________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૦
છેતાળીસમું પર્વ
પદ્મપુરાણ
વિઘ્નથી યુક્ત છે માટે હે ભવ્ય જીવો! તેની ઇચ્છા મટાડો. જોકે જીવોનાં પૂર્વકર્મના સંબંધથી પરિગ્રહની અભિલાષા થાય છે તો પણ સાધુઓના ઉપદેશથી આ તૃષ્ણા મટે છે, જેમ સૂર્યના ઉદયથી રાત્રિ નિવૃત્ત થાય છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવનિકાના ગુજરાતી અનુવાદમાં રામને સીતાનો વિયોગ અને પાતાળલંકામાં નિવાસનું વર્ણન કરનાર પિસ્તાળીસમું પર્વ પૂર્ણ થયું.
***
છેતાળીસમું પર્વ (લંકાના માયામયી કોટનું વર્ણન )
રાવણ સીતાને લઈ વિમાનના ઊંચા શિખર પર બેસી ધીરે ધીરે ચાલતો થયો, જેમ આકાશમાં સૂર્ય ચાલે. શોકથી તપ્તાયમાન સીતાનું મુખકમળ કરમાઈ ગયું છે, એમ જોઈને ચિંતના રાગથી જેનું મન મૂઢ થયું છે એવો રાવણ સીતાની આસપાસ ફરે અને દીન વચન કહે છે કે હે દેવી! કામનાં બાણથી હું હણાઈ રહ્યો તો તને મનુષ્યની હત્યા લાગશે. હું સુંદરી! આ તારું મુખકમળ સર્વથા કોપયુક્ત છે તો પણ તે મનોજ્ઞથીયે અધીક મનોજ્ઞ ભાસે છે. પ્રસન્ન થા. એક વાર મારા તરફ દષ્ટિ કરીને જો. તારાં નેત્રની કાંતિરૂપ જળથી મને સ્નાન કરાવ અને જો કૃપાદૃષ્ટિથી ન જોવું હોય તો તારાં ચરણકમળથી મારું મસ્તક તોડી નાખ. અરેરે! તારી ક્રીડાના વનમાં હું અશોકવૃક્ષ જ કેમ ન થયો, કે તારાં ચરણકમળની પાનીનો અત્યંત પ્રશંસવા યોગ્યપ્રહાર તો મને સુલભ થાત!
ભાવાર્થ-અશોકવૃક્ષ સ્ત્રીની પાનીના પ્રહારથી ખીલે છે. હું શોરિ! વિમાનના શિખર ઉપર બેઠેલી તું સર્વ દિશા જો, હું સૂર્યની ઉ૫૨ આકાશમાં આવ્યો છું. મેરુ, કુલાચલ ને સમુદ્ર સહિત પૃથ્વીને જો. જાણે કોઈ શિલ્પીએ રચી છે. આવાં વચન રાવણે કહ્યાં ત્યારે તે મહાસતી શીલના સુમેરુ પટની અંદર અરુચિના શબ્દો કહેવા લાગી કે હું અધમ! દૂર રહે. મારા શરીરનો સ્પર્શ ન કર. અને આવાં નિંધ વચન કદી ન કહે. અરે પાપી! અલ્પ આયુષ્યવાળા ! કુગતિગામી! અપયશી! તારો આ દુરાચાર તને જ ભયરૂપ છે. પરાદારાની અભિલાષા કરતાં તું મહાદુ:ખ પામીશ. જેમ કોઈ રાખથી દબાયેલી અગ્નિ ઉપર પગ મૂકે તો બળે, તેમ તું આ કર્મોથી ખૂબ પસ્તાઈશ. તારું ચિત્ત મહામોહરૂપી કીચડથી મલિન છે. તને ધર્મનો ઉપદેશ આપવો નકામો છે, જેમ અંધની આગળ નૃત્ય. હૈ ક્ષુદ્ર! જે પરસ્ત્રીની અભિલાષા કરે છે તે ઇચ્છા માત્ર જ પાપ બાંધીને નરકમાં મહાકષ્ટ ભોગવે છે, ઇત્યાદિ રુક્ષ વચનો સીતાએ રાવણને કહ્યાં. તો પણ જેનું ચિત્ત કામથી ઘવાયું હતું તે અવિવેકથી પાછો ન ફર્યો. અને ખરદૂષણની મદદ માટે જે તેના પરમ મિત્રો શુહસ્ત, પ્રહસ્તાદિ ગયા હતા તે ખરદૂષણના મૃત્યુ પછી ઉદાસ થઈને લંકા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com