________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૬ તેંતાળીસમું પર્વ
પદ્મપુરાણ અવાજ કરે છે, જાણે કે પરસ્પર વાર્તાલાપ કરી રહ્યાં છે. રજનીરૂપ નાયિકા નાના પ્રકારનાં પુષ્પોની સુગંધથી સુગંધિત નિર્મળ આકાશરૂપ વસ્ત્ર પહેરી, ચંદ્રમારૂપ તિલક કરી જાણે કે શરદરૂપ નાયક પાસે જાય છે. કામીજનોને કામ ઉત્પન્ન કરતી કેતકીના પુષ્પોની રજથી સુગંધી પવન વાય છે. આ પ્રમાણે શરદતુ પ્રવર્તી, લક્ષ્મણ મોટાભાઈની આજ્ઞા માગીને સિંહુ સમાન પરાક્રમી વનદર્શન માટે એકલા નીકળ્યા અને આગળ ચાલ્યા. સુગંધી પવન વાતો હતો ત્યારે લક્ષ્મણ વિચારવા લાગ્યા કે આ સુગંધ શેની છે? આવી અદ્દભુત સુગંધ વૃક્ષોની ન હોય. મારા શરીરની પણ આવી સુગંધ નથી. આ સુગંધ સીતાજીના અંગની હોય અથવા રામચંદ્રજીના અંગની હોય અથવા કોઈ દેવ આવ્યો હોય એવો સંદેહ લક્ષ્મણને ઉત્પન્ન થયો. અહીં રાજા શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછયું કે હે પ્રભો ! જે સુગંધથી વાસુદેવને આશ્ચર્ય ઉત્પન્ન થયું તે સુગંધ શેની હતી? સંદેહરૂપ તિમિરને દૂર કરવામાં સૂર્ય એવા ગૌતમે તેને જવાબ આપ્યો કે હું શ્રેણિક! બીજા તીર્થકર શ્રી અજિતનાથના સમોસરણમાં મેઘવાન વિધાધર (રાવણનો પૂર્વજ) શરણે આવ્યો હતો. તેને રાક્ષસોના ઇન્દ્ર મહાભીમે ત્રિકૂટાચલ પર્વતની સમીપે રાક્ષસદ્વીપમાં લંકા નામની નગરી કૃપા કરીને આપી હતી અને એક રહસ્યની વાત કહી હતી કે હે વિધાધર ! ભરત ક્ષેત્રની દક્ષિણ દિશામાં અને લવણસમુદ્રની ઉત્તરે પૃથ્વીના ઉદરમાં એક અલંકારોદય નામનું નગર છે, તે અભુત સ્થાન છે, નાના પ્રકારના રત્નોનાં કિરણોથી મંડિત છે, દેવોને પણ આશ્ચર્ય ઉપજાવે છે તો મનુષ્યોની શી વાત? ભૂમિગોચરીઓને અગમ્ય છે અને વિધાધરોને પણ અતિવિષમ છે, ચિંતવી ન શકાય તેવું છે, સર્વ ગુણોથી પૂર્ણ છે, મણિના મહેલો છે, પરચક્રથી અગોચર છે. કદાચ તને અથવા તારાં સંતાનોને લંકામાં રાજ્યનો પરચક્રનો ભય ઉત્પન્ન થાય તો અલંકારોદયપુરમાં નિર્ભરય થઈને રહેજે, એને જ પાતાળલંકા કહે છે. આમ કહીને રાક્ષસોના ઇન્દ્ર, બુદ્ધિમાન મહાભીમે અનુગ્રહ કરીને રાવણના વડીલ પૂર્વજને લંકા ને પાતાળલંકા આપી અને રાક્ષસદ્વીપ આપ્યો. ત્યાં એના વંશમાં અનેક રાજા થયા. મોટા મોટા વિવેક, વ્રતધારી થયા, એ રાવણના મોટા વિધાધરકુળમાં ઉપજ્યા છે, એ દેવ નથી; વિધાધર અને દેવોમાં ભેદ છે, જેવો તિલક અને પર્વત, કર્દમ અને ચંદન, પાષાણ અને રત્નમાં મોટો ભેદ છે. દેવોની કાંતિ અને શક્તિ ઘણી હોય છે. જ્યારે વિધાધર તો મનુષ્ય છે. તેમાં ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ત્રણ કુળ છે, ગર્ભવાસનો ખેદ ભોગવે છે. વિધાધર સાધન વડે આકાશમાં વિચરે છે તે અઢી દ્વીપ સુધી ગમન કરી શકે છે ને દેવ ગર્ભવાસથી જન્મતા નથી. તેમનું સ્વરૂપ અત્યંત સુંદર પવિત્ર, ધાતુ-ઉપધાતુ રહિત, આંખ પલકારો મારતી નથી, સદા જાગ્રત, જરારોગરહિત, નવયુવાન, તેજસ્વી, ઉદાર, સૌભાગ્યવંત, મહાસુખી, સ્વભાવથી જ વિદ્યાવાળા, અવધિજ્ઞાનવાળા, ચાહે તેવું રૂપ કરી શકે, સ્વેચ્છાચારી હોય છે. દેવ અને વિદ્યાધરને શું સંબંધ? હે શ્રેણીક ! આ લંકાના વિધાધરો રાક્ષસદ્વીપમાં વસતા તેથી રાક્ષસ કહેવાયા. એ મનુષ્ય ક્ષત્રિયવંશી વિદ્યાધરો છે. દેવ નથી, રાક્ષસ પણ નથી. એમના વંશમાં લંકામાં અજિતનાથના સમયથી લઈને મુનિસુવ્રતનાથના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com