SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સીતેરમું ૫ર્વ ૪૫૫ બધાએ વિચાર્યું કે આપણા પ્રભુ શ્રી રામ મહાન ધર્માત્મા છે, ઉત્તમ ભાવનાધારક છે એટલે એમનાથી કદી પણ અધર્મમાં પ્રવૃત્તિ નહિ થાય. પછી લક્ષ્મણને જાણ કરી આ વિદ્યાધરોએ પોતાના કુમારોને ઉપદ્રવ માટે વિદાય કર્યા અને સુગ્રીવાદિક મોટા મોટા પુરુષો આઠ દિવસનો નિયમ લઈને રહ્યા. પૂર્ણ ચંદ્રમા સમાન વદનવાળા, કમળ સમાન નેત્રવાળા, નાના લક્ષણના ધારક સિંહ, વાઘ, વરાહ, ગજ, અષ્ટાપદયુક્ત રથમાં, વિમાનમાં બેઠા. વિવિધ આયુધના ધારક કપિકુમારો રાવણને ક્રોધ ઉપજાવવાનો જેમનો અભિપ્રાય છે એ જાણે અસુરકુમા૨ દેવો જ છે. પ્રીતંક, દઢરથ, ચંદ્રાભ, રતિવર્ધન, વાતાયન, ગુરુભાર, સૂર્યજ્યોતિ, મહારથ, સામંત, બલનંદન, સર્વદષ્ટ, સિંહ, સર્વપ્રિય, નલ, નીલ, સાગર, ઘોષપુત્ર, પૂર્ણ, ચંદ્રમા, સ્કંધ, ચંદ્ર, મારીચ, જાંબવ, સંકટ, સમાધિ, બહુલ, સિંહકટ, ચંદ્રાસન, ઇન્દ્રાયણિ, બલ, તુરંગ ઇત્યાદિ અનેક કુમા૨ો અશ્વવાળા ૨થ ૫૨ ચડયા, બીજા કેટલાક સિંહ, વરાહ, ગજ, વાઘ વગે૨ે મનથીયે ચંચળ વાહનો ૫૨ ચડયા, વાદળાંના પટલની મધ્યમાં તેજસ્વી, જુદા જુદા પ્રકારનાં ચિહ્નોથી યુક્ત છત્ર ઓઢી, નાના પ્રકારની ધજાઓ ફરકાવતા, ગંભીર અવાજ કરતા, દશે દિશાને આચ્છાદિત કરતા લંકાપુરીમાં પ્રવેશવા લાગ્યા. તે મનમાં વિચારવા લાગ્યો કે ખૂબ નવાઈની વાત છે કે લંકાના માણસો નિશ્ચિંત બેઠા છે, તેમને એમ છે કે સંગ્રામનો કાંઈ ભય નથી. અહો ! લંકેશ્વરનું મહાન ધૈર્ય અને ગંભીરતા તો જુઓ, કુંભકર્ણ જેવા ભાઈ અને ઇન્દ્રજિત, મેઘનાદ જેવા પુત્રો પકડાઈ ગયા છે તો પણ ચિંતા નથી ને અંક્ષાદિક અનેક યોદ્ધા યુદ્ધમાં હણાઈ ગયા. હસ્ત, પ્રહસ્ત, સેનાપતિ મરાઈ ગયા તો પણ લંકાપતિને શંકા નથી. આમ ચિંતવતા, ૫રસ્પર વાતો કરતા નગ૨માં પેઠા. વિભીષણના પુત્ર સુભૂષણે કપિકુમા૨ોને કહ્યું કે તમે નિર્ભયપણે લંકામાં દાખલ થાવ, બાળક, વૃદ્ધ અને સ્ત્રીઓને કાંઈ હેરાન ન કરતા, બીજા બધાને વ્યાકુળ કરશું. તેનું વચન માનીને વિધાધર કુમારો અત્યંત ઉદ્ધત, કલપ્રિય, આશીવિષ સમાન પ્રચંડ, વ્રતરહિત, ચપળ લંકામાં ઉપદ્રવ કરવા લાગ્યા. તેમના ભયંકર અવાજો સાંભળી લોકો અત્યંત વ્યાકુળ થયા, રાવણના મહેલમાં પણ વ્યાકુળતા થઈ; જેમ તીવ્ર પવનથી સમુદ્ર ખળભળે તેમ પિકુમારોથી લંકા ઉદ્વેગ પામી. રાવણના મહેલમાં રાજાના માણસોને ચિંતા થઈ. રાવણનો મહેલ રત્નોની કાંતિથી દેદીપ્યમાન છે. ત્યાં મૃદંગાદિનો મંગળ ધ્વનિ થઈ ગયો છે, સ્ત્રીઓ નૃત્ય કરે છે. જિનપૂજામાં જોડાયેલી રાજકન્યા ધર્મમાર્ગમાં આરૂઢ શત્રુસેનાના ક્રૂર શબ્દો સાંભળી આકુળવ્યાકુળ થઈ, સ્ત્રીઓનાં આભૂષણોના અવાજ થવા લાગ્યા, જાણે કે વીણા વાગી રહી છે. બધી મનમાં વિચારવા લાગી કે કોણ જાણે શું હશે ? આ પ્રમાણે આખી નગરીના લોકો વ્યાકુળતાથી વિહ્વળ થયા. ત્યારે મંદોદરીના પિતા રાજા મય, જે વિદ્યાધરોમાં દૈત્ય કહેવાય છે. બધી સેના સહિત બખ્તર પહેરી, આયુધ ધારણ કરી યુદ્ધ માટે તૈયાર થઈ રાજદ્વારે આવ્યા, જેમ ઇન્દ્રના ભવન ૫૨ હિરણ્યકેશી દેવ આવે. ત્યારે મંદોદરીએ પિતાને કહ્યું, કે તાત! જે વખતે લંકેશ્વર મંદિરે પધાર્યા હતા ત્યારે તેમણે આજ્ઞા કરી હતી કે બધા લોકો સંવરૂપ રહે, કોઈ કષાય ન કરે માટે તમે કષાય ન કરો. આ દિવસો Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy