________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છોંતેરમું પર્વ
४७७ કેવું છે તે ચક્રરત્ન? અપ્રમાણ પ્રભાવના સમૂહનું ધારક, મોતીની ઝાલરીથી મંડિત, દિવ્ય વજય, અદ્દભુત નાના પ્રકારનાં રત્નો જડેલા અંગવાળું, દિવ્યમાળા અને સુગંધથી લિપ્ત, અગ્નિના સમૂહતુલ્ય, વૈડૂર્યમણિના હજાર આરાવાળું, અસહ્યદર્શન, હજાર યક્ષો જેની સદા સેવા કરે છે એવું, કાળનું મુખ હોય એવું ક્રોધથી ભરેલું આવું ચક્ર ચિંતવતાં જ રાવણના હાથમાં આવ્યું. તેની જ્યોતિથી જ્યોતિષી દેવોની પ્રભા ઝાંખી પડી ગઈ, ચિત્રનો સૂર્ય હોય એવી સૂર્યની કાંતિ થઈ ગઈ, અપ્સરા વિશ્વાવસુ, તુંબરુ, નારદ આદિ ગંધર્વો આકાશમ માં રણનું કૌતુક જાતા હતા તે ભયથી દૂર થઈ ગયા અને લક્ષ્મણ અત્યંત ધીર શત્રુને ચક સંયુક્ત જોઈ કહેવા લાગ્યાઃ હું અધમ નર! જેમ કૃપણ કોડીને લે તેમ આને તું શું લઈ રહ્યો છો ? તારી શક્તિ હોય તો પ્રહાર કર. આમ કહ્યું ત્યારે તેણે ક્રોધે ભરાઈને, દાંતથી હોઠ કરડતો, ચક્રને ફેરવીને લક્ષ્મણ ઉપર ચલાવ્યું. મેઘમંડળ સમાન શબ્દવાળું, અત્યંત શીઘ્રતાથી પ્રલયકાળના સૂર્ય સમાન મનુષ્યોના જીવનને સંશયનું કારણ તેને સન્મુખ આવતું જોઈ લક્ષ્મણ વજામયી અણિયાળાં બાણોથી ચક્ર રોકવા તૈયાર થયા અને શ્રી રામ વજાવર્ત ધનુષ ચડાવીને અમોધ બાણોથી ચક્ર રોકવા તૈયાર થયા અને હળમૂશળ ઘુમાવતાં ચક્ર સામે આવ્યા. સુગ્રીવ ગદા ફેરવીને ચક્ર સામે આવ્યો, ભામંડળ ખડ્ઝ લઈ, વિભીષણ ત્રિશૂળ લઈ ઊભા રહ્યા, હનુમાન મુગળ, લાંગૂલ, કનકાદિ લઈ તૈયાર થયા અને અંગદ પારણ નામનું શસ્ત્ર લઈને ઊભો થયો અને અંગદનો ભાઈ અંગ કુહાડો લઈને ઊભો થયો, બીજા પણ શ્રેષ્ઠ વિધાધરો અનેક આયુધોથી યુક્ત બધા એક થઈને જીવવાની આશા તજીને ચક્રને રોકવા તૈયાર થયા, પરંતુ ચક્રને રોકી ન શક્યા. જેની દેવ સેવા કરે છે તે ચક્ર આવીને લક્ષ્મણને ત્રણ પ્રદક્ષિણા આપીને પોતાનું સ્વરૂપ વિનયરૂપ કરી લક્ષ્મણના હાથમાં બેઠું, સુખદાયક શાંત આકારવાળું થઈ ગયું. ગૌતમ સ્વામી કહે છે, હે મગધાધિપતિ! રામ-લક્ષ્મણનું મહાન ઋદ્ધિવાળું આ માહાભ્ય તને સંક્ષેપમાં કહ્યું, જે સાંભળતાં પરમ આશ્ચર્ય ઉપજે છે અને જે લોકમાં શ્રેષ્ઠ છે. કેટલાકને પુણ્યના ઉદ્યમથી પરમવિભૂતિ આવે છે અને કેટલાકને પુણ્યના ક્ષયથી નષ્ટ થાય છે. જે સૂર્યનો અસ્ત થતાં ચંદ્રનો ઉદય થાય છે તેમ લક્ષ્મણના પુણ્યનો ઉદય જાણવો.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લક્ષ્મણને ચક્રરત્નની ઉત્પત્તિનું વર્ણન કરનાર પંચોતેરમું પર્વ પૂર્ણ થયું.
*
*
*
છોંતેરમું પર્વ (રામ-લક્ષ્મણ સાથે રાવણનું મહાયુદ્ધ અને રાવણનો વધ) લક્ષ્મણના હાથમાં ચક્રરત્ન આવેલું જોઈને સુગ્રીવ, ભામંડળાદિ વિધાધરોના અધિપતિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com