________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૯૬ એંસીમું પર્વ
પદ્મપુરાણ (મય મહામુનિનાં તપનું વર્ણન) આ કથા સાંભળી રાજા શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછયું: હે નાથ! મેં ઇન્દ્રજિતાદિકનું માહાભ્ય સાંભળ્યું, હવે રાજા મયનું માહાભ્ય સાંભળવા ચાહું છું. અને હું પ્રભો ! જે આ પૃથ્વી પર પતિવ્રતા શીલવંતી છે, નિજ ભરતારમાં અનુરક્ત છે, તે નિશ્ચયથી સ્વર્ગમોક્ષની અધિકારિણી છે. તેમનો મહિમા અને વિસ્તારથી કહો. ગણધરે કહ્યું: જે નિશ્ચયથી સીતા સમાન પતિવ્રતા શીલને ધારણ કરે છે તે અલ્પ ભવમાં મોક્ષ પામે છે. પતિવ્રતા સ્વર્ગમાં જ જાય અને પરંપરાએ મોક્ષ પામે. હું રાજ! જે મનવચનકાયથી શીલવંતી છે, જેણે ચિત્તની વૃત્તિ રોકી છે તે ધન્ય છે. અશ્વોમાં, હાથીઓમાં લોહમાં, પાષાણમાં, વસ્ત્રોમાં, જળમાં, વૃક્ષોમાં, વેલોમાં, સ્ત્રીઓમાં, પુરુષોમાં મોટું અંતર હોય છે. બધી સ્ત્રીઓમાં પતિવ્રતા હોતી નથી અને બધા જ પુરુષોમાં વિવેકી હોતા નથી. તે શીલરૂપ અંકુશથી મનરૂપ મત્ત હાથીને વશ કરે તે પતિવ્રતા છે. પતિવ્રતા બધા જ કુળમાં હોય છે અને વૃથા પતિવ્રતાનું અભિમાન કર્યું તો શું થયું ? જે જિનધર્મથી બહિર્મુખ છે તે મનરૂપ મત્ત હાથીને વશ કરવા સમર્થ નથી. વીતરાગની વાણીથી જેમનું ચિત્ત નિર્મળ થયું છે તે જ મનરૂપ હાથીને વિવેકરૂપ અંકુશથી વશ કરી દયા-શીલના માર્ગ પર ચલાવવાને સમર્થ છે. હું શ્રેણિક! એક અભિમાના નામની સ્ત્રીની કથા સંક્ષેપમાં સાંભળ. આ પ્રાચીન કથા પ્રસિદ્ધ છે. એક ધાન્યગ્રામ નામનું ગામ હતું. ત્યાં નોદન નામનો બ્રાહ્મણ રહેતો. તેને અગ્નિ નામના બ્રાહ્મણની માનિની નામની સ્ત્રીથી જન્મેલી અભિમાના નામની પત્ની હતી. તે ખૂબ અભિમાની હતી. નોદન સુધાથી પિડાતો અભિમાનાને છોડી ગયો. તે અભિમાના ગજવનમાં કરૂહુ નામના રાજાને મળી. તે રાજા પુષ્પપ્રકીર્ણ નગરનો સ્વામી હતો અને લંપટી હતો. બ્રાહ્મણી રૂપવતી હોવાથી તે તેને લઈ ગયો અને સ્નેહથી ઘરમાં રાખી. એક સમયે અભિમાનાએ રતિક્રીડાના પ્રસંગે રાજાના મસ્તક પર લાત મારી. પ્રાતઃ સમયે રાજાને સભામાં પંડિતોને પૂછ્યું: જેણે મારા મસ્તક પર પગથી પ્રહાર કર્યો હોય તેને મારે શું કરવું? મૂર્ખ પંડિતો કહેવા લાગ્યા કે હે દેવ! તેનો પગ કાપી નાખવો અથવા તેને મારી નાખવો. તે વખતે રાજાનો અભિપ્રાય જાણનાર એક હેમાંક નામના બ્રાહ્મણે કહ્યું કે તેના પગની આભૂષણાદિકથી પૂજા કરવી. રાજાએ હેમાંકને પૂછયું: હું પંડિત ! તમને આ રહસ્યની કેવી રીતે ખબર પડી? હેમાંકે કહ્યું કે મેં તમારા અધર પર સ્ત્રીના દાંતના નિશાન જોયા તેથી મને લાગ્યું કે સ્ત્રીના પગની લત લાગી હોવી જોઈએ. તેથી રાજાએ હેમાંકને અભિપ્રાય સમજનાર જાણીને પોતાનો નિકટનો કૃપાપાત્ર બનાવ્યો. તે હેમાંકના ઘર પાસે એક મિત્રશા નામની અત્યંત દુઃખી વિધવા બ્રાહ્મણી રહેતી. તે પોતાના પુત્રને શિખામણ આપતી કે હે પુત્ર! જે બાલ્યાવસ્થામાં વિદ્યાભ્યાસ કરે છે તે હુમાંકની જેમ મહાન વિભૂતિ મેળવે છે. આ હેમકે બાળઅવસ્થામાં વિદ્યાનો અભ્યાક કર્યો તો અત્યારે તેની કીર્તિ વધી. તારા પિતા ધનુષબાણની વિદ્યામાં પ્રવીણ હતા તેનો તું મૂર્ણ પુત્ર થયો. આમ કહીને માતાએ આંસુ સાર્યા. તે વચન સાંભળી માતાને ધૈર્ય બંધાવી અત્યંત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com