________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮૪ અઠોતેરમું પર્વ
પદ્મપુરાણ જ રહો. અત્યંત વિરક્ત તે બોલ્યા-હવે આ ભોગોનું અમારે કાંઈ પ્રયોજન નથી. આ વિષ સમાન દારુણ મોહના કારણે અતિભયંકર નરક નિગોદાદિ દુઃખોથી જીવને ક્યારેય શાતા મળતી નથી. જે ભોગ સંબંધને ક્યારેય ન વાંછે તે જ વિચક્ષણ છે. લક્ષ્મણે ઘણું કહ્યું તો પણ તેમનું ચિત્ત ભોગાસક્ત ન થયું. જેમાં રાત્રે દૃષ્ટિ અંધકારરૂપ થાય અને સૂર્યના પ્રકાશથી તે જ દષ્ટિ પ્રકાશરૂપ થઈ જાય તેવી જ રીતે કુંભકર્ણાદિની દૃષ્ટિ પહેલાં ભોગાસક્ત હતી તે જ્ઞાનના પ્રકાશથી ભોગોથી વિરક્ત થઈ. શ્રી રામે તેમનાં બંધન છોડાવ્યાં અને બધા સાથે પદ્મસરોવરમાં સ્નાન કર્યું. સરોવરના સુગંધી જળમાં સ્નાન કરીને કપિ અને રાક્ષસો સૌ પોતાના સ્થાનકે ગયા.
કેટલાક સરોવરના કિનારે બેઠા, વિસ્મય ચિત્તે શૂરવીરોની કથા કરવા લાગ્યા. કેટલાક કૂર કાર્યની નિંદા કરવા લાગ્યા, કેટલાકે હથિયાર ફેંકી દીધાં, કેટલાક રાવણના ગુણોથી જેમનું ચિત્ત ભર્યું હતું તે મોટેથી રોવા લાગ્યા. કેટલાકે કર્મની ગતિની વિચિત્રતાનું વર્ણન કર્યું અને સંસારવનની નિંદા કરી કે આ સંસારવનમાંથી નીકળવું મહામુશ્કેલ છે. કેટલાક રાજ્યલક્ષ્મીને ચંચળ અને નિરર્થક જાણી અકાર્યની નિંદા કરવા લાગ્યા. કેટલાક રાવણના ગર્વની વાતો કરતા હતા, શ્રી રામનાં ગુણગાન કરતા હતા અને લક્ષ્મણની શક્તિનાં વખાણ કરતા હતા. જેમનું ચિત્ત નિર્મળ હતું તે સુકૃત ફળની પ્રશંસા કરતા હતા. ઘરે ઘરે મરેલાઓની ક્રિયા થતી રહી, બાળક-વૃદ્ધ સૌના મોઢે એ જ વાત હતી. લંકાના બધા લોકો રાવણના શોકથી આંસુ સારતા ચાતુર્માસ કરતા હતા. શોકથી દ્રવીભૂત હૃદયવાળા લોકોની આંખમાંથી જે જળપ્રવાહ વહ્યો તેનાથી પૃથ્વી જળરૂપ થઈ ગઈ અને તત્ત્વની ગૌણતા દેખાવા લાગી, જાણે કે નેત્રોનાં જળના ભયથી સંતાપ લોકોના હૃદયમાં ઘૂસી ગયો. બધાનાં મુખમાંથી આ શબ્દ નીકળતા-ધિક્કાર! ધિક્કાર ! અહો, અત્યંત કષ્ટ આવી પડ્યું. હાય હાય, આ કેવું અદભુત થયું? કેટલાક જમીન પર સૂવા લાગ્યા, મૌન ધારણ કરીને નીચું મુખ કરવા લાગ્યા, જાણે કે શરીર લાકડા જેવું નિશ્ચળ થઈ ગયું હોય. કેટલાકે શસ્ત્રો તોડી નાખ્યાં, કેટલાકે આભૂષણો ફેંકી દીધો અને સ્ત્રીના મુખ તરફથી દષ્ટિ સંકોચી. કેટલાક અતિદીર્ઘ ઉષ્ણ વિશ્વાસ કાઢે છે તેથી તેમના અધર કુલષિત થઈ ગયા છે, જાણે કે દુઃખના અંકુર છે, કેટલાક સંસારના ભોગોથી વિરક્ત થઈ મનમાં જિનદીક્ષાનો ઉધમ કરવા લાગ્યા.
પાછલા પહોરે અનંતવીર્ય નામના મુનિ લંકાના કુસુમાયુધ નામના વનમાં છપ્પન હજાર મુનિઓ સહિત પધાર્યા. જેમ તારાઓથી મંડિત ચંદ્ર શોભે તેમ તે મુનિઓથી વીંટાળાયેલા શોભતા હતા. જો આ મુનિઓ રાવણના જીવતા આવ્યા હોત તો રાવણ મરાત નહિ, લક્ષ્મણને અને રાવણને વિશેષ પ્રીતિ થાત. જ્યાં ઋદ્ધિધારી મુનિઓ રહે ત્યાં સર્વ મંગળ થાય છે અને જ્યાં કેવળી બિરાજે છે ત્યાં ચારેય દિશાઓમાં બસો યોજન પૃથ્વી સ્વર્ગતુલ્ય નિરુપદ્રવ થાય છે અને જીવોનો વેરભાવ મટી જાય છે. જેમ આકાશમાં અમૂર્તત્વ, અવકાશ પ્રદાનતા, નિર્લેપતા, પવનમાં સુવીર્યતા, નિઃસંગતા, અગ્નિમાં ઉષ્ણતા, જળમાં નિર્મળતા અને પૃથ્વીમાં સહનશીલતા હોય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com