________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પંચાવનમું પર્વ
૪૧૭ પણ રાક્ષસરૂપ સર્પોનું બિલ એવી લંકામાં વિષનાશક જડીબુટ્ટી દાખલ કરી છે. સુમિત્રાના પુત્ર લક્ષ્મણરૂપ ક્રોધાયમાન સિંહને, હાથી સમાન તમે રોકવાને સમર્થ નથી. જેના હાથમાં સાગરાવર્ત ધનુષ અને આદિત્યમુખ અમોધ બાણ છે, જેમને ભામંડળ જેવો સહાયક છે તે લોકોથી કેવી રીતે જીતી શકાય. વળી મોટા મોટા વિધાધરોના અધિપતિ જેમને મળી ગયા છે, મહેન્દ્ર, મલય, હનુમાન, સુગ્રીવ, ત્રિપુર ઈત્યાદિ અનેક રાજા અને રત્નદીપનો પતિ, વેલંધરનો પતિ, સંધ્યા, હરદ્વીપ, દૈયદ્વીપ, આકાશતિલક, કેલિ, કિલ, દધિવક્ર અને મહાબળવાન વિધાના વૈભવથી પૂર્ણ અનેક વિધાધરો આવી મળ્યા છે. આ પ્રમાણે કઠોર વચનો બોલતા વિભીષણને રાવણ ક્રોધે ભરાઈને ખડ્ઝ કાઢી મારવા તૈયાર થયો. ત્યારે વિભીષણે આ ક્રોધને વશ થઈને રાવણ સાથે યુદ્ધ કરવા વજમણી તંભ ઉપાડ્યો. આ બન્ને ભાઈ ઉગ્ર તેજના ધારક યુદ્ધ કરવા તૈયાર થયા તેમને મંત્રીઓએ સમજાવી રોકયા. વિભીષણ પોતાને ઘેર ગયા અને રાવણ પોતાના મહેલે ગયો. પછી રાવણે કુંભકર્ણ તથા ઇન્દ્રજિતને કઠોર ચિત્તે કહ્યું કે આ વિભીષણ મારા અહિતમાં તત્પર છે અને દુષ્ટ છે, તેને મારા નગરમાંથી કાઢી મૂકો. આ અહિત ઈચ્છનારના અહીં રહેવાથી શો ફાયદો ? મારું શરીર પણ મારાથી પ્રતિકૂળ થાય તો મને ગમે નહિ. જો એ લંકામાં રહેશે અને હું એને નહિ મારું તો મારું જીવન નહિ રહે. વિભીષણે આ વાત સાંભળીને કહ્યું કે શું હું રત્નશ્રવાનો પુત્ર નથી ? આમ કહીને તે લંકામાંથી ચાલી નીકળ્યો. મહાસામંતો સાથે ત્રીસ અક્ષૌહિણી સેના લઈને રામ પાસે જવા નીકળ્યો. ત્રીસ અક્ષૌહિણીનું વર્ણન છ લાખ છપ્પન હજાર એકસો હાથી, એટલા જ રથ, ઓગણીસ લાખ અડસઠ હજાર ત્રણસો અશ્વ, બત્રીસ લાખ એંસી હજાર પાંચસો પાયદળ, વિધુતધન, ઇન્દ્રવજ, ઇન્દ્રપ્રચંડ, ચપળ, ઉધ્ધત, અશનિસત્પાત, કાળ, મહાકાળ, આ વિભીષણના સંબંધીઓ પોતાના કુટુંબ સાથે નાના પ્રકારનાં શસ્ત્રોથી મંડિત રામની સેના તરફ ચાલ્યા. નાના પ્રકારનાં વાહનોથી યુક્ત આકાશને આચ્છાદિત કરતો સર્વ પરિવાર સહિત વિભીષણ હંસહીપ આવ્યો. તે દ્વીપની સમીપે મનોજ્ઞ સ્થળ જોઈને જળના કિનારે સેના સહિત પડાવ નાખ્યો, જેમ નંદીશ્વર દ્વિીપમાં દેવો રહે તેમ. વિભીષણને આવેલો સાંભળીને જેમ શિયાળામાં દિરદ્રી કંપે તેમ વાનરવંશીઓની સેના કંપવા લાગી. લક્ષ્મણે સાગરાવર્ત ધનુષ અને સૂર્યહાસ ખગ તરફ દષ્ટિ કરી, રામે વજાવર્ત ધનુષ હાથમાં લીધું અને મંત્રીઓ ભેગા મળીને મંત્રણા કરવા લાગ્યા. જેમ સિંહથી ગજ ડરે તેમ વિભીષણથી વાનરવંશી ડરી ગયા. તે જ સમયે વિભીષણે શ્રી રામની પાસે વિચક્ષણ દ્વારપાળ મોકલ્યો, તે રામ પાસે આવી નમસ્કાર કરી મધુર વચન કહેવા લાગ્યો-હે દેવ! જ્યારથી રાવણ સીતા લાવ્યો ત્યારથી જ આ બન્ને ભાઈઓ વચ્ચે વિરોધ થયો છે અને આજે સર્વથા સંબંધ બગડી ગયો તેથી વિભીષણ આપના ચરણમાં આવ્યો છે, આપના ચરણારવિંદને નમસ્કારપૂર્વક વિનંતી કરી છે. વિભીષણ ધર્મકાર્યમાં ઉદ્યમી છે. એ પ્રાર્થના કરે છે કે આપ શરણાગતના પ્રતિપાલક છો, હું તમારો ભક્ત તમારા શરણે આવ્યો છું, આપની જેમ આજ્ઞા હોય તેમ કરું, આપ કૃપાળુ છો. દ્વારપાળનાં આ વચન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com