________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સત્તોતેરમું પર્વ
૪૭૯ રાવણ બાણથી ચક્રને રોકવા તૈયાર થયો, પછી પ્રચંડ દંડ અને શીઘગામી વજનાગથી ચકને રોકવાનો પ્રયત્ન કર્યો તો પણ રાવણનું પુણ્ય ક્ષીણ થયું હતું તેથી ચક્ર અટકયું નહિ, પાસે આવ્યું. હવે રાવણ ચંદ્રહાસ ખગ લઈ ચક્રની સમીપમાં આવ્યો અને ચક્ર પર ખગ્નનો પ્રહાર કર્યો તેથી અગ્નિના તણખાથી આકાશ પ્રજ્વલિત થયું, ખડ્ઝનું જોર ચક્ર પર ન ચાલ્યું અને ચક્ર સામે ઊભેલા રાક્ષસોના ઇન્દ્ર મહાશૂરવીર રાવણનું ઉરસ્થળ ભેદી નાખ્યું. પુણ્યનો ક્ષય થતાં અંજનગિરિ સમાન રાવણ ભૂમિ પર પડ્યો, જાણે કે સ્વર્ગમાંથી દેવ ઍવ્યો, અથવા રતિપતિ પૃથ્વી પર પડ્યો હોય એવો શોભતો હતો, જાણે કે વીરરસનું સ્વરૂપ જ છે. જેની ભ્રમર ચઢી ગઈ હતી, હોઠ કરડાયા હતા. સ્વામીને પડેલા જોઈને તેની સેના ભાગવા લાગી. ધજા-છત્ર તણાઈ ગયાં, બધા વિદ્વળ થયા, વિલાપ કરતા ભાગી રહ્યા છે. કોઈ કહે છે રથને દૂર કરી માર્ગ દો, પાછળ હાથી આવે છે, કોઈ કહે છે વિમાનને એક તરફ કર, પૃથ્વીપતિ પડયો, ભયંકર અનર્થ થયો, કંપતા-ભાગતા લોકો તેના પર પડયા. તે વખતે બધાને શરણરહિત જોઈ ભામંડળ, સુગ્રીવ, હનુમાન રામની આજ્ઞાથી કહેવા લાગ્યા. બીવો નહિ. સૌને વૈર્ય બંધાવ્યું. વસ્ત્ર ફેરવ્યું, કોઈને ભય છે નહિ. સેનાને કાનને પ્રિય આવાં અમૃત સમાન વચન સાંભળી વિશ્વાસ ઉત્પન્ન થયો. ગૌતમ સ્વામી કહે છે કે હે રાજન! રાવણ આવી મહાવિભૂતિ ભોગવીને, સમુદ્રપર્વતની પૃથ્વીનું રાજ્ય કરીને પુણ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામ્યો, માટે આવી લક્ષ્મીને ધિક્કાર હો. આ રાજ્યલક્ષ્મી અત્યંત ચંચળ, પાપસ્વરૂપ, સુકૃતના સમાગમની આશારહિત છે, એમ મનમાં વિચારીને હે બુદ્ધિમાનો! તપ જ જેનું ધન છે એવા મુનિ થાવ. સૂર્યથી પણ અધિક તેજવાળા તે તપોધન મોહતિમિરને હરે છે.
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણના વધનું વર્ણન કરનાર છોતેરમું પર્વ પૂર્ણ થયું.
* * *
સત્તોતેરમું પર્વ (રાવણના વિયોગથી રાવણના પરિવાર અને રાણીઓનો વિલાપ)
ત્યારબાદ વિભીષણે મોટા ભાઈને પડેલા જોઈને અત્યંત દુ:ખથી પૂર્ણ પોતાના ઘાત માટે છરીને હાથ અડાડ્યો, તેને મરણને હરનારી મૂર્છા આવી ગઈ, શરીર ચેષ્ટારહિત થઈ ગયું. પછી સચેત થઈ અત્યંત સંતાપથી ભરેલો મરવા તૈયાર થયો. શ્રી રામે રથ પરથી ઊતરીને તેનો હાથ પકડી છાતીએ લગાવ્યો અને ધીરજ આપી. તે ફરીથી મૂચ્છ ખાઈને પડ્યો અને અચેત થઈ ગયો. શ્રી રામે તેને સચેત કર્યો ત્યારે તે વિલાપ કરવા લાગ્યો. તેનો વિલાપ સાંભળીને કરુણા ઉપજતી હતી. હું ભાઈ ! ઉદાર, ક્રિયાવાન, સામંતો પ્રત્યે શૂરવીર, રણધીર,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com