હતા તે બધાને લક્ષ્મણે યુદ્ધ કરીને જીતી લીધા. જે વિદ્યાધરો અત્યંત દુસ્સહુ મહાન વિષધર સમાન હતા તે બધા રામ-લક્ષ્મણના પ્રતાપથી માનરૂપ વિષથી રહિત થઈ ગયા, એમના સેવક થયા. તેમની રાજધાની દેવોની પુરી સમાન હતી. તેમાંના કેટલાકનાં નામ આ પ્રમાણે છે-રવિપ્રભ, વહિનપ્રભ, કાંચનપ્રભ,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com