________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સાઠમું પર્વ
૪૩૧ ધનુષ પર બાણ ચડાવીને ફેંકયું અને સુગ્રીવે ઇન્દ્રજિત પર ફેંકયું. બન્ને યોદ્ધા પરસ્પર બાણની વર્ષા કરવા લાગ્યા, આકાશ બાણોથી ઢંકાઈ ગયું. મેઘવાહને ભામંડળને પડકાર્યો અને બન્ને ભેટી ગયા. વિરાધિત, અને વજનક યુદ્ધ કરતા હતા. વિરાધિને વજનક્રની છાતીમાં ચક્ર નામના શસ્ત્રનો પ્રહાર કર્યો અને વજનકે વિરાધિત પર પ્રહાર કર્યો શૂરવીર પર ઘા પડે અને શત્રુને ઘા ન કરે તો લજ્જા આવે. ચક્રથી બખર પીસાઈ ગયાં તેના અગ્નિના કણ ઊછળ્યા તે જાણે કે આકાશમાં ઉલ્કાના સમૂહ પડ્યા. લંકાનાથના પુત્ર સુગ્રીવ પર અનેક શસ્ત્રો ચલાવ્યાં. લંકેશ્વરનો પુત્ર સંગ્રામમાં અટલ છે, તેના જેવો બીજો યોદ્ધો નથી. સુગ્રીવે વજદંડ વડે ઇન્દ્રજિતનાં શસ્ત્રો દૂર કર્યા. જેને પુણ્યનો ઉદય હોય છે તેમનો ઘાત થતો નથી. પછી ઇન્દ્રજિત હાથી ઉપરથી ઊતરીને સિંહના રથ પર ચડયો. જેની બુદ્ધિ સમાધાનરૂપ છે, જે નાના પ્રકારના દિવ્ય શસ્ત્રમાં પ્રવીણ છે એવા તેણે સુગ્રીવ પર મેધબાણ ચલાવ્યું એટલે બધી દિશા જળરૂપ થઈ ગઈ. સુગ્રીવે સામે પવનબાણ ચલાવ્યું અને મેઘબાણ વિખરાઈ ગયું. તેણે ઇન્દ્રજિતની ધજા અને છત્ર ઉડાવી દીધાં મેઘવાહને ભામંડળ પર અગ્નિબાણ ચલાવ્યું તેથી ભામંડળનું ધનુષ ભસ્મ થઈ ગયું અને સેનામાં આગ સળગી ઊઠી. ભામંડળે મેઘવાહન પર મેઘબાણ ચલાવ્યું એટલે અગ્નિબાણ વિલય પામ્યું. પોતાની સેનાની આ રીતે રક્ષા કરી. મેઘવાહને ભામંડળને રથરહિત કર્યો. ભામંડળ બીજા રથ પર બેસીને યુદ્ધ કરવા લાગ્યો. મેઘવાહને તામસબાણ ચલાવ્યું. એટલે ભામંડળની સેનામાં અંધકાર થઈ ગયો. પોતાના કે પારકાં કંઈ સૂઝતું નહિ. જાણે કે સૌ મૂર્છા પામ્યા. પછી મેઘવાહને ભામંડળને નાગપાશથી પકડયો, માયામયી સર્પ આખા શરીરે વીંટળાઈ ગયા, જેમ ચંદનના વૃક્ષને સર્પ વટળાઈ જાય. ભામંડળ ધરતી પર પડ્યો. એ જ પ્રમાણે ઇન્દ્રજિતે સુગ્રીવને નાગપાશથી પકડ્યો તે પણ ધરતી પર પડ્યો. તે વખતે વિધાબળમાં મહાપ્રવીણ વિભીષણે શ્રી રામ-લક્ષ્મણને બે હાથ જોડીને શિર નમાવી કહ્યું, હું મહાબાહુ રામ ! હે મહાવીર લક્ષ્મણ ! ઇન્દ્રજિતનાં બાણથી વ્યાપ્ત થયેલી બધી દિશા જુઓ, ધરતી આકાશ બાણોથી આચ્છાદિત છે, ઉલ્કાપાત સ્વરૂપ નાગબાણથી બંધાઈને સુગ્રીવ અને ભામંડળ બેય જમીન પર પડ્યા છે. મંદોદરીના બન્ને પુત્રોએ આપણા બેય સુભટોને પકડ્યા છે, આપણી સેનાના જે બન્ને મૂળ હતા તે પકડાઈ ગયા પછી આપણા જીવનનું શું? એમના વિના સેના ઢીલી પડી ગઈ છે, જુઓ દશે દિશામાં લોકો ભાગે છે અને કુંભકર્ણ મહાન યુદ્ધમાં હનુમાનને પકડયો છે. કુંભકર્ણના બાણોથી હનુમાન જ્જરિત થઈ ગયો છે, તેનું છત્ર, ધજા ઊડી ગયાં છે, ધનુષ અને બખર તૂટી ગયાં છે. રાવણના પુત્ર ઇન્દ્રજિત અને મેઘવાહન યુદ્ધમાં ભેગા થઈ ગયા છે. હવે એ આવીને સુગ્રીવ, ભામંડળને લઈ જશે. તે ન પકડી જાય તે પહેલાં જ આપ એમને લઈ આવો. તે બન્ને ચેષ્ટારહિત છે તેથી હું તેમને લેવા જાઉં છું. આપ ભામંડળ અને સુગ્રીવની સેના ધણી વિનાની બની ગઈ છે તેને રોકો. આ પ્રમાણે વિભીષણ રામ-લક્ષ્મણને કહે છે તે જ સમયે સુગ્રીવનો પુત્ર અંગદ છાનોમાનો કુંભકર્ણ પર ગયો અને તેનું ઉપરનું વસ્ત્ર ખેંચી કાઢયું એટલે લજ્જાથી વ્યાકુળ બન્યો. વસ્ત્રને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com