________________
૫૧૦
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચોર્યાસીમું પર્વ
પદ્મપુરાણ જીવે ભૂતકાળમાં જે અશુભ કર્મ કર્યા હોય તે સંતાપ ઉપજાવે છે માટે હું પ્રાણીઓ! અશુભ કર્મ છોડીને દુર્ગતિગમનથી છૂટો. જેમ સૂર્ય પ્રકાશતો હોય ત્યારે આંખોવાળા માર્ગમાં રોકાતા નથી તેમ જિનધર્મ પ્રગટતાં વિવેકી જીવો કુમાર્ગમાં પડતા નથી. પ્રથમ અધર્મ છોડીને ધર્મને આદરે છે પછી શુભાશુભથી નિવૃત્ત થઈ આત્મધર્મ વડે નિર્વાણ પામે છે.
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની, સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રૈલોક્યમંડનને જાતિસ્મરણ થઈ ઉપશાંત થયાનું વર્ણન કરનાર ત્યાસીમું પર્વ પૂર્ણ થયું.
* * *
ચોર્યાસીમું પર્વ (ગૈલોક્યમંડન હાથીનું આહાર-વિહાર છોડી, નિશ્ચળ બની મૌન ગ્રહણ કરવું)
પછી તે ગજરાજને ધર્મધ્યાનનું ચિંતન કરતો રામ-લક્ષ્મણે જોયો અને ધીમેધીમે તેની સમીપમાં આવ્યા, મિષ્ટ વચનો બોલીને તેને પકડયો. તેમણે પાસના લોકોને આજ્ઞા કરીને હાથીને સર્વ આભૂષણો પહેરાવ્યાં. હાથી શાંતચિત્ત બન્યો હતો તેથી નગરના લોકોની આકુળતા મટી ગઈ. હાથી એટલો પ્રબળ હતો કે વિદ્યાધરોના અધિપતિથી પણ તેની પ્રચંડ ગતિ રોકાય નહિ. આખા નગરના લોકો હાથીની વાત કરે છે કે આ રૈલોક્યમંડન હાથી રાવણનો પાટહસ્તી છે. એના જેવો બીજો કોઈ નથી. રામ-લક્ષ્મણે તેને પકડ્યો. પહેલાં તે ગુસ્સે થયો હતો હવે શાંત થઈ ગયો છે. લોકોના પુણ્યનો ઉદય છે અને ઘણા જીવોનું દીર્ઘ આયુષ્ય છે. ભારત અને સીતા વિશલ્યા હાથી પર બેસીને મહાન વૈભવપૂર્વક નગરમાં આવ્યાં. અદ્દભુત વસ્ત્રાભૂષણથી શોભતી બધી રાણીઓ જાતજાતનાં વાહનોમાં બેસી ભરતને લઈને નગરમાં આવી. ભાઈ શત્રુષ્ન અશ્વ ઉપર બેસી ભરતના હાથીની આગળ ચાલ્યો. જાતજાતના વાજિંત્રોના શબ્દ થવા લાગ્યા, બધા નંદનવન સમાન વનમાંથી નગરમાં આવ્યા. ભરત હાથી ઉપરથી ઉતરી ભોજનશાળામાં ગયા. સાધુઓને ભોજન કરાવ્યું, પછી લોકો પોતપોતાના સ્થાનકે ગયા. બધા લોકો આશ્ચર્ય પામ્યા. હાથી કોપ્યો પછી ભારત પાસે ઊભો રહી ગયો તેથી બધાને આશ્ચર્ય થયું. ગૌતમ ગણધર રાજા શ્રેણિકને કહે છે કે હે રાજ! હાથીના બધા મહાવતોએ રામ-લક્ષ્મણ પાસે આવી પ્રણામ કરીને કહ્યું કે હે દેવ! આજે ચાર દિવસ થયા ગજરાજ કાંઈ ખાતો નથી, પીતો નથી, ઊંઘતો નથી, સર્વ ચેષ્ટા છોડીને નિશ્ચળ ઊભો છે. જે દિવસે ક્રોધ કર્યો હતો એ પછી શાંત થયો તે જ દિવસથી ધ્યાનારૂઢ થઈ નિશ્ચળ ઊભો છે. અમે જાતજાતની સ્તુતિ કરીએ છીએ, અનેક પ્રિય વચનો કહીએ છીએ, તો પણ આહારપાણી લેતો નથી, અમારાં વચનો કાને ધરતો નથી, પોતાના સૂંઢ દાંત વચ્ચે લઈને આંખો બંધ કરીને ઊભો છે, જાણે કે ચિત્રનો ગજ છે. જે તેને જુએ છે તેને એવો ભ્રમ થાય છે કે આ કૃત્રિમ ગજ છે કે સાચો ગજ છે. અમે પ્રિય વચનથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com