________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૮ સુડતાળીસમું પર્વ
પદ્મપુરાણ. શું કરશે? અને સુગ્રીવના રૂપવાળો વિધાધર તેના ઘરમાં આવ્યો તો રાવણ સિવાય સુગ્રીવનું દુઃખ કોણ દૂર કરશે? માયામયી યંત્રની રખેવાળી સુગ્રીવને સોંપીએ, જેથી તે પ્રસન્ન થાય, રાવણ એના શત્રુનો નાશ કરે. લંકાની રક્ષાનો ઉપાય માયામયી યંત્ર વડે કરાવો. આ મંત્રણાથી આનંદ પામી બધા પોતપોતાના ઘેર ગયા. વિભીષણે માયામયી યંત્રથી લંકાના રક્ષણનો ઉપાય ગોઠવ્યો, અને નીચે, ઉપર, કે વચ્ચેથી કોઈ આવી ન શકે એ પ્રમાણે નાના પ્રકારની વિદ્યાથી લંકાને અગમ્ય કરી દીધી. ગૌતમ ગણધર કહે છે કે હું શ્રેણિક! સંસારી જીવો બધા જ લૌકિક કાર્યમાં પ્રવૃત્ત હોય છે, તેમનાં ચિત્ત આકુળતાથી ભરેલાં છે અને જે આકુળતારહિત નિર્મળ ચિત્તવાળા છે તેમને જિનવચનોના અભ્યાસ સિવાય બીજું કર્તવ્ય હોતું નથી, અને જે જિનેશ્વરે કહ્યું છે તે પુરુષાર્થ વિના સિદ્ધ થતું નથી અને જેનું ભવિતવ્ય ભલું ન હોય તેને પુરુષાર્થ સૂઝતો નથી. તેથી જે ભવ્ય જીવ છે તે સર્વથા સંસારથી વિરક્ત થઈ મોક્ષનો પ્રયત્ન કરો. નર, નારક, દેવ અને તિર્યંચ એ ચારેય ગતિ દુ:ખરૂપ છે. અનાદિકાળથી આ પ્રાણી કર્મના ઉદયથી યુક્ત રાગાદિમાં પ્રવર્તે છે. તેથી એમનાં ચિત્તમાં કલ્યાણરૂપ વચન ન આવે. તે અશુભનો ઉદય મટાડી શુભની પ્રવૃત્તિ કરે તો શોકરૂપ અગ્નિથી તપ્તાયમાન ન થાય.
આ પ્રમાણે શ્રી રવિખેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દોલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લંકાના માયામયી કોટનું વર્ણન કરનાર છેતાળીસમું પર્વ પૂર્ણ થયું.
* * *
સુડતાળીસમું પર્વ
(વીટરૂપ સુગ્રીવના વધની કથા) ત્યાર પછી કિકંધાપુરના સ્વામી સુગ્રીવનું રૂપ લઈને વિદ્યાધર તેના નગરમાં આવ્યો અને સુગ્રીવ કાંતાના વિરહથી દુઃખી ભમતો થકો ત્યાં આવ્યો, જ્યાં ખરદૂષણની સેનાના સામંતો મરેલા પડયા હતા. વિખરાયેલા રથ, મરેલા હાથી, મરેલા ઘોડા છિન્નભિન્ન થઈ ગયા હતા, કેટલાક રાજાઓના અગ્નિસંસ્કાર થતા હતા, કેટલાક સીસકતા હતા, કેટલાકના હાથ કપાઈ ગયા છે, કેટલાકની જાંધ કપાઈ ગઈ છે, કેટલાકનાં આંતરડાં બહાર નીકળી ગયાં છે, કેટલાકના મસ્તક પડ્યાં છે, કેટલાકને શિયાળિયા ખાય છે, કેટલાકને પક્ષી ચાંચ મારે છે, કેટલાકના પરિવાર રુએ છે, કેટલાકોને લટકાવી રાખ્યા છેઃ રણક્ષેત્રનો આ દેખાવ જોઈને સુગ્રીવ કોઈને પૂછવા લાગ્યો ત્યારે તેણે કહ્યું કે ખરદૂષણ મરી ગયો. સુગ્રીવને ખરદૂષણનું મરણ સાંભળીને દુઃખ થયું, તે મનમાં વિચારે છે કે મોટો અનર્થ થયો. તે ખૂબ બળવાન હતો, જેના વડે મારું બધું દુ:ખ ટળે તેમ હતું તે મારી આશારૂપ વૃક્ષને કાળ દિગ્ગજે તોડી પાડયું હું પુણ્યહીન છું. હવે મારું દુઃખ કેવી રીતે મટશે ? જોકે ઉધમ કર્યા વિના જીવન સુખ મળતું નથી તેથી દુઃખ દૂર કરવાનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com