________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છાસઠમું પર્વ
४४७ છાસઠમું પર્વ (રાવણ દ્વારા રામની પાસે દૂતનું મોકલવું) ત્યારપછી લક્ષ્મણના વિશલ્યા સાથે લગ્ન થયાના અને શક્તિ નીકળી જવાના બધા સમાચાર રાવણે ગુપ્તચર દ્વારા સાંભળ્યા અને મલકાઈને મંદબુદ્ધિથી કહ્યું કે શક્તિ નીકળી ગઈ તો શું થયું? અને વિશલ્યા સાથે પરણ્યાથી શું થયું? ત્યારે મંત્રણામાં પ્રવીણ મારીચ આદિ મંત્રીઓએ કહ્યું, હે દેવ! તમારા કલ્યાણની સાચી વાત અમે કહીશું તમે કોપ કરો કે પ્રસન્ન થાવ. રામ અને લક્ષ્મણને સિંહવાહિની અને ગરુડવાહિની વિદ્યા વિના યત્ન સિદ્ધ થઈ છે તે તમે જોયું છે. તમારા બન્ને પુત્ર અને ભાઈ કુંભકર્ણને તેમણે બાંધી લીધા છે તે પણ તમે જોયું છે. વળી તમારી દિવ્ય, શક્તિ પણ નિરર્થક થઈ છે. તમારા શત્રુ અત્યંત બળવાન છે, તેમના ઉપર કદાચ જીત મેળવશો તો પણ તમારા ભાઈ અને પુત્રોનો નાશ નિશ્ચય છે માટે આમ જાણીને અમારા ઉપર કૃપા કરો. આજ સુધીમાં અમારી વિનંતી આપે કદી નકારી નથી માટે સીતાને છોડી દો. તમારામાં જે સદા ધર્મબુદ્ધિ રહી છે તે રાખો, બધા લોકોનું કુશળ થશે અને રાઘવ સાથે તમે સંધિ કરો. આ વાત કરવામાં દોષ નથી. મહાગુણ છે. તમારાથી જ સર્વ લોકોમાં મર્યાદા પળાય છે. ધર્મની ઉત્પત્તિ તમારાથી છે જેમ સમુદ્રમાંથી રત્નની ઉત્પત્તિ થાય છે. આમ કહીને મુખ્ય મંત્રી હાથ જોડી નમસ્કાર કરી વિનંતી કરવા લાગ્યા. પછી બધાએ એવી મંત્રણા કરી કે એક સામંત દૂત વિધામાં પ્રવીણ હોય તેને સંધિ માટે રામ પાસે મોકલવો. એટલે પછી બુદ્ધિમાં શુક્ર સમાન, મહાતેજસ્વી, મિષ્ટ્રવાદી, પ્રતાપી એક દૂતને બોલાવવામાં આવ્યો. તેને મંત્રીઓએ અમૃત ઔષધિ સમાન સુંદર વચનો કહ્યાં. પરંતુ રાવણે નેત્રની સમસ્યા વડે મંત્રીઓના અર્થને દૂષિત કરી નાખ્યો, જેમ કોઈ મહાન ઔષધિને વિષ દ્વારા વિષરૂપ કરી નાખે, તેમ રાવણે સંધિની વાત વિગ્રહરૂપ બતાવી. દૂત સ્વામીને નમસ્કાર કરીને જવા તૈયાર થયો. કેવો છે દૂત! બુદ્ધિના ગર્વથી લોકોને ગાયની ખરી જેવા ગણે છે, આકાશમાર્ગે જતાં રામના ભયાનક કટકને જોવા છતાં દૂતને ભય ન ઉપજ્યો. એના વાજિંત્રો સાંભળી વાનરવંશીઓની સેના ક્ષોભ પામી, રાવણના આગમનની શંકા કરી. જ્યારે તે નજીક આવ્યો ત્યારે જાણ્યું કે એ રાવણ નથી, કોઈ બીજો પુરુષ છે. ત્યારે વાનરવંશીઓની સેનાને વિશ્વાસ ઉત્પન્ન થયો. દૂત દ્વાર પર આવી પહોંચ્યો એટલે દ્વારપાળે ભામંડળને વાત કરી. ભામંડળે રામને વિનંતી કરી કહ્યું, કેટલાક માણસો સાથે તેને નજીક બોલાવ્યો અને તેની સેના કટકમાં ઊતરી.
રામને નમસ્કાર કરી દૂતે કહ્યું, હે રઘુચંદ્ર ! મારા શબ્દો દ્વારા મારા સ્વામીએ તમને કાંઈક કહ્યું છે તે ચિત્ત દઈને સાંભળો, યુદ્ધ કરવાથી કાંઈ પ્રયોજન નથી, ભૂતકાળમાં યુદ્ધના અભિમાની અનેક નાશ પામ્યા છે તેથી પ્રીતિ રાખવી એ જ યોગ્ય છે, યુદ્ધથી લોકોનો ક્ષય થાય છે અને મહાન દોષ ઉપજે છે, અપવાદ થાય છે. અગાઉ સંગ્રામની રુચિથી રાજા દુર્વર્તક, શંખ, ધવલાંગ, અસુર, સંબરાદિ અને રાજાઓ નાશ પામ્યા છે તેથી મારી સાથે તમારે પ્રીતિ રાખવી જ યોગ્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com