________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૧૬ પંચાસીમું પર્વ
પદ્મપુરાણ પ્રકારના તપથી શરીરનું શોષણ કરતો, જેમ ગ્રીષ્મનો સૂર્ય જળનું શોષણ કરે છે. જેનું મન સમાધાનરૂપ છે, મન તથા ઈન્દ્રિયોને જીતવામાં તે સમર્થ છે એવા આ સમ્યગ્દષ્ટિએ નિશ્ચળ ચિત્તથી ચોસઠ હજાર વર્ષ સુધી દુર્ધર તપ કર્યું. પછી સમાધિમરણ કરી પાંચ સમીક્કારનું સ્મરણ કરતાં દેહ ત્યાગીને છઠ્ઠી બ્રહ્મોત્તર સ્વર્ગમાં મહાઋદ્ધિધારક દેવ થયા. જે ભૂષણના ભવમાં તેના પિતા ધનદત્ત શેઠ હતા તે વિનોદ બ્રાહ્મણનો જીવ મોહના યોગથી અનેક કુયોનિમાં ભ્રમણ કરીને જંબુદ્વિપમાં ભરતક્ષેત્રમાં પોદનપુર નગરમાં બ્રાહ્મણ અગ્રિમુખની સ્ત્રી શકુનાના પેટે મૂદુમતિ નામનો પુત્ર થયો. તેનું નામ તો મૃદુમતિ હતું, પણ તે કઠોર ચિત્તવાળો, અતિદુષ્ટ, જુગારી, અવિનયી, અનેક અપરાધોથી ભરેલો દુરાચારી હુતો. લોકોના ઉપકારથી માતાપિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો તે પૃથ્વી પર ફરતો ફરતો પોદનપુર ગયો. તરસ્યો થયેલો તે પાણી પીવા કોઈના ઘરમાં પેઠો તેને એક બ્રાહ્મણી આંસુ સારતી શીતળ જળ પીવરાવવા લાગી. આ શીતળ મધુર જળથી તૃપ્ત થઈને તેણે બ્રાહ્મણીને રુદન કરવાનું કારણ પૂછયું. તેણે કહ્યું કે તારા જેવી આકૃતિવાળો મારે એક પુત્ર હતો. મે તેને કઠોરચિત્ત થઈને ક્રોધથી ઘરમાંથી કાઢી મૂક્યો હતો. તે ફરતા ફરતા તેને જોયો હોય તો કહે. ત્યારે તે રોતો રોતો બોલ્યો કે હે માતા ! તું રડ નહિ, તે હું જ છું. તેને જોયા ઘણા દિવસ થઈ ગયા તેથી મને ઓળખતી નથી. તું વિશ્વાસ રાખ, હું તારો પુત્ર છું. તે તેને પુત્ર જારી રાખવા તૈયાર થઈ, મોહના યોગથી તેના સ્તનોમાં દૂધ ઉભરાયું. આ મૃદુમતિ, તેજસ્વી, રૂપાળો સ્ત્રીઓના મનને હરનાર, ધૂર્તોનો શિરોમણિ હતો, જુગારમાં સદા જીતતો, અનેક કળા જાણતો, કામભોગમાં આસક્ત હતો. વસંતમાલા નામની એક વેશ્યાનો તે અત્યંત પ્રિય હતો. તેના માતાપિતાએ તેને કાઢી મૂક્યા પછી તેમને ખૂબ લક્ષ્મી મળી હતી. પિતા કુંડળાદિક અનેક આભૂષણો પહેરતાં અને માતા કાંચીજામાદિક અનેક આભરણોથી શોભિત સુખપૂર્વક રહેતી. એક દિવસ આ મૂદુમતિ શશાંકનગરમાં રાજમહેલમાં ચોરી કરવા ગયો. ત્યાંનો રાજા નંદીવર્ધન શશાંકમુખ સ્વામીના મુખે ધર્મોપદેશ સાંભળીને વિરક્તચિત્ત થયો હતો તે પોતાની રાણીને કહેતો કે હે દેવી! મેં મુનિના મુખે મોક્ષસુખ આપનાર પરમ ધર્મનું શ્રવણ કર્યું છે કે આ ઇન્દ્રિયના વિષયો વિષસમાન દારુણ છે, એનું ફળ નરક નિગોદ છે, હું જૈનેશ્વરી દીક્ષા ધારણ કરીશ, તું શોક ન કર. આ પ્રમાણે પોતાની સ્ત્રીને તે સમજાવતો હતો ત્યારે આ વચન સાંભળી મુદતિ ચોરે પોતાના મનમાં વિચાર્યું કે જુઓ આ રાજા રાજઋદ્ધિ છોડીને મુનિવ્રત લે છે અને હું પાપી ચોરી કરીને બીજાનું ધન હરું છું. ધિક્કાર છે મને! આમ વિચારીને ચિત્ત નિર્મળ થતાં સાંસારિક વિષયભોગોથી ઉદાસ થયો અને ચંદ્રમુખ સ્વામી પાસે સર્વ પરિગ્રહનો ત્યાગ કરી જિનદીક્ષા લીધી. શાસ્ત્રોક્ત તપ કરતો અને અત્યંત પ્રાસુક આહાર લેતો
હવે દુર્ગ નામના એક ગિરિશિખર પર એક ગુણનિધિ નામના મુનિ ચાર મહિનાના ઉપવાસ કરીને રહ્યા હતા, તે સુરઅસુર મનુષ્યોથી સ્તુતિ કરવા યોગ્ય ચારણઋદ્ધિધારક મુનિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com