________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૨ બેતાળીસમું પર્વ
પદ્મપુરાણ દ્વારા સમીપનાં વૃક્ષોને સ્પર્શે છે. અને હું પતિવ્રતે! આ વનનો હાથી, મદથી પ્રમત્ત જેના નેત્ર છે તે હાથણીના અનુરાગથી પ્રેરાઈને કમળોના વનમાં પ્રવેશ કરે છે, જેમ અવિધા એટલે કે મિથ્યા પરિણતિથી પ્રેરાયેલો અજ્ઞાન જીવ વિષયવાસનામાં પ્રવેશ કરે છે. કમળવનમાં વિકસિત કમલદળ પર ભ્રમરો ગુંજારવ કરે છે. હે દઢવ્રતે! આ ઇન્દ્રનીલમણિ સમાન શ્યામ વર્ણનો સર્પ દરમાંથી નીકળીને મયૂરને જોતાં ભાગીને પાછો દરમાં જતો રહે છે, જેમ વિવેકથી કામ ભાગીને ભવવનમાં છુપાઈ જાય છે. જુઓ, કેસરી સિંહ, સાહસરૂપ છે ચરિત્ર જેનું, એ આ પર્વતની ગુફામાં બેઠો હતો તે આપણા રથનો અવાજ સાંભળીને, નિદ્રા છોડીને ગુફાના દ્વાર પાસે આવી નિર્ભયપણે ઊભો છે. પેલો વાઘ, જેનું મુખ કૂર છે, જે ગર્વથી ભરેલો છે, તેની આંખો માંજરી છે, જેણે પૂંછડું માથા ઉપર મૂક્યું છે અને નખથી વૃક્ષના મૂળ ઉખાડે છે. આ મૃગોનો સમૂર્વ ઘાસના અંકુરોને ચરવામાં ચતુર છે, પોતાનાં બાળકોને વચમાં રાખીને હરણી સાથે ચાલે છે તે નેત્રોથી દૂરથી જ અવલોકન કરીને આપણને દયાળુ જાણીને નિર્ભય થઈને વિચારે છે. આ મૃગ મરણથી કાયર છે. એટલે પાપી જીવોના ભયથી અત્યંત સાવધાન છે. તમને જોઈને ખૂબ પ્રેમ ઉત્પન્ન થયો છે તેથી વિશાળ આંખોથી વારંવાર જુએ છે. તેનાં નેત્ર તમારાં જેવાં નથી તેથી આશ્ચર્ય પામ્યો છે. આ વનનો સુવ્વર પોતાના દાંતથી જમીન ખોદતો ગર્વથી ચાલ્યો જાય છે. તેના શરીર પર કાદવ ચોંટી ગયો છે. હું ગજગામિની ! આ વનમાં અનેક જાતિના ગજની ઘટા વિચરે છે, પણ તમારા જેવી ચાલ તેમનામાં નથી તેથી તમારી ચાલ જોઈને તે અનુરાગી થયા છે. પેલા ચિત્તાના શરીર પર અનેક વર્ણના પટ્ટાથી, જેમ ઇન્દ્રધનુષ અનેક વર્ણથી શોભે તેમ તે શોભે છે. હું કલાનિધે! આ વન અનેક અષ્ટાપદાદિ ક્રૂર જીવોથી ભરેલું છે અને અતિસઘન વૃક્ષોથી ભરેલું છે અને અનેક પ્રકારનાં ઘાસથી પૂર્ણ છે. ક્યાંક અતિ સુંદર છે, જ્યાં ભયરહિત મૃગોનાં ટોળાં વિચરે છે, તો ક્યાંક મહાભયંકર અતિગહન છે. જેમ મહારાજાનું રાજ્ય અતિસુંદર છે તો પણ દુષ્ટોને ભયંકર છે. ક્યાંક મહામદોન્મત્ત ગજરાજ વૃક્ષોને ઉખાડે છે, જેમ માની પુરુષ ધર્મરૂપ વૃક્ષોને ઉખાડે છે. ક્યાંક નવીન વૃક્ષોના સમૂહ પર ભમરા ગુંજ્યા કરે છે. જેમ દાતાની નિકટ યાચકો ફર્યા કરે છે. કોઈ જગ્યાએ વન લાલ થઈ ગયું છે, કોઈ ઠેકાણે શ્વેત, કોઈ ઠેકાણે પીત, કોઈ ઠેકાણે હરિત, કોઈ ઠેકાણે શ્યામ, કોઈ ઠેકાણે ચંચળ, કોઈ ઠેકાણે નિશ્ચળ, કોઈ ઠેકાણે શબ્દસહિત તો કોઈ ઠેકાણે શબ્દરહિત, કોઈ ઠેકાણે ગાઢ, કોઈ ઠેકાણે નામનાં જ વૃક્ષો હોય તેવું, કોઈ ઠેકાણે સુભગ, કોઈ ઠેકાણે દુર્ભગ, કોઈ ઠેકાણે વીરસ, કોઈ ઠેકાણે સરસ, કોઈ ઠેકાણે સમ, કોઈ ઠેકાણે વિષમ, કોઈ ઠેકાણે તરુણ, કોઈ ઠેકાણે વૃક્ષોની વૃદ્ધિવાળું, આમ નાનાવિધ ભાસે છે. આ દંડકવન, જેમ કર્મોનો વિસ્તાર વિચિત્ર ગતિવાળો છે. તેમ વિચિત્ર ગતિવાળું છે. હું જનકસુતે ! જે જિનધર્મ પામ્યા છે તે જ આ કર્મપ્રપંચથી છૂટે છે અને નિર્વાણ પામે છે. જીવદયા સમાન બીજો કોઈ ધર્મ નથી. જે પોતાના જેવા જ બીજાં જીવોને જાણીને સર્વ જીવોની દયા કરે છે તે જ ભવસાગરને તરે છે. આ દંડક નામનો પર્વત, જેના શિખર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com