________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચુમાળીસમું પર્વ
૩૬૧ નાખ્યો તેને જો ઢીલો છોડશો તો ન જાણે તે શુંયે કરે, માટે તેનો શીઘ્ર ઉપાય કરો, કેટલાક વિવેકી હતા તેમણે કહ્યું કે હે નાથ ! આ નાનું કામ નથી. બધા સામંતોને ભેગા કરો અને રાવણને પણ પત્ર મોકલો. જેના હાથમાં સૂર્યહાસ ખડ્ઝ આવ્યું હશે તે સામાન્ય પુરુષ નહિ હોય. માટે બધા સામંતોને ભેગા કરી, જે વિચાર કરવો હોય તે કરો, ઉતાવળ ન કરો. પછી રાવણની પાસે તો તત્કાળ દૂત મોકલ્યો. દૂત યુવાન અને શીઘ્રગામી હતો. તે તત્કાળ રાવણ પાસે પહોંચી ગયો. રાવણનો ઉત્તર આવે તે પહેલાં ખરદૂષણ પોતાના પુત્રના મરણથી અત્યંત વૈષભર્યો સામંતોને કહેવા લાગ્યો કે તે રંક, વિધાબળરહિત, ભૂમિગોચરી આપણી વિદ્યાધરોની સેનારૂપ સમુદ્રને તરવાને સમર્થ નથી. ધિક્કાર છે આપણા શૂરવીરપણાને. જે બીજાની મદદ ચાહે છે! આપણા હાથ છે તે જ સહાયક છે, બીજા કોણ હોય? આમ કહીને અભિમાનપૂર્વક તરત જ મહેલમાંથી નીકળ્યો. આકાશમાર્ગે ગમન કર્યું. તેનું મુખ તેજસ્વી હતું. તેને સર્વથા યુદ્ધસમ્મુખ જાણીને ચૌદ હજાર રાજા સાથે ચાલ્યા. તે દંડકવનમાં આવ્યા. તેમની સેનાના વાંજિત્રાદિના સમુદ્ર સમાન અવાજ સાંભળીને સીતા ભય પામી. “હે નાથ! શું છે, શું છે?' આમ બોલતી પતિના અંગને વળગી પડી, જેમ કલ્પવેલ કલ્પવૃક્ષને વળગી રહે છે. ત્યારે રામે કહ્યું કે હે પ્રિય! ભય ના કર. એને ધૈર્ય બંધાવીને વિચારવા લાગ્યા કે આ દુર્ધર શબ્દ સિંહનો છે કે મેઘનો છે, સમુદ્રનો, દુષ્ટ પક્ષીઓનો છે કે આકાશ ભરાઈ ગયું છે. પછી સીતાને કહ્યું કે હે પ્રિયે! એ દુષ્ટ પક્ષી છે, જે મનુષ્ય અને પશુઓને લઈ જાય છે, ધનુષના ટંકારથી હુમણાં એમને ભગાડી મૂકું છું. એટલામાં જ શત્રુની સેના પાસે આવી. નાના પ્રકારનાં આયુધો સહિત સુભટો નજરે પડ્યા. જેમ પવનથી પ્રેરાઈને મેઘની ઘટા વિચરે તેમ વિધાધરો ફરવા લાગ્યા. ત્યારે શ્રી રામે વિચાર્યું કે નંદીશ્વરદ્વીપમાં ભગવાનની પૂજા માટે દેવ જાય છે અથવા વાંસના વૃક્ષમાં કોઈ માણસને હણીને લક્ષ્મણ ખગ રત્ન લઈ આવ્યા હતા અને પેલી કન્યા બનીને આવી હતી તે કુશીલ સ્ત્રી હતી તેણે પોતાના કુટુંબના સામંતોને પ્રેર્યા હોય તેમ લાગે છે માટે હવે શત્રુની સેના સમીપ આવે ત્યારે નિશ્ચિંત રહેવું ઉચિત નથી, એમ વિચારી ધનુષ તરફ દષ્ટિ કરી અને બખ્તર પહેરવાની તૈયારી કરી. ત્યારે લક્ષ્મણ હાથ જોડી, શિર નમાવી, વિનંતી કરવા લાગ્યા કે હે દેવ! મારા હોતા, આપને એટલો પરિશ્રમ લેવો ઉચિત નથી. આપ રાજપુત્રીની રક્ષા કરો, હું શત્રુઓની સન્મુખ જાઉં છું. જો કદાચ ભીડ પડશે તો હું સિંહનાદ કરીશ ત્યારે આપ મારી સહાય કરવા આવજો. આમ કહીને બખ્તર પહેરી, શસ્ત્રો લઈને લક્ષ્મણ શત્રુઓની સામે યુદ્ધ માટે ચાલ્યા તે વિદ્યાધરો લક્ષ્મણને ઉત્તમ આકૃતિના ધારક, વીરાધિવીર શ્રેષ્ઠ પુરુષ જોઈને જેમ મેઘ પર્વતને વીંટળાઈ વળે તેમ વીંટળાઈ વળ્યા. શક્તિ, મુગર, સામાન્ય ચક્ર, બરછી, બાણ ઇત્યાદિ શસ્ત્રોની વર્ષા કરવા લાગ્યા અને એકલા લક્ષ્મણ સર્વ વિધાધરોએ ચલાવેલાં બાણોને પોતાનાં શસ્ત્રોથી નિષ્ફળ કરવા લાગ્યા અને પોતે વિદ્યાધરો તરફ આકાશમાં વજદંડ બાણ ચલાવવા લાગ્યા. એકલા લક્ષ્મણ વિધાધરોની સેનાને બાણથી જેમ સંયમી સાધુ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com