________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છાસઠમું પર્વ
૪૪૯ છીએ. હે નરેન્દ્ર! ક્રોધ તજો, આ રંક તમારે યોગ્ય નથી. એ પારકો કિંકર છે, જે બોલાવે તે બોલે. એને મારવાથી શું? સ્ત્રી, બાળક, દૂત, પશુ, પક્ષી, વૃદ્ધ, રોગી, સૂતેલો, નિઃશસ્ત્ર, શરણાગત, તપસ્વી અને ગાયઃ આ બધાં સર્વથા અવધ્ય છે. જેમ સિંહ, કાળી ઘટા સમાન ગાજે છે એવા ગજનું મર્દન કરે છે તે ઘંટા ઉપર કોપ ન કરે તેમ તમારા જેવા રાજા દૂત ઉપર કોપ ન કરે. આ તો તેનો શબ્દાનુસારી છે જેમ છાયા પુરુષની અનુગામિની હોય છે તેમ. પોપટને જે શીખવો તે શીખે અને યંત્રને જેવું વગાડો તેવું લાગે તેમ અ રાંકને જેમ બોલવાનું કહ્યું તેમ તે બોલે. લક્ષ્મણે આમ કહ્યું. ત્યારે સીતાનો ભાઈ ભામંડળ શાંતચિત્ત થયો. શ્રી રામે દૂતને પ્રગટ કહ્યું. હે મૂઢ દત! શું શીધ્ર જા અને રાવણને આમ કહે કે મૂઢ એવો તું મંત્રીઓનો બકાવેલો ખોટા ઉપાયથી તારી જાતને જ છેતરીશ. તું તારી બુદ્ધિથી વિચાર, કોઈ દુર્બદ્ધિને ન પૂછે, સીતાનો પ્રસંગ છોડી દે, આખી પૃથ્વીનો ઇન્દ્ર થઈ પુષ્પક વિમાનમાં બેસી જેમ ભ્રમણ કરતો હતો તેમ ફર, આ મિથ્યા હઠ છોડી દે, શુદ્રોની વાત ના સાંભળ. આટલું બોલીને શ્રી રામ તો ચૂપ થઈ ગયા અને બીજા પુરુષોએ દૂતને વધારે વાત કરવા ન દીધી, કાઢી મૂક્યો. રામના અનુચરોએ દૂતને તીક્ષ્ણ બાણ જેવાં વચનોથી વીંધ્યો, તેનો ખૂબ અનાદર કર્યો. પછી તે રાવણ પાસે ગયો, મનમાં તે પીડાતો હતો. તેણે જઈને રાવણને કહ્યું, હે નાથ! મેં તમારા આદેશ પ્રમાણે રામને કહ્યું કે આ પૃથ્વી નાના દેશોથી ભરેલી સમુદ્રાંત, રત્નોથી ભરેલી, વિદ્યાધરોના સમસ્ત નગરો સહિત તમને આપું છું, મોટા મોટા હાથી, રથ, તુરંગ આપું છું અને આ પુષ્પક વિમાન લ્યો, જેને દેવો પણ રોકી શકતા નથી, તેમાં બેસીને વિચરો અને મારા કુટુંબની ત્રણ હજાર કન્યાઓ તમને પરણાવું, સૂર્ય સમાન સિંહાસન, ચંદ્રમા સમાન છત્ર લ્યો અને નિષ્કટક રાજ્ય કરો: આટલી વાત મને માન્ય છે, જો તમારી આજ્ઞાથી સીતા મને ઈચ્છે, આ ધન અને ધરા લ્યો અને હું અલ્પવિભૂતિ રાખી, એક વેંતના સિંહાસન પર રહીશ. વિચક્ષણ હો તો મારું એક વચન માનો, સીતા મને દો. આ વાત મેં વારંવાર કરી, પણ રઘુનંદને સીતાની હઠ ન છોડી, તેમને કેવળ સીતાનો અનુરાગ છે, બીજી વસ્તુની ઈચ્છા નથી. હે દેવ ! શાંત ચિત્તવાળા મુનિઓ અઠ્ઠાવીસ મૂળ ગુણોની ક્રિયા ન છોડે. તે ક્રિયા મુનિવ્રતનું મૂળ છે તેમ રામ સીતાને છોડવાના નહિ, સીતા જ તેમનું સર્વસ્વ છે. ત્રણ લોકમાં સીતા જેવી સુંદરી નથી. રામે તમને એમ કહ્યું છે કે હે દશાનન! આવા સર્વ લોકમાં નિંધ વચનો તમારા જેવા પુરુષે કહેવા યોગ્ય નથી, આવાં વચન તો પાપી કહે છે. તેની જીભના સો ટુકડા કેમ નથી થતા? મારે આ સીતા સિવાય ઇન્દ્રના ભોગોનું કાંઈ કામ નથી. આ આખી પૃથ્વી તું ભોગવ, હું વનવાસ જ કરીશ. અને તું પરસ્ત્રીનું હરણ કરીને મરવાને તૈયાર થયો છે તો હું મારી પોતાની સ્ત્રી માટે કેમ ન મરું? મને ત્રણ હજાર કન્યા આપે છે તે મારે કામની નથી, હું વનનાં ફળ અને પાંદડાં જ ખાઈશ અને સીતા સાથે વનમાં વિચરીશ. કપિધ્વજનો સ્વામી સુગ્રીવ મને હસીને બોલ્યો કે તારો સ્વામી શા માટે આગ્રહરૂપ ગ્રહને વશ થયો છે? કોઈ વાયુનો વિકાર થયો છે કે આવી વિપરીત વાત રંક થઈને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com